મેલેરિયાના શરૂઆતના આ 3 લક્ષણો તમારા બાળકનો બચાવી લે છે જીવ…

બાળકોમાં મેલેરિયાના પ્રારંભિક સંકેતો કેવી રીતે ઓળખવા? આ ત્રણ તબક્કાઓ વિશે જાણી લો, ઝડપથી કરી શકશો સારવાર…

પુખ્ત વયના લોકો કરતા બાળકોની રોગપ્રતિકારક શક્તિ બહુ ઓછી વિકસિત થાય છે, જેના કારણે બાળકોને વાયરલ રોગો માટે વધુ સંવેદનશીલ હોય છે, તેમને વધુ જલ્દી આવા ચેપી રોગો લાગુ પડી જતા હોય છે. બાળકોમાં જ્યારે મલેરિયાથી અસર થાય છે ત્યારે કયા લક્ષણો દેખાય છે અને કયા સંકેતોને ખતરનાક માનવા જોઈએ આવો જાણીએ…

બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે…

બાળકોમાં પુખ્ત વયના લોકોની તુલનામાં ઓછી પ્રતિરક્ષા હોય છે, તેથી બાળકોમાં સામાન્ય રીતે કોઈપણ રોગનો ચેપ લાગવાની બીક પુખ્ત વયના લોકો કરતાં વધુ હોય છે. જે તે રોગને ધ્યાનમાં લીધા વિના, પુખ્ત વયના લોકોમાં બાળકો કરતા દરેક રોગ સામે, સહન કરવાની અને લડવાની ક્ષમતા વધુ હોય છે.

image source

મલેરિયા એ એક પ્રકારનો ચેપી તાવ છે જે મચ્છરો દ્વારા ફેલાય છે. વરસાદ પછી અને શિયાળા પહેલા આ રોગનું જોખમ ખૂબ વધી જાય છે. બાળકો મલેરિયા વાયરસથી થતા મચ્છરના કરડવાથી આ રોગનો શિકાર બને છે. લક્ષણોને માન્યતા આપીને અને યોગ્ય સમયે સારવાર શરૂ કરવાથી, મેલેરિયા સરળતાથી મટાડવામાં આવે છે. પરંતુ જો પૂરતી કાળજી ન લેવાય બેદરકારી રાખવામાં આવે તો મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. બાળકોમાં મેલેરિયા હોય ત્યારે તેના લક્ષણોને કેવી રીતે ઓળખવું તે આજે અમે તમને જણાવી રહ્યા છીએ…

આ લક્ષણોથી મેલેરિયાને પારખો..

બાળકોમાં મેલેરિયાના લક્ષણોના શરૂઆતના તબક્કે જ પારખી લેવામાં આવે તો તેને ખૂબ જ ઝડપથી મટાડી શકાય છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની જેમ મલેરિયા પણ મચ્છરના કરડવાથી થાય છે. બાળકોમાં મોટી સંખ્યામાં મેલેરિયા થાય છે.

image source

મેલેરિયાથી ચેપ લાગવાના પ્રારંભિક તબક્કામાં, બાળકો ચીડિયા થઈ જવા, તેમને થાક લાગવો અને મૂડી બની ગયા હોય એવું લાગે કે તેમનું વર્તન ઉશ્કેરાટ ભર્યું બને છે, અને તેમને ભૂખ પણ ઓછી લાગે છે અને યોગ્ય રીતે ઊંઘ ન આવવાની ફરિયાદ કરે છે. જો આ બધા લક્ષણો બાળકમાં જોવા મળે છે, તો તે સમજવું જોઈએ કે બાળકના શરીરમાં શરૂઆતી તબક્કામાં મેલેરિયા વાયરસ ફેલાયો છે.

બાળકોમાં મેલેરિયાના લક્ષણોનો બીજો તબક્કો

image source

પ્રારંભિક તબક્કે, જ્યારે બાળકને મેલેરિયાના તમામ લક્ષણોનો અનુભવ થાય છે, ત્યારે બાળકોને ઘણીવાર ઠંડી આવે છે, જેના કારણે તેઓ તાવનો શિકાર બને છે. મેલેરિયાને સામાન્ય રીતે ટાઢિયો તાવ પણ કહે છે, જેમાં દર્દીને અચાનકથી ઠંડી પડવા લાગે છે. તે વધારે શરીરમાં રહેલી ગરમીને કારણે થાય છે. તાવ દરમિયાન બાળકો ઝડપથી શ્વાસ લેવાનું શરૂ કરે છે.

તાવમાં માત્ર એક કે બે દિવસ શરીરનું તાપમાન ઊંચું રહે છે. કેટલાક કિસ્સાઓમાં, તાવ અચાનક 105 ડિગ્રી અથવા તેથી વધુ સુધી પણ જાય છે અને જ્યારે તાવ ઓછો થાય છે, ત્યારે શરીરનું તાપમાન સામાન્ય થવાનું શરૂ થાય છે અને બાળકને પરસેવો આવે છે. જ્યારે તે જ લક્ષણો જેમ કે પરસેવો, તાવ, ઠંડી બે અને ત્રણ દિવસમાં ફરીથી લાગુ પડતા થાય છે, ત્યારે સમજવું કે મેલેરિયાનો ચેપ ફરીથી બાળકના શરીરમાં ઝડપથી ફેલાય છે. તેને તાવે ઉથલો માર્યો એવું કહેવાય છે.

image source

બાળકોમાં મેલેરિયાના લક્ષણોનો ત્રીજો તબક્કો

બાળકોમાં ઉબકા આવવા, માથાનો દુખાવો થવો અને ખાસ કરીને શરીરમાં કળતર થવી, અંગ તૂટીને પીડા અનુભવવી અને પીઠનો દુખાવો થવો જેવા અન્ય લણક્ષો પણ સામાન્ય રીતે મેલેરિયાના છે. વધતા મેલેરિયાના અન્ય સમાન લક્ષણો બાળકોમાં જોવા મળે છે જે પુખ્ત વયના લોકોને પણ આ લક્ષણો દેખા દેતાં જ હોય છે.

image source

મેલેરિયા વાયરસ, માત્ર તાવ આવે અને બાળકના શરીરમાં નબળાઈ લાવે એટલું જ નથી હોતું. તિવ્ર તાવના પરિણામે તે બાળકોના કુમળા મગજ અને કિડનીને પણ અસર કરે છે. મગજમાં તેની અસરને લીધે, બાળકની ચેતના પર નોંધપાત્ર અસર થાય છે. કિડની પર અસર થવાને લીધે બાળકના પેશાબમાં બળતરા અને અસામાન્ય રીતે પ્રમાણ ઓછું થઈ શકે છે.

લક્ષણો મુજબ નિદાન થયા પછી શું કરવું?

image source

તાત્કાલિક, લોહીનું પરિક્ષણ કરાવવું જોઈએ અને સારા પેડિયાસ્ટ્રીકને બતાવીને તેમણે જણાવેલ સારવાર જેમ બને તેમ જલ્દી કરાવવી જોઈએ. બાળકને હળવો આહાર આપવો, બને તો માત્ર દાળનું ઓછા મસાલાવાળું પાણી, ફળો, નારિયેલ પાણી અને લીંબુંના પાણી પીવરાવતા રહેવું. તેને જેમ બને તેમ પેશાબ છૂટથી આવે એ પ્રકારે લીક્વીડ ખોરાક જ અપવો. પેટ ભારે ન થાય એની કાળજી રાખવી જોઈએ. તાવ ઉતરી જાય છે કે વધુ ચડે છે, એ જોતાં રહેવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ