જલ્સા કરોને જેંતીલાલ

બાળકો ગાજર, ટામેટા અને બીટ નથી ખાતા? તો પછી આ સૂપ બનાવીને આપો…એકવાર અચૂક બનાવો

આજે હું ખૂબ જ હેલ્થી અને દરેક સીઝનમાં વારંવાર બનાવી શકાય એવા સૂપ ની રેસિપી લાવી છું. ટામેટા ,ગાજર અને બીટ નો સૂપ ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપના પાચન પણ મદદરૂપ છે. ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.  બિટરૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનવા માટે મદદ કરે છે.

નાના બાળકો ને પણ રોજ આપી શકાય એવો આ હેલ્થી અને ટેસ્ટી સૂપ એકવાર જરૂર થી બનાવજો.

સામગ્રી:-

7-8 નંગ ટામેટા

2 નાના ગાજર

1 બીટ

5- 6 પત્તા પાલક

1/4 કપ ફુદીનો

1 મોટી ડુંગળી

5-6 કળી લસણ

1 નાનો આદુ નો કટકો

1 લીલું મરચું

5-6 પત્તા મીઠો લીમડો

રીત:- આ બધી સામગ્રી ને પ્રેશર કુકર માં 2 ગ્લાસ પાણી નાખી ને મઘ્યમ આંચ પર 3 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
ત્યારબાદ હેન્ડ બ્લેન્ડર થી ક્રશ કરો.

આ મિશ્રણ ને એક સ્ટીલ ની ચારણી થી ગાળી લો. હવે ફરીથી એકવાર સૂપ ની ગરણી થી ગાળી લો. જો તમે પહેલા જ સૂપ ની ગરણી થી ગાળી લેશો તો બહુ જ વેસ્ટ નીકળી જશે અને ફાઇબર પણ જતા રહશે.

એટલે પહેલાં મોટા કાણા થી અને પછી સૂપ ની ગરણી થઈ ગાળો. અડધાં ચમચા જેટલું જ છેલ્લે કચરો નીકળશે.
જરૂર લાગે તો સૂપ માં થોડું પાણી ઉમેરો.

સૂપ માં નાખવાની સામગ્રી:-

1 ચમચી કોર્નફલોર માં 2 ચમચા પાણી ઉમેરી મિક્સ કરો.
1/2 ચમચી મરી નો ભૂકો
2 ચમચા ગોળ
1 ચમચી તાજી મલાઈ
મીઠું સ્વાદાનુસાર

હવે આ ગાળેલા સૂપ ને એક તપેલા માં ગરમ કરવા મુકો. તેમાં 1 ચમચી કોર્નફ્લોર નું મિશ્રણ ઉમેરો , મીઠું અને 1/2 ચમચી મરી નો ભૂકો ઉમેરો. ત્યારબાદ ઉકાળો અને 2 ચમચા ગોળ ઉમેરી 2 મિનિટ ઉકાળો.  ગેસ બંધ કરી ને 1 ચમચી મલાઈ ઉમેરો અને બરાબર મિક્ષ કરો.

ગરમાગરમ સૂપ ને બાઉલ માં નિકાળી ને ચીઝ થી ગાર્નિશ કરી ને સર્વ કરો.
મેં આ સૂપ ને પાપડી પીઝા જોડે સર્વ કર્યો છે.
નોંધ:- તમે આ સૂપ માં દૂધી પણ ઉમેરી શકો છો.
ગોળ પણ તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછો કરી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

Exit mobile version