બાળકોને તાવ હોય અને સાથે જમતા ના હોય તો પેરેન્ટ્સ થઈ જાય સાવધાન, કારણકે ત્રીજી લહેરમાં…

કોરોના વાયરસના સંક્રમણને વધતા જોઈને દરેક વ્યક્તિ ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. જો કે સરકાર તરફથી સતત એડવાઈઝરી જાહેર કરવામાં આવી રહી છે અને લોકોને ખાતરી આપવામાં આવી રહી છે કે સ્થિતિ સામાન્ય છે અને ડરવાની જરૂર નથી. તેમ છતાં લોકોને કોરોના વાયરસથી બચવા માટે કેટલીક જરૂરી વાતો જાણવી જોઈએ, જે તેમને સંક્રમણથી બચવામાં મદદ કરી શકે છે આયુષ મંત્રાલયે બાળકોને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે.

image source

યુનિસેફ દ્વારા કોરોના વાયરસને લઈને લોકોના મનમાં ઉઠી રહેલા સવાલના જવાબ આપવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક ખાસ પ્રશ્નોના જવાબ અમે તમને અહીંયા જણાવવા જઈ રહ્યા છીએ.નોવેલ કોરોના વાયરસ શું છે?આ વાયરસનું નામ જ છે. નોવેલ કોરોના વાયરસથી આ રોગની શરૂઆત ચીનના વુહાન શહેરમાં સૌથી પહેલા થઈ હતી. આ વાયરસના કારણે રોગપ્રતિકારક ક્ષમતા નબળી થઈ જાય છે.કેવી રીતે ફેલાય છે કોરોના વાયરસ?કોરોના વાયરસ, આ વાયરસથી સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. સામાન્ય રીતે આ વાયરસ ઉધરસથી કે છીંક ખાવાથી વધારે ફેલાય છે. બાળકોમાં કોરોના વાયરસના લક્ષણને કેવી રીતે પારખવા?બાળકોમાં કોરોના વાયરસના લક્ષણોને ઓળખવા માટે તમે આ વાયરસના સામાન્ય લક્ષણોને ધ્યાનથી સમજો. બાળકોને શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો જોવા મળે કે તરત જ તપાસ માટે ડોક્ટર પાસે લઈ જાઓ. આ દરમિયાન બાળકને શરદી થવા પર માસ્ક પણ પહેરાવો.

જો બાળકોને 4થી 5 દિવસ સુધી ભારે તાવ આવી રહ્યો છે તો…

image source

દેશમાં હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પણ વિશેષજ્ઞ અને ડોક્ટરો દેશમાં જલ્દીથી કોરોના સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં આયુષ મંત્રાલયે બાળકોને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે. જેના અનુસાર જો બાળકોને 4થી 5 દિવસ સુધી ભારે તાવ આવી રહ્યો છે. જમતા નથી અથવા થાકેલા થાકેલા અનુભવે છે તો લોકોએ તાત્કાલીક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

બાળકોમાં જો ઓક્સીજનનું સ્તર 95 થી ઓછું થઈ ગયું હોય તો…

image source

નવી ગાઈડલાઈન અનુસાર બાળકોમાં જો ઓક્સીજનનું સ્તર 95 થી ઓછું થઈ ગયું હોય તો તે તેમને વૃદ્ધોથી દુર રાખવા જોઈએ. બિના કોરોના લક્ષણવાળા બાળકો વુદ્ધ લોકો માટે સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.

બાળકોને દૂધમાં હળદળ ભેળવીને આપવી જોઈએ

image source

ગાઈડલાઈન મુજબ બાળકોની ઈમ્યૂનિટી વધારવા માટે તેમને દૂધમાં હળદળ ભેળવીને આપવી જોઈએ. આની સાથે તેમને ચ્યવનપ્રાશ આપો. આયુષ બાલ કાથ આપી શકો છો. કોરોના સંક્રમિત બાળકોના લક્ષણોના આધાર પર અલગ અલગ આયુર્વેદિક દવાઓ પણ તેમને આપી શકે છે. જો કે આની પહેલા ડોક્ટરી સલાહ લેવી ફરજિયાત છે. બાળકોને પૌષ્ટિકતા વધારવા માટે તેમને લીલા શાકભાજી અને ફળ ખાવા આપો.

બાળકોને પીવા માટે હુંફાળુ પાણી આપો

image source

જ્યારે પણ જરુર હોય બાળકોને પીવા માટે હુંફાળુ પાણી આપો. બાળકોને સ્વસ્થ રાખવા માટે તેમને સવારે અને રાતે બ્રશ કરાવો. બાળકો જો 5 વર્ષથી મોટા હોય તો તેમને ગરમ પાણીના કોગળા કરાવો. બાળકોને તેલ માલિશ કરો. બાળકોને યોગ કરાવવાનું સુનિશ્ચિત કરો.

ગાઈડલાઈનમાં ચેતવણી અપાઈ છે કે…

image source

આયુષ મંત્રાલયની ગાઈડલાઈનમાં ચેતવણી અપાઈ છે કે ઓબેસિટી, ટાઈપ 1 ડાયબિટીસ, હૃદય, ફેંફસા સહિત અન્ય ગંભીર બિમારીથી ગ્રસ્ત બાળકોને કોરોના મહામારીની ત્રીજી લહેર સૌથી વધારે ખતરનાક હોઈ શકે છે. કેન્સર સહિત અન્ય બિમારીઓથી ગ્રસ્ત બાળકો જેમની દવા ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong