બાળકીને અપહરણ કરીને લઇ ગઈ હતી એક મહિલા, વાંચો કેવીરીતે શોધી અને તેના માતા પિતાને સોંપી…

બોલીવુડ એક્ટર સલમાન ખાનની એ ફિલ્મ તો તમને યાદ જ હશે જેમાં તેઓ બજરંગી ભાઈજાન બનીને એક નાનકડી બાળકી કે જે પાકિસ્તાનથી ભૂલથી અહિયાં રહી ગયી હોય છે, તેને સલમાન એટલે કે બજરંગી ભાઈજાન એ મહામુસીબતથી અને ઘણી મહેનતથી પછી તેના ઘરે તેના માતા પિતા પાસે પહોચાડી આપે છે. બસ આવું જ કઈક બન્યું છે આપણા અસલી જીવનમાં. વાત છે મુંબઈના પોલીસના અગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં કામ કરી રહેલ પીએસઆઈ અમિત બાબરની. આમાં એવું છે કે આ કેસમાં બાળકી એ કોઈ બીજા દેશની નહતી.

અમિત માટે કોઈપણ પુરાવા વગર એક ત્રણ વર્ષની છોકરીને શોધવી એ બહુ મુશ્કેલ ભર્યું કામ હતું. આમ છતાં પણ તેમણે એ બાળકીને શોધી અને તેના પરિવારને સોંપી હતી. અમિતે આ ઓપરેશન “મુસ્કાન”ના પ્રશિક્ષણ દરમિયાન તેમણે શીખેલી દરેક વાતોને ધ્યાનમાં રાખી અને ૧૬ ડીસેમ્બરની સાંજે સવા છ વાગે કેસ તેમની પાસે આવ્યો પછી તેઓ લગનથી એ બાળકીની શોધમાં લાગી ગયા. અમિત જણાવે છે કે એ બાળકી એ બરોબર બોલી શકતી નથી એટલા માટે તેને શોધવી એ બહુ મુશ્કેલીભર્યું કામ હતું સાથે સાથે એ કામ એ જોખમવાળું પણ હતું.

૧૬ ડીસેમ્બરથી એ બાળકી ખોવાઈ ગઈ હતી. જયારે આ કેસ આમની પાસે આવ્યો ત્યારે તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ આ બાળકીને તેના માતા પિતા સુધી જરૂર મળાવીશું અને તેમના ચહેરા પણ “મુશ્કાન” લાવીશું. તેમણે ભાઈખલા સ્ટેશન સ્ટેશન કે જ્યાંથી બાળકીનું અપહરણ થયું હતું. ત્યાંથી તેનું અપહરણ એ સવા ૨ વાગે થયું હતું. ત્યાંથી જ તેમણે તેની તલાસ શરુ કરી. થોડા પ્રૂફથી તેઓ ત્યાંથી કલ્યાણ જાય છે અને પછી ત્યાંથી પુણે જવા માટે રવાના થાય છે. પણ ત્યાં પણ બાળકી મળતી નથી.

૧૭ ડીસેમ્બરની રાત્રે તેઓ પરત મુંબઈ આવે છે. કેસને ફરીથી નવેસરથી શોધ શરુ કરે છે. ત્યાં એક જગ્યાએ એક મહિલાના હાથમાં એક બેગ દેખાય છે. બેગ કોણે ખરીદી છે તેની તપાસ કરી તો ભાયખલા બજારમાં એક બેગની દુકાન મળી. દુકાનદાર પાસેથી મળેલ માહિતી લઈને તેઓને એક સંદિગ્ધની ખબર નીકાળે છે. એ મહિલા એ આંધ્રપ્રદેશ જવાવાળી ગાડીમાં બેસીને ચાલી ગઈ હતી.

અપાહિજ કરીને ભીખ માંગવાવાળી બનાવવાવાળા લોકો પર કરી શંકા,

અમિત એ મુંબઈથી આંધ્રપ્રદેશ જવા માટે નીકળે છે અને ત્યાં સ્થાનીય પોલીસની મદદથી એક સંદિગ્ધ મહિલાની મદદથી બીજી એક મહિલાની માહિતી મળી. આ મહિલાના સંબંધો એ તેમને હૈદરાબાદ નહિ પણ પુણે જવાની માહિતી મળી. રસ્તામાં તેમને ડર લાગે છે કે કદાચ એ બાળકી એ કોઈ અંગ કાઢી નાખવાવાળાના હાથમાં ના આવી હોય તો સારું. પછી પુણે જઈને તેમને એ મહિલા મળે છે જેનું નામ શકીના હોય છે, તેને પોતાના ઘરમાં એ બાળકીને સંતાડીને રાખી હોય છે.

પ્રતીકાત્મક ફોટો

નિસંતાન દંપતીએ ચોરી કરી હતી આ બાળકી,

શકીના જણાવે છે કે એ કોઈ એવી મહિલાને બાળકીને આપવાની હતી જેને બાળકની ચાહત હોય. આના માટે તે અવારનવાર મુંબઈ, પુણે, આંધ્રપ્રદેશ સહીતની અનેક જગ્યાઓએ ભટકી હતી. અમિતે જણાવ્યું કે લગભગ ૮ દિવસ પછી બાળકી એ તેના માતા પિતાને સોપવામાં આવી. તેના માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ હતા.