જલ્સા કરોને જેંતીલાલ

જો તમે આજથી જ ફોલો કરશો આ ટ્રિક્સ, તો તમારા બાળકને છૂટી જશે સ્માર્ટફોનની આદત

ફક્ત ભારત જ નહીં, પણ આખી દુનિયામાં ટીવી, ટેબ્લેટ, લેપટોપ અને મોબાઈલ લઈને કલાકો સુધી તાકી રહેતા બાળકો જોઈ શકાય છે. કેટલાક બાળકોને સાંભળવા માટે માતાપિતા પાસે સમય જ નથી હોતો એટલે ટીવી, ફોન કે કમ્પ્યુટર પકડાવવાનો સરળ ઉપાય શોધી લે છે. દુર્ભાગ્યથી આ સરળ ઉપાયથી બાળકોને આગળની જિંદગીમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ મોટી મુશ્કેલી ઉભી કરી દે છે.

image source

અમેરિકામાં તાજેતરમાં જ કરાયેલ અમેરિકન બાળકો પરનો એક સર્વે મુજબ બાળકો ત્યાં સરેરાશ ત્રણ કલાક ટીવી જોવામાં પસાર કરે છે. આમાં લેપટોપ, ફોન, ટેબ્લેટના સમયનો સમાવેશ કરીએ તો આ સમય પાંચ થી સાત કલાક સુધી પહોંચી જાય છે. પ્રત્યક્ષ રીતે આના બે નુકસાન થાય છે, એક તો બાળકોનું મેદાનમાં રમવું, ઉછળ-કૂદ, શારીરિક રમતોથી દુર થતા જાય છે,

તો બીજી બાજુ બાળકોની સમજવા- વિચારવાની ક્ષમતા ખૂબ સીમિત થઈ જાય છે અને બાળકોને સ્ક્રીન પર હંમેશા કઈકને કંઈક જોવાની ટેવ પડી જાય છે. આ ત્રેણેવ વસ્તુઓના કારણે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઇ જાય છે. એક સામાન્ય જીંદગી જીવવા માટેના જરૂરી વાતચીત પણ તેઓ કરી શકવા સક્ષમ નથી હોતા.

image source

ટીવી કે ફોનના ઉપયોગ દમયે બાળકો અન્ય વ્યક્તિના વિચારો જોવે છે કે સાંભળે છે. જેમાં તેના પોતાના વિચારો સાથે કોઈ આદાન પ્રદાન થતું નથી. આવામાં બાળકો લોકો સાથે કે અન્ય બાળકો સાથે હરવા ફરવાનું કે વાતચીત કરવાનું પસંદ કરતાં નથી. જે આગળ જઈને બાળકોની મુશ્કેલીમાં ખૂબ વધારો કરી દે છે. એવામાં બાળકોની શ્રવણ શક્તિ, આંખો સમયથી પહેલા ખરાબ થવા લાગે છે. એટલું ઓછું હોય તેમ ઓનલાઇન ગેમ્સ પણ બાકીની કસર પુરી કરી દે છે.

એવું નથી કે બાળકોના સ્ક્રીન સમયમાં વધારો થવા પાછળ ફક્ત ઓનલાઇન ગેમ્સ કે માતાપિતાની વ્યસ્તતા જ જવાબદાર હોઈ શકે. ઘણી બધી સ્કૂલોમાં હવે હોમવર્ક અને મોટાભાગે ભણવાનું ઓનલાઈન કરવા લાગ્યા છે. આના લીધેથી બાળકોમાં નાનપણથી જ આંખો પર ખૂબ જોર પડે છે. જેથી કરીને બાળકોમાં દુઃખવી, ચશ્મા આવી જવા, માથું દુખવું અને આંખો સુકાઈ જવી આવી અનેક સમસ્યાઓ જોવા મળે છે.

image source

સ્કૂલમાં બ્લેકબોર્ડથી દૂર બેસતા બાળકોમાં ચોખ્ખું ના જોઈ શકવાની ફરિયાદ કોઈ નવી વાત નથી રહેતી. લોકોને ના કહી શકતા બાળકો ભણવામાં ફક્ત આ કારણોસર પાછળ પડી જાય છે. સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી બાળકોને રાતે સુવામાં તકલીફ પડે છે, એકાગ્રતા ઓછી થઈ જાય છે અને તેઓમાં ચિંતા, બીમારીઓ વધી શકે છે. જાડાપણાંનો ખતરો પણ વધી જાય છે. શારીરિક ગતિવિધિઓ ઓછી થવાથી બીજી અસર એ થાય છે કે ટીવી અને ફોનમાં આવતી જાહેરાતોથી તેમને ખાવા પીવાની ખોટી આદત અને પસંદ થઈ જાય છે.

image source

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આવનારી પેઢી પર ખતરો જોતા અમુક દિશા નિર્દેશો આપ્યા છે. એ મુજબ બાળકોએ બે વર્ષ સુધી કોઈપણ પ્રકારની સ્ક્રીનનો સામનો કરવાનું ટાળવું જોઈએ . બે થી પાંચ વર્ષના બાળકોએ કોઈપણ સ્ક્રીનનો સામનો વધુમાં વધુ એક કલાક એ પણ દિવસ દરમિયાન જ કરવો જોઈએ. બાળકોને મેદાની રમત છે કે અન્ય કોઈ રમતો રમવા પ્રોત્સાહિત કરવા જોઈએ. પ્રશ્ન ફક્ત એ જ છે કે હમેશા ખૂબ વ્યસ્તતાને જ કારણ દર્શાવતા લોકો ડબ્લ્યુએચઓના આ મહત્વપૂર્ણ નિર્દેશોને કેટલી ગંભીરતાથી લે છે. એક સાચો નિર્ણય તેમના બાળકોના બાળપણ, યુવાની અને આખી જિંદગીને એક નવી દિશા આપી શકે છે.

image source

એ વાત ચોખ્ખી છે કે આપના બાળકનું સ્વસ્થ ભવિષ્ય આપના હાથમાં જ છે. આપે આપના બાળક સામે આદર્શ વ્યવહાર કરવો પડશે જેથી કરીને તેને અન્ય રીત કરતા વ્યવહારમાં લાવીને જણાવવાથી બાળક સરળતાથી સમજી શકે છે કે જે કાંઈપણ કરવામાં આવી રહ્યું છે તે તેના સારા માટે જ કરી રહ્યા છે. જેથી કરીને બાળક જાતે જ પોતાનો સ્ક્રીન સમય ઓછો કરી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version