બાળકને ઇન્જેક્શન અપાવો પછી બહુ રડે છે? તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ

બાળકોના ઇન્જેક્ષનના ભયને ચપટી વગાડતાં કરો દૂર !

ઇન્જેક્ષનથી એટલે કે સોઈથી માત્ર નાના બાળકોને જ નહીં મોટાઓને પણ બીક લાગતી હોય છે માટે ઇન્જેક્ષન ન લગાવવું પડે તે માટે ગમે તેટેલી ગોળીઓ ખાવા પણ આપણે તૈયાર થઈ જઈએ છે. પણ મોટાઓ તો કોઈ પણ રીતે મન મનાવીને આંખો બંધ કરીને જીવ કઠણ કરીને પણ ઇન્જેક્ષન લઈ લેતા હોય છે પણ નાના બાળકો સાથે આવુ નથી થતું.

image source

નાના બાળકો ઇન્જેક્ષન એટલે કે સોઈથી એટલા ભયભીત થઈ જાય છે કે હોસ્પિટલનું નામ પડતાં જ તેમની આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગે છે. અરે ઇન્જેક્ષન કે વેક્સિન અપાવવાના સમયે તો બાળકો એટલા બધા ધમપછાડા કરે છે કે ક્યાંક સોય વાગી ન જાય તેનો ભય રહે છે અને કોઈ રીતે ઇન્જેક્ષન લગાવવા નથી દેતાં. અને આવું માત્ર તમારા બાળકો સાથે જ નથી થતું પણ મોટા ભાગના બધા જ બાળકો સાથે આવું બનતું હોય છે. તો આજે અમે તમારા માટે કેટલીક એવી ટીપ્સ લાવ્યા છે કે જેને ફોલો કરતાં જ તમારું બાળક સરળતાથી ઇન્જેક્ષન લગાવવા કે વેક્સિન લેવા તૈયાર થઈ જશે.

image source

બાળકોને સામાન્ય તાવ કે કંઈ આવતું હોય ત્યારે તો તેમને હળવા સીરપ આપીને તાવ વિગેરે દૂર કરી શકાય છે પણ ભારે તાવ વખતે કે પછી નિયમિત લેવામાં આવતી કેટલીક વેક્સિન તો તેમણે ઇન્જેક્ષનથી જ લેવી પડે છે. ત્યારે તેમને ઇન્જેક્ષન અપાવવા સિવાય તમારી પાસે કોઈ જ ઓપ્શન નથી બચતું.

ઇન્જેક્ષન અપાવતા પહેલા તમારા બાળક માટે અનુકુળ સ્થિતિ પસંદ કરો

image source

મોટા બાળકો હોય તો તેઓ બેસીને ઇન્જેક્ષન લઈ લે છે પણ નાના બાળકો ખુબ જ ચંચળ હોય છે અને બીજી બાજુ ઇન્જેક્ષનથી ડરતા પણ હોય છે માટે તેમની સ્થિતિ પર ધ્યાન રાખવું પડે છે. ડોક્ટર આવા બાળકોને સૂવડાવીને ઇન્જેક્ષન આપે છે. અને આમ કરતાં જ તેને ખ્યાલ આવી જાય છે કે તેને ઇન્જેક્ષન આપવાનું છે અને તે ભયભીત થઈ ઉઠે છે. માટે તમારા ડોક્ટર કે નર્સને બાળકને બેસાડીને જ ઇન્જેક્ષન આપવા કહો અને તેને બરાબર પકડી રાખો.

તેમની સાથે જુઠ્ઠું ન બોલો

image source

ઇન્જેક્ષન અપાવતી વખતે દરેક માતાપિતા બાળકને કહેતા હોય છે “કશું નહીં થાય” નહીં દુઃખે પણ વાસ્વમાં થોડું તો દૂખે જ છે. પણ આ સત્યની સાથે સાથે તેમને તે પણ જણાવો કે તે પીડા ક્ષણીક જ હશે જે આંખના પલકારામાં જતી રહેશે અને તમને નુકસાન પણ નહીં પહોંચાડે. તમારે તેને તેની ગંભીરતા પણ જણાવવી જોઈએ અને તેના ફાયદા પણ જણાવવા જોઈએ.

માતા-પિતાએ પોતે ધીરજ રાખવી

image source

ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકને ઇન્જેક્ષનથી ઓછો ભય લાગતો હોય છે પણ માતા-પિતા એટલા હાયપર થઈ જતા હોય છે કે તેમને જોઈ બાળકની બીક વધી જાય છે. જો તે તમને તાણમાં જોશે તો તેને પણ ટેન્શન થશે પણ જો તે તમને પ્રસન્ન જોશે, હસતા જોશે તો તેને બધું નોર્મલ લાગશે અને સરળતાતી ઇન્જેક્ષન લેવા તૈયાર થઈ જશે.

ઇન્જેક્ષન વખતે બાળકના ધ્યાનને ડાયવર્ટ કરો

image source

તમે જ્યારે તમારા બાળકને ઇન્જેક્ષન અપાવવા ડોક્ટર પાસે લઈ જાઓ ત્યારે કોઈને કોઈ રીતે તેનું ધ્યાન ડાયવર્ટ કરો. તેને કોઈ રમૂજી કીસ્સો સંભળાવો, કોઈ વાર્તા કહો, તેને ગમતાં રમકડાની વાત કરો અથવા કાર્ટુનની વાત કરો.

તમારા બાળકને તેની બહાદૂરી માટે ઇનામ આપો

image source

જ્યારે આપણને મોટાને પણ ઇન્જેક્ષન લેતા બીક લાગતી હોય છે તો નાના બાળકો માટે તો આ બહુ મોટો ભય કહેવાય. તેઓ પોતાના ભયનો સામનો કરીને જ્યારે ઇન્જેક્ષન લેતા હોય છે ત્યારે તેમની બહાદૂરી માટે તેમને ચોક્કસ ઇનામ આપો. તેમને ચોકલેટ લઈ આપો અથવા કોઈ નાનકડી ટ્રીટ આપો. આમ કરવાથી બાળકને ઇન્જેક્ષન પછી જે ઇનામ મળવાનું હશે તેનું એક્સાઇટમેન્ટ વધારે રહેશે અને ઇન્જેક્ષનની પીડા તરફ તે બે ધ્યાન થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ