બાળકોને ફક્ત ચીઝ ગાર્લિક બ્રેડ જ પસંદ છે તો હવે ઘરે જ બનાવી આપો, શીખી લો સરળ રીત…

ચિઝ ગાર્લિક બ્રેડ   નામ સાંભળતા જ મોં માં પાણી આવી ગયું ને ?  ગાર્લિક બ્રેડ નાના મોટા ને સૌ ને ભાવે તેવી આઈટમ છે! બહાર રેસ્ટોરન્ટ માં તો તમે ખાધી જ હશે ! ચાલો આજે તમને ફટાફટ બની જાય અને  બહાર તેવી જ ચિઝ ગાર્લિક બ્રેડ ની રેસીપી બતાવું.

સામગ્રી:

૧ બ્રેડ લોફ

ગાર્લિક વેજ માયોનિસ

ચીલી ફ્લેકસ

ચિઝ

સૌ પ્રથમ બ્રેડ લોફ ને ફોટો માં બતાવ્યા પ્રમાણે કટ કરી લો.  ત્યાર  બાદ બ્રેડ સ્લાઈઝ ઉપર માયોનિસ લગાડી દો.

ત્યાર બાદ ઉપર ચિઝ ખમણી લો.  હવે એક નોન-સ્ટિક તવા ને ગરમ કરવા મુકો, અને ત્યાર બાદ ઘી લગાડો અને બ્રેડ ને શેકવા માટે મૂકી દો.

બ્રેડ ને કવર કરી લો , ચિઝ મેલ્ટ થાય ત્યાં સુધી રહેવા દેવી. બ્રેડ ને એકદમ ધીમા ગેસ પર શેકવી નહિ તો બળી જશે. ૨ મિનિટ જેવો સમય લાગશે ત્યાર બાદ બ્રેડ ને પ્લેટ માં લઇ ઉપર ચીલી ફ્લેકસ સ્પ્રિન્કલ કરી દો.

તૈયાર છે તમારી ચિઝ ગાર્લિક બ્રેડ  ટમેટા કેચપ સાથે માજા લો.  બાળકો સ્કૂલે થી આવે ત્યારે  અથવા તો સાંજે નાસ્તા માં પણ આ બનાવી શકો ઝડપ થી બની જશે  , ઓછી સામગ્રી જોઈશે અને ટેસ્ટ પણ બહાર જેવો જ આવશે.

આશા છે આ રેસીપી તમને પસંદ આવી હશે , એક વાર ચોક્કસ થી ટ્રાય કરજો, ફરી મળીએ નવી રેસીપી સાથે.

નિરાલી કોરાટ (અમદાવાદ )