બાળકને થતી દાંતના દુખાવાની ફરિયાદ પર ડોક્ટરે તપાસ્યું મોઢું, મોઢામાં હતા 526 દાંત…

સાત વર્ષના બાળકના મોંમાંથી નીકળ્યા ૫૨૬ દાંત… સૂજેલું ઝડબું જોઈને ડોક્ટરે ઓપરેશન કરવું પડ્યું… દાંતના દુખાવાની બાળકની ફરિયાદ જોતાં બતાવ્યું ડોક્ટરને તો ખ્યાલ આવ્યો, મોંમાં ૫૨૬ નાના નાના દાંત છે! જાણો શું વિત્યું આ સાત વર્ષના બાળક સાથે…

સાત વર્ષના બાળકની શસ્ત્રક્રિયા કરીને ૫૨૬ દાંત દૂર કરવા પડ્યા. દાંતમાં દુખાવાને લીધે સોજો આવવાને લીધે દર્દથી ત્રાસી ગયેલા બાળકના જડબામાં રહેલા દાંતને કાઢવા માટે કરવું પડ્યું હતું ઓપરેશન. ત્યારે ખ્યાલ આવ્યો કે તેના મોંમાં નાના નાના ૫૨૬ દાંત ઝડબાંમાં ગોઠવાયેલા હતા જેને તેઓ બહારથી જોઈ શકતા નહોતા.


તામિલનાડુની રાજધાની ચેન્નઇમાં સાત વર્ષના બાળકના મોંમાંથી ૫૨૬ દાંત કાઢી નાખવામાં આવ્યા. આખી ઘટના આશ્ચર્યજનક રીતે બહાર આવી છે, આ દાંત જડબાના હાડકા સાથે એવી રીતે જોડાયેલા હતા કે તે બહારથી દેખાતા પણ નહોતા. દંત ચિકિત્સકોએ શસ્ત્રક્રિયા દ્વારા ૫૨૬ દાંત દૂર કર્યા, હવે આ બાળકના મોંમાં કુલ ૨૧ દાંત બાકી છે. આનંદની વાત તો એ છે કે શસ્ત્રક્રિયા પછી, હવે બાળકના જડબા અને આખા મોંમાં દુખાવો પણ થતો પણ બંધ થયો છે. આજે બુધવારે મીડિયા સામે બાળક રવિન્દ્રને લાવવામાં આવ્યો ત્યારે જણાવ્યું કે હવે તેને ખૂબ જ સારું છે. ઓપરેશન બાદ થોડો સોજો છે પરંતુ જલ્દી જ રૂઝ આવી જશે અને દુખાવો પણ મટી જશે.

બાળકને શસ્ત્રક્રિયા માટે તબીબોએ કલાકો સુધી સંઘર્ષ કરીને સમજાવવા પ્રયત્ન કરવો પડ્યો હતોઃ


સવિતા ડેન્ટલ કોલેજના ડોક્ટરોએ જણાવ્યું હતું કે રવિન્દ્રના માતાપિતાએ શસ્ત્રક્રિયા માટે રાજી કરવા માટે કલાકો સુધી પ્રયત્ન કરવો પડ્યો હતો. પરંતુ બાળકને શસ્ત્રક્રિયા માટે રાજી કરવામાં ઘણા કલાકો લાગ્યાં હતાં. બાળકને મનાવ્યા પછી શસ્ત્રક્રિયા શરૂ થઈ, આ સર્જરીને સફળતાપૂર્વક કરવા પાંચ કલાકનો સમય લાગ્યો. કોલેજના ડોક્ટર સેંથિલાનાથને કહ્યું, “આ શસ્ત્રક્રિયા ક્ષેત્રે એક અગત્યની સિદ્ધિ છે.” જો કે, શસ્ત્રક્રિયા બાદ પણ, ડોક્ટર્સ કહી શક્યા નહીં કે આ રોગ કયા કારણોસર થયો છે. ડોકટરોએ કહ્યું કે મોબાઇલ ટાવરના રેડિયેશન અને આનુવંશિક કારણોને કારણે આવું થઈ શકે છે.

ત્રણ વર્ષની ઉંમરે, જમણા ગાલમાં દુખાવાની સમસ્યાનો ખ્યાલ આવ્યો હતોઃ


મળતી માહિતી મુજબ, જ્યારે રવિન્દ્ર ત્રણ વર્ષનો હતો, ત્યારે તેના પરિવારના લોકોને જમણા ગાલ પર સોજો જોવા મળ્યો હતો. રવિન્દ્રના પિતા એસ પ્રભુદાસ કહે છે, “અમે તેમને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાંના લોકો રવિન્દ્રને શસ્ત્રક્રિયા કરાવવા માટે સમજાવી શક્યા નહોતા. અમે તેના પર વધારે ભાર મૂક્યો ન હતો, કારણ કે તે પછી તે માત્ર એક નાનો વર્ષનો બાળક હતો.”

એક્સ-રે અને સીટી સ્કેન પછી દાંતની સ્થિતિ સ્પસ્ટ દેખાઈઃ


દાંતમામ દુખાવો વધતાં જ રવિન્દ્ર અને તેનો પરિવાર સવિતા ડેન્ટલ કોલેજ પહોંચ્યો હતો. એક્સ-રે અને સીટી સ્કેન જેવા પરીક્ષણો પછી, જડબાની નીચે ઘણા નાના દાંત છે. રવિન્દ્રના પરિવારજનોને શસ્ત્રક્રિયા માટે તૈયારી કર્યા પછી, શસ્ત્રક્રિયા માટે ૧૧મી જુલાઈનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. ડો. સેન્તિલાન કહે છે, “સર્જરી જરૂરી હતી. અમે દાંતના હાડકાંને કાપવાને બદલે ઉપરથી નીચે સુધી પ્રક્રિયા કરીને દાંતને સફળતાથી કાઢવા પ્રયત્ન કર્યો છે. સારી વાત એ છે કે રવિન્દ્રના જડબાની સ્થિતિ સારી કરવા માટે હવે કંઈ વધારે ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી.”

મુંબઇના છોકરાના મોંમાંથી ૨૩૨ દાંત કાઢવામાં આવ્યા હતાઃ


આ શસ્ત્રક્રિયા વિશે ડો.પ્રતિભા રામાણીએ કહ્યું કે તેઓએ ક્યારેય કોઈના મોંમાં આટલા બધા દાંત જોયા નથી. અહેવાલો અનુસાર, ૨૦૧૪માં મુંબઈના એક છોકરાના મોંમાંથી ૨૩૨ દાંત કાઢવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે વય પ્રમાણે રવિન્દ્રના મોંમાં કાયમી દાંત પણ આવતા હતા. ડો. પ્રતિભાએ કહ્યું કે રવિન્દ્રના જમણા જડબાના નીચલા ભાગમાં બે દાંત આવી શકશે નહીં, પરંતુ આ માટે તે ૧૬ કે ૧૭ વર્ષનો થશે ત્યારે ઇમ્પ્લાન્ટ થેરેપી ટ્રીટમેન્ટ લઈ શકે છે. આ ક્ષણે, રવિન્દ્રના કેસની જેમ જો દાંત કાઢવામાં આવે તો ફરીથી દાંત સ્વસ્થ થવાની ખૂબ જ ઓછી સંભાવના છે, કે તે ફરીથી કુદરતી રીતે ઊગતા પણ નથી. પરંતુ આના કારણે શું થયું તે ડોકટરો કહી શક્યા નથી. આ કેસના સ્ટડીના હિસાબે આ કોલેજે મોબાઇલ ટાવરની આસપાસ રહેતા ૨૫૦ લોકોના દાંત વિશે માહિતી એકઠી કરી છે. ડો. પ્રતિભાએ કહ્યું કે ઓછામાં ઓછા ૧૦% લોકો એવા છે જેમના કોષોમાંમાં પરિવર્તન જોવા મળ્યું છે. આ ફેરફારો ઘણા પ્રકારના રોગો તરફ દોરી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ