બાળકને ઉલટી થાય તો તુરંત અજમાવો આ ઘરગથ્થુ નુસ્ખો, થઇ જશે તરત રાહત

મિત્રો, બાળકને ઉલટી થવી તે સામાન્ય છે અને વાયરસ, માંદગી અથવા ફૂડ પોઇઝનિંગને કારણે બાળકને ઉલટી થઈ શકે છે. જો બાળકને વારંવાર ઉલટી થતી હોય તો તે ચિંતાનો વિષય છે. બાળકોને ઉલટી થવાથી બચાવવા માટે આજે આપણે અમુક ઘરેલુ ઉપચારો વિશે માહિતી મેળવીશુ. તો ચાલો જાણીએ.

આદુ અને મધ :

image source

ઉલટીની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે આદુ અને મધ ખૂબ જ અસરકારક છે. આદુનો નાનો ટુકડો લો અને તેને છીણી લો. ત્યારબાદ તેના રસમા મધના થોડા ટીપાં ઉમેરો અને દિવસમા બે થી ત્રણ વખત બાળકને ખવડાવો. આદુનો રસ અને મધ ઉબકાથી બચાવે છે અને પાચનને બરાબર રાખવામાં મદદ કરે છે.

આદુનો રસ :

image source

જો નાના બાળકને ઊલટી થાય છે તો ફુદીનાનો રસ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ વસ્તુ પણ નાના બાળકોમા ઊલટી અને ઉબકા રોકવા માટે ખૂબ જ અસરકારક છે. અમુક ફુદીનાના તાજા પાન લો અને તેનો રસ બહાર કાઢો. એક ચમચી ફુદીનાના રસમા એક ચમચી લીંબુનો રસ ઉમેરો. આ સિવાય તમે સ્વાદ વધારવા માટે તમે તેમાં થોડુ મધ પણ ઉમેરી શકો છો.

ભાતનુ પાણી :

ઉલટીની સમસ્યા અટકાવવા માટે ચોખાનુ પાણી ખુબ જ સારું છે. આ પાણી તૈયાર કરવા માટે બ્રાઉન ચોખાને બદલે સફેદ ચોખા વાપરો. એક કપ ચોખા લો અને તેને બે કપ પાણીમા ઉકાળો. જ્યારે પાણી અડધો બાકી રહે ત્યારે તેને ઠંડુ થવા દો. હવે આ પાણીને ગાળી લો અને બાળકને ખવડાવો.

એલચી અને લવિંગ :

image source

ઉલટીની સમસ્યાથી બચવા માટે આ બંને પણ એક અસરકારક ઘરગથ્થુ ઉપાય છે. અડધી ચમચી ઇલાયચીના દાણા પીસી લો અને તેમા થોડી સુગર ઉમેરો અને બાળકને ખવડાવવુ. આ મિશ્રણથી બાળકને ઉલટી થવાથી રાહત મળશે. પાચનમા સુધારો કરવા અને ઉલટી થવાથી બચવા માટે પણ લવિંગ વધુ સારુ છે. તમે એક કપ પાણીમા થોડુ લવિંગ ઉમેરો અને તેને ઉકાળો.આ પાણીમાં એક ચમચી મધ ઉમેરો અને બાળકને ખવડાવો, જેથી આ સમસ્યામાંથી મુક્તિ મળે.

વરિયાળી :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટિમાઇક્રોબાયલ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે બાળકોમાં ઉબકા અને ઉલટી અટકાવવાનું કાર્ય કરે છે. જો તમે એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉમેરો અને તેને ૫-૧૦ મિનિટ સુધી ઉકાળો અને જ્યારે પાણી ઠંડુ થાય છે ત્યારે તેને ફિલ્ટર કરો અને બાળકને ખવડાવો અને આ પાણી બાળકને દિવસમા ૩-૪ વખત આપો તો આ સમસ્યા તુરંત દૂર થાય છે

એપલ સીડર સરકો :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો સમાવિષ્ટ હોય છે જે ઉબકા અને ઉલટીને અટકાવે છે. જો તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી સફરજન સીડર સરકો અને મધ મિક્સ કરો અને તેનુ સેવન કરો તો તમને આ ઉલ્ટીની સમસ્યામાંથી રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત