બાળકને રડતુ જોઇને ડ્યુટી પર હાજર નર્સે કરાવ્યુ સ્તનપાન, કોરોનાના ભયથી દૂધ ન પીવડાવી શકી હતી માતા

ભારત દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી માર્ચ મહિનાના અંતમાં પોતાના ડગ માંડવા લાગી હતી. કોરોના વાયરસ સંક્રમણની મહામારી હજી પણ સમાપ્ત થઈ નથી. ત્યારે કોરોના વાયરસ સંક્રમણના કારણે ખુબ જ ઊંડી અસરો જોવા મળી રહી છે.

image source

એકાએક લોકડાઉન લાગુ થવાના કારણે બધા જ પ્રવાસી મજૂરો જુદા જુદા રાજ્યોમાં ફસાઈ ગયા હતા ત્યારે આવા સમયમાં પણ કેટલીક ગર્ભવતી મહિલાઓએ પોતાના બાળકને જન્મ આપ્યો છે. ત્યારે આજે અમે આપને એક માતાની મજબુરી વિષે જણાવીશું.

image source

આ માતાની મજબુરી પણ કેવી પોતાના જ નવજાત બાળકને જન્મ પછી સ્તનપાન કરાવી શકી નહી. ચાલો જાણીએ આ માતાની મજબુરી વિષે કેવી મજબુરી આવી કે એક માતા નવજાત બાળકને સ્તનપાન કરાવી શકી નહી.

image source

આ ઘટના પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં આવેલ આર.જી. કર હોસ્પિટલમાં આ ઘટના બની છે. આર.જી. કર હોસ્પિટલમાં એક નવજાત શિશુને તેની માતાએ જન્મ આપી દીધા પછી સ્તનપાન કરાવી શકી નહી. ત્યારે આર.જી. કર હોસ્પિટલમાં પોતાની ફરજ નિભાવી રહેલ નર્સ ઉમા અધિકારીએ આ બાળકને સ્તનપાન કરાવવા લાગે છે.

image source

આ રીતે એક નર્સએ અન્ય નવજાત શિશુને સ્તનપાન કરાવીને માણસાઈનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. કોલકાતાની આર.જી. કર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના લેબર પોસ્ટ ઓપરેટીવ વોર્ડમાં પોતાની ડ્યુટી પર હાજર ઉમા અધિકારી પણ થોડાક સમય પહેલા જ માતા બની છે.

image source

નર્સ ઉમા અધિકારી કહે છે કે, આ નવજાત શિશુની માતાએ પોતાના બાળકને સી- સેક્શન દ્વારા બાળકને જન્મ આપ્યો હોવાથી આ બાળકની માતા સી- સેક્શનમાં હોવાના કારણે નવજાત શિશુને સ્તનપાન કરાવી શકી હતી નહી. ત્યારે આ નવજાત બાળક ભૂખના કારણે રડવા લાગ્યું અને ઉમા અધિકારી આ નવજાત બાળકને રડતા જોઈ શકી નહી અને નર્સ ઉમા અધિકારીએ આ બાળકને સ્તનપાન કરાવવા લાગે છે.

image source

પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરની આર.જી. કર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં બનેલ આ ઘટના બની છે તેવી કેટલીક ઘટના દેશના અન્ય ભાગમાં પણ જોવા મળી છે.

કારણ કે, કોરોના વાયરસ સંક્રમણથી કેટલીક ગર્ભવતી મહિલાઓ પણ સંક્રમિત થઈ હોવાથી આ મહિલાઓએ પોતાના નવજાત શિશુને સ્તનપાન કરાવી શકી હતી નહી. ઉપરાંત ઘણી ગર્ભવતી મહિલાઓએ પોતાના નવજાત બાળકને પહેલીવાર પોતાના ખોળા લઈને જોવાને બદલે મોબાઈલ ફોન પર વિડીયો કોલિંગની મદદથી જોઈ શકી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ