સ્તનપાન કરાવતી વખતે માતાએ ના ખાવી જોઇએ આ વસ્તુઓ, જાણો કેમ

તમારા બાળકને સ્તનપાન કરાવતી વખતે આ ચીજવસ્તુઓ બિલકુલ ખાવી જોઈએ નહીં, તેના કારણ અને અસર વિશે જાણો.

બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ એ તેમના આહારની વિશેષ કાળજી લેવી પડે છે. જો તે કંઈક એવી ચીજવસ્તુ ખાઈ લે છે જે તેને ન ખાવી જોઈએ, તો તે તેના બાળકના સ્વાસ્થ્યને અસર કરે છે. તમારું બાળક બીમાર પણ થઈ શકે છે, તેથી સ્ત્રીઓને બાળકને સ્તનપાન કરાવતા પહેલા તેમના ખોરાક વિશે ખૂબ કાળજી લેવી જોઈએ.

image source

ખરેખર, આ એકદમ સાચું છે કે સ્ત્રીઓને સગર્ભા થયા પછી અને ગર્ભવતી થતા પહેલાં તેના આહાર વિશે ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે આ સમય દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થાય છે. તો ચાલો જાણીએ સ્તનપાન કરાવતી મહિલાઓએ કઈ ચીજોવસ્તુઓ ન ખાવી જોઈએ.

ડિલિવરી પછી મહિલાઓને ઘણી ચીજવસ્તુઓ પ્રત્યે પરહેજ હોય છે. તેમને હળવો ખોરાક આપવામાં આવે છે અને એ ખાસ કાળજી પણ લેવામાં આવે છે કે વધુ મસાલેદાર તીખું અને મરચાં વાળો ખોરાક આપવામાં ન આવે. કારણ કે નવજાત શિશુને માત્ર માતાના દૂધ દ્વારા જ પોષક ખોરાક મળતો હોય છે અને માતાનું સ્વાસ્થ્ય જેટલું સારું રહેશે તેટલું જ બાળકનું આરોગ્ય સારું જળવાય રહેશે.

image source

જો તમે નવજાત શિશુને સ્તનપાન કરાવતા હોવ તો તમારે ચા અને કોફીનું પ્રમાણ મર્યાદિત પ્રમાણમાં લેવું જોઈએ. નવજાત શિશુ ના જનમ પછી થોડા દિવસો સુધી હળવું ભોજન લો અને મરચું-મસાલેદાર અને તેલયુક્ત ચીજો ટાળો.

આ સમય દરમિયાન, તમારે મહત્તમ ફળ અને શાકભાજી લેવા જોઈએ. દરેક સ્ત્રી એ બાળકને જન્મ આપ્યા પછી દરરોજ ઓછામાં ઓછા બે બાઉલ ફળ ખાવા જ જોઇએ. આ સમય દરમિયાન, સ્ત્રીઓએ કેળા, કેરી, જરદાળુ, સૂકા પ્લમ, નારંગી, દ્રાક્ષ, તરબૂચ અને સફરજન જેવા ફળ ખાવા જોઈએ.

image source

સ્તનપાન કરાવતી મહિલાઓએ ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. સ્તનપાન કરાવતી મહિલાઓએ કાકડી, તજ, કાળા મરી અને માછલી ન સેવન ન કરવું જોઈએ. તેમજ, લસણ પણ ન ખાવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ