શ્રવણ – જે પણ પોતાના બાળકોને શ્રવણ જેવા બનાવવા માંગે છે તેઓ ખાસ વાંચે…

“શ્રવણ”

વૃદ્ધાશ્રમમાં અવસાન પામેલી દંપતિને વાદળોની દુનિયાને પાર ભગવાન મળ્યા.


ભગવાનને હાથ જોડીને પતિ-પત્નીએ પૂછ્યું, “હે ભગવાન, તારી આપેલ ઝીંદગીથી બસ એક નારાજગી છે. તમે ધન, દોલત અને બીજું ઘણુંબધું આપ્યું. પરંતુ અમારા દીકરાએ અમારા પોતાના જ ઘરમાંથી અમને બહાર કાઢીને ઘણું કપરું ઘડપણ આપ્યું. તે અમને શ્રવણ જેવો એક દીકરો કેમ ના આપ્યો પ્રભુ?”

ભગવાન મુસ્કુરાયા અને કહ્યું, “મેં એક નહીં પરંતુ બે વાર શ્રવણ જેવી સંતાન તમને આપી હતી.”


“અમે કંઈ સમજ્યા નહીં ભગવાન.” ઘરડા બુઝુર્ગે પૂછ્યું.

ભગવાને તરત જ જવાબ આપતા સમજાવ્યું, “નાદાન માણસ, યાદ કર. તને મેં એક વાર નહીં પરંતુ બે વાર દીકરીરૂપી આશીર્વાદ આપ્યો હતો. પરંતુ તે તો દીકરાની લાલસાએ બન્નેની ભૃણહત્યા કરી દીધી હતી. તે ગર્ભપાતનો શિકાર બીજું કોઈ નહીં પણ તારી શ્રવણથી પણ અધિક સેવાભાવી દીકરીઓ હતી.”


આ સાંભળતા જ દંપતિને તેમની ભુલોનો એહસાસ થયો અને તેમના કપરા ઘડપણ પાછળનું કર્મોનું ગણિત સમજાઈ ગયું.


મિત્રો, જે દીકરી કાલે તમારો શ્રવણ બની શકે છે,

લેખક : ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ આ જ સમયે વાંચો ધવલ બારોટની આવી નાની નાની વાર્તાઓ ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ