બાળકને મધ નથી ચટાડતાં તમે? તો થઈ શકે છે તેને ગંભીર બીમારી…

નાનાબાળકને કે જન્મેલાં બાળકને મધ ચટાડવાનો રીવાજ હવે બંધ થયો છે. જાણો તેની પાછળ છે એક એવી બીમારી જેના વિશે જાણો. બાળકને મધ નથી ચટાડતાં તમે? તો થઈ શકે છે તેને ગંભીર બીમારી… ૬ દિવસના જન્મેલા શિશુથી લઈને ૧ વર્ષના બાળકને મધ ન આપવું જોઈએ. તેના સ્વાસ્થ્ય માટે થઈ શકે છે હાનિકારક.

આપણે આજ સુધી મધના અનેક ગુણો વિશે જાણ્યું છે. વજન ઘટાડવા માટે અને ચહેરાની ચમક જાળવી રાખવામાં મધનો ઉપયોગ ઉત્તમ છે. ઉનાળાની ગરમીમાં મધનું પાણી શક્તિ અને ઠંડક આપે છે. મધની કુદરતી મીઠાશને લીધે જેમને હાઈ શુગર કે હાઈ બ્લડ પ્રેશર હોય તેમને નેચરલ સ્વીટ સપ્લીમેન્ટ તરીકે થોડી માત્રામાં ખાંડ કે ગોળને બદલે લેવાતું હોય છે.

પરંતુ હાલમાં એક એવું મેડિકલ સ્ટડીમાંથી જાણવા મળ્યું છે કે મધ સાવ નવાં જન્મેલાં બાળક માટે અને ૧ વર્ષ સુધીના બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આ વિશે આપણાંમાંથી ઘણાં લોકો આ વિશે નથી જાણતાં હોતાં જેથી આજે અમે આ બાબતે જરૂરી માહિતી એકઠ્ઠી લઈને આવ્યાં છીએ.

આપણાંમાં જન્મેલાં બાળકને મધ કે ગળપણવાળો ગોળનું પાણી ચટાડવાનો રીવાજ હોય છે. જેને ગળથૂંથી પણ કહેવાય છે. હાલમાં અનેક જગ્યાએથી સાંભળવા મળ્યું છે કે ડોક્ટર્સ જન્મજાત બાળકોને મધર્સ મિલ્ક સિવાય બહારનું પાણી પીવરાવવાની પણ છૂટ નથી આપતા હોતા. તેની પાછળનું એક કારણ છે, એક ખાસ પ્રકારનો બેક્ટેરિયા. જે બાળકના પેટમાં વિકાસ પામીને તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરતું હોય છે. તેનું નામ છે; ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ.

ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ એવો બેક્ટેરિયા છે જે મધ કે ગળપણવાળા મીષ્ઠાન્નની ચાસણીમાંથી ઉત્પન્ન થાય છે. ઇન્ફેન્ટ બોટ્યુલિઝમ નામનો રોગ થાય છે આ બેક્ટેરિયાને લીધે. જે બાળકના સ્વાસ્થ્યને વધારે નુક્સાન કરે છે. આવો જાણીએ આ બીમારી શું છે અને તેના લક્ષણો કેવા છે?

ઇન્ફેન્ટ બોટ્યુલિઝમ શું છે?

ઇન્ફેન્ટ બોટ્યુલિઝમ બેક્ટેરિયા બાળકના પેટમાં આનો પગપેસારો થાય છે. તે પેટમાં જઈને વૃદ્ધિ પામે છે અને બાળક માંદુ પડતું હોય છે. કહેવાય છે કે મધ કે મીઠાઈની ચાસણી જેવી કોઈ મીઠી વસ્તુ પેટમાં જવાથી તે વધારે ઉત્પન્ન થઈ શકે છે. જો તેનો સમયસર ઉપયોગ ન થાય તો એપીલેપ્સી એટલે કે વાઈ આવવી કે શ્વાસની તકલીફ થાય છે. કેટલાક ગંભીર કેસમાં બાળકનો જીવ જવાનો ભય રહે છે.

કેટલી ઉમરના બાળકને થઈ શકે છે આ બીમારી?

ઇન્ફેન્ટ બોટ્યુલિઝમ બેક્ટેરિયાને લીધે બાળક મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. આમાં બાળક ૬ સપ્તાહનું હોય ત્યારથી લઈને તે એક વર્ષનું ન થઈ જાય ત્યાં સુધી તેની કાળજી રાખવાનું રહે છે. એજ કારણ છે કે બાળકોના નિષ્ણાંત ડોકટરો નવજાત બાળકને મધ આપવાની મનાઈ કરે છે. તેથી તાજા જન્મેલા છ દિવસના બાળકથી લઈને તે એક વર્ષનું ન થાય ત્યાં સુધી આ બાબતે કાળજી લેવાનું ચેતવાય છે.

ઇન્ફન્ટ બોટ્યુલિઝમના પ્રકારો

-ફૂડબોર્ન બોટુલિઝમ (બોટુલિઝમ જે ખોરાકની વસ્તુઓ દ્વારા ફેલાય છે)

– વુન્ડ બોટ્યુલિઝમ (બોટુલિઝમ જે બાળકના શરીર પર થતા ઘા દ્વારા ફેલાય છે)

બોટ્યુલિઝમના ચિન્હો અને લક્ષણો

બાળકમાં જો વારંવાર કબજિયાત, અસ્વસ્થતા અથવા ઉદાસી, ભૂખ લાગવામાં ઘટાડો અનુભવાય, કે શ્વાસ લેવામાં તકલીફ જણાય. બાળકના અંગોમાં અકારણ સોજો આવતો જણાય અને તેને બોલવામાં તકલીફ પડતી લાગે તો તે આ બીમારીના લક્ષણો હોઈ શકે.

ઇલાજ

ડોક્ટરો દ્વારા બ્લડ, યુરિન અને ટૂલ્સનું ટેસ્ટ કરાવ્યા બાદ યોગ્ય નિદાન થાય છે. આ બેક્ટેરિયાના લક્ષણો જણાયા બાદ જો તે મળ, મૂત્ર કે લોહિમાં તેની હાજરી જણાય તો તેને લગતી તબીબી સારવાર સારા બાળકોના નિષ્ણાંત ડોક્ટર પાસે જ કરાવવી જોઈએ.

વ્યસ્કોમાં તે કેમ લાગુ નથી પડતું?

મધ કે મીઠાઈ દ્વારા જો આ બેક્ટેરિયા ઉત્પન્ન થઈને શરીરને નુક્સાન પહોંચાડતું હોય તો એક પ્રશ્ન થાય છે કે કેમ તે જન્મજાત બાળકમાં જ તે મુશ્કેલી ઊભી કરે છે? તેની અસર વયસ્ક લોકોમાં કેમ નથી થતી? ત્યારે અમે આપને જણાવીએ કે મધનું એક નાનું ટીપું પણ શિશુના આંતરડાંમાં જાય તો તે ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ એક્ટિવ થઈ જાય છે. જ્યારે મોટાંઓના શરીર પર તેની અસર થતી નથી. આ એક પ્રકારનો ટોક્સિક છે જેની સામે નાનું બાળક પ્રતિકાર કરવા માટે સક્ષમ હોતું નથી.

બાળકના જીવને જોખમ

જો વધુ પ્રમાણમાં શરીરમાં આ બેક્ટેરિયા ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ કાર્યરત થઈ જાય તો બાળકનું શ્વસનતંત્રા ખોરવાઈ જાય છે અને તેના જીવને જોખમ પણ થઈ શકે છે. એવું નથી કે માત્ર મધ કે મીષ્ઠાન્નથી બનેલ ખાદ્ય વસ્તુથી જ આ બેક્ટેરિયા સક્રિય થાય છે. ધૂળ માટી કે પ્રદૂષિત વાતાવરણમાં વધુ સમય રહેતું બાળક પણ આ બીમારીનો શિકાર થઈ શકે છે. જેથી તેની આસપાર યોગ્ય સ્વચ્છતા અને હાજિનિક વાતાવરણ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ