જલ્સા કરોને જેંતીલાલ

દીકરીના મોઢામાં ડાઘ જોઈ માતા તરત જ ડોક્ટર પાસે દોડી ગઈ…રહસ્ય જાણી માતા પોતાનો આ અનુભવ સોશિયલ મિડિયા પર શેયર કર્યા વગર ના રહી શકી..

માતાપિતાનો જીવ તેમના સંતાનમાં વસેલો હોય છે જો તેમને કંઈ થાય તો માતાપિતાનું કાળજુ હાથમાં આવી જાય.

મા-બાપને પોતાના બાળકો ખુબ જ વાહલા હોય છે. તેઓ પોતાના છોકરાને એક નાનકડી ઠેસ પણ નથી વાગવા દેતા. અને તેવા સંજોગોમાં જો બાળકને કંઈ થઈ જાય તો બાળક કરતા વધારે કપરી સ્થીતી માતાપિતાની હોય છે.

આપણી આસપાસ અને ઘણી વાર આપણી સાથે પણ એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને હંમેશા ચેતતા રહેવાનું સૂચન કરતા હોય છે. ખાસ કરીને બાળક માટે. ઘણીવાર બાળક કંઈક ગળી ગયું હોય અથવા બાળકે ખોરાકનો મોટો ટુકડો ગળી લીધો હોય અને તે ગળામાં અટકી ગયો હોય.

અથવા નહીં ખાવાની વસ્તુ ખાઈ લીધી હોય ત્યારે ખરેખર પરિસ્થિતિ બગડવાની સંભાવના રહેલી હોય છે. અને બીજી વાર આપણે આપણા બાળક પર વધારે ધ્યાન આપીએ છીએ અને તેના માટે જોખમી વસ્તુઓ તેના કરતાં જોજનો દૂર રાખીએ છીએ.

તેમ છતાં આવું કંઈ થાય એટલે તરત જ આપણે ડોક્ટર પાસે તે જ ઘડીએ દોડી જતા હોઈએ છીએ. અહીં પણ આ માતા સાથે એવું જ થયું છે.
ડેરીયાના ડેપ્રેટા નામની મહિલા પેતાના રોજીંદા કામમાં વ્યસ્ત હતી અને તેની દીકરી રમકડા સાથે રમી રહી હતી. ડેરીયાના આવી ત્યારે તેની દીકરી રમકડાના એક ખોખામાં બેસીને રમી રહી હતી. અને તેની માતા તેને ઉઠાવે તેની રાહ જોઈ રહી હતી.

ડેરીયાનાએ જેવી પોતાની દીકરી ઉંચકી કે તરત જ તેનું ધ્યાન તેના મોઢામાં ગયું. તેણે જોયું કે તેના તાળવા પર એક મોટો કાળો ધબ્બો પડ્યો હતો. તે જોઈને તેણી ખુબ જ ગભરાઈ ગઈ. તેણે તે ડાઘાનું કારણ જાણવા ખુબ પ્રયાસ કર્યો પણ તે જાણી ન શકી. છેવટે તેણે બાળકીના ડોક્ટરને ફોન કર્યો.

ડોક્ટરે મોઢામાં ડાઘો જોઈને કહ્યું કે તે તેણીનો બર્થમાર્ક હશે, બીજું કંઈ ના હોઈ શકે. કારણ કે તેમણે પહેલાં તો આવું કશું જ કોઈ બાળકના મોઢામાં નહોતું જોયું. પણ માતાને ખબર હતી કે તેવો કોઈ બર્થમાર્ક તેની દીકરીના મોઢામાં નહોતો. માટે તેણી ઓર વધારે ગભરાઈ ગઈ.

છેવટે ડેરીયાના બીજા ડોક્ટર બાસે પોતાની દીકરીને લઈ ગઈ. તે દવાખાને પહોંચે ત્યાં સુધીમાં તો તે ડાઘ થોડો આછો થઈ ગયો. નર્સે બાળકીના તાળવા પર લાગેલા તે ડાઘને કાઢવાનો પ્રયાસ કર્યો તો તે તરત જ સાફ થઈ ગયો અને તેણીના હાથમાં આવી ગયો. તેણીએ જોયું તો તે બીજું કંઈ નહીં પણ કાર્ડબોર્ડનો ટુકડો હતો. જે તેની દીકરી ચાવતી હશે અને ચાવતા ચાવતા તેના તાળવે ચોંટી ગયો હશે.

ડેરીયાનાને એક સાથે રડવું પણ આવ્યું અને હસવું પણ આવ્યું. રડવું એટલા માટે આવ્યું કે તેણીને હાશ થઈ કે તેની દીકરીને કોઈ ગંભીર બીમારી નહોતી અને હસવું તેને પોતાની મુર્ખામી પર આવ્યું.

અને આ જ કારણસર ડોરિયાનાએ પોતાની સાથે બનેલી આ ઘટનાને પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેયર કરી.

તેણીની આ પોસ્ટને અત્યારસુધીમાં 15 હજારથી પણ વધારે લાઈક મળી છે અને તેને કેટલીએ વાર શેયર પણ કરવામાં આવી છે.તો તમે પણ હવે ધ્યાન રાખજો. બાળકો જ્યારે રમતા હોય ત્યારે સતત તેમના પર નજર રાખવી. આ તો સામાન્ય કાર્ડબોર્ડનો ટુકડો હતો પણ જો કોઈ સોલીડ વસ્તુ હોત તો બાળકીની શું હાલત થઈ હોત.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version