જલ્સા કરોને જેંતીલાલ

જાણો બાળકોને કયા-કયા પ્રકારે થાય છે થાઇરોઇડ

બાળકો માં ત્રણ પ્રકાર નો થાઇરોઇડ હોય છે. ટેસ્ટ કરવો અને તરત ઈલાજ કરવો.

આપણા શરીરમાં થાઇરોઇડ નામની એક ગ્રંથિ છે, જેમાં થાઇરોઇડ હોર્મોનનો સ્રાવ થાય છે અને એનો સંગ્રહ પણ. થાઇરોઇડ હોર્મોન શરીરના દરેક કોષના કાર્ય માટે અનિવાર્ય છે. એ ધબકારાને કાબૂમાં રાખે છે, બ્લડ-પ્રેશરને જાળવે છે, શરીરનું તાપમાન એકસમાન રાખે છે. શરીરના મેટાબોલિઝમ એટલે કે પાચનપ્રક્રિયામાં પણ એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ બાળકોમાં મુખ્યત્વે ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી હોર્મોન છે. આ હોર્મોનનું પ્રમાણ ઘટી જાય એ રોગને હાયપોથાઇરોડિઝમ કહે છે અને જો પ્રમાણ વધી જાય તો રોગને હાયપોથાઇરોડિઝમ કહે છે. આમાંથી હાયપોથાઇરોડિઝમ વધુ પ્રમાણમાં જોવા મળતો રોગ છે.

image source

મોટી ઉંમરે કરતા નાના બાળકો ને થાઇરોઇડ થવાની બહુ ઓછી છે પરંતુ જાણકારો નો માનવું છે કે, જો બાળકો ને થાઇરોઇડ હોય તો તેમના વિકાસ પર વિપરીત અસર થાય છે. થાઇરોઇડ ગ્લેડ હોર્મોનનું નિર્માણ કરે છે.જે મેટાબોલિઝમ અને ચયાપચય નિયંત્રણ રાખે છે. નાના બાળકો પર ખરાબ અસર પડે છે. થાઇરોઇડ મા થાક લાગવો, વજન વધવું, અશક્તિ લાગવી, ચિડાઈ જવું જેવા લક્ષણો જોવા મળે છે. જો તમારા બાળક માં જોવા મળે તો તમે તરત જ એક્સપર્ટ ની સલાહ લો. આજે અમે તમને વિસ્તાર થી બતાવીશું બાળકો માં થાઇરોઇડ ની સમસ્યા અને તેના થી શુ અસર થાય તે જોઈએ.

image source

જન્મજાત હાયપોથાઇરોડિઝમ

બાળકો માં આના લક્ષણો જન્મ થી જ દેખાય છે. જેથી નવજાત બાળક ને જેને જન્મ લે છે ત્યારે તરત મુશ્કેલી થાય છે. થાઇરોઇડ ગ્રંથિ નો વિકાસ થતો નથી. જે એનો પ્રમુખ કારણ છે. ઘણા બાળકો માં આ ગ્રંથિ હોતી નથી. જેથી બાળક ને માનસિક સમસ્યા થાયછે. તેથી જ બાળકો માં જન્મ ના એક સપ્તાહ માં થાઇરોઇડ ફંક્શન નું ચેકઅપ થાય છે.

image source

શ્રણિક હાયપોથાઇરોડિઝમ

જો માતા ગર્ભવતી હોય ત્યારે થાઇરોડ આ બીમારી હોય તો બાળક ને આ સમસ્યા થાય છે. આમ તો હાયપોથાઇરોડિઝમ અને શ્રેણિક હાયપોથાઇરોડિઝમ અંતર નીકળવું મુશ્કેલ છે.જો પરીક્ષણ થી ખબર પડે તો આનું નિવારણ દવા મદદ થી સારું થઈ જાય છે.

image source

હાશિમોટોઝ હાયપોથાઇરોડિઝમ.

નાના બાળકો અને કિશોરો ને આ થાઇરોઇડ ની સમસ્યા સામાન્ય છે. જેમાં ઓટોઇમ્ન્યુન (જેનાથી પાચનતંત્ર સ્વાસ્થ અને બીમારકોશિકાઓમાં અંતર કરી શકતું નથી.) બીમારી પણ કહે છે. બાળકો માં આ બીમારી 4 વર્ષ પછી જોવા મળે છે. આમાં શરીર ની પ્રતિરક્ષા પ્રણાલી થાઇરોઇડ ગ્રંથિ ને પ્રભાવિત કરે છે. બાળકો માં આ સમસ્યાઓ ના લક્ષણો ધીમે ધીમે દેખાય છે. જેમાં બાળકો ની આ થાઇરોઇડ ગ્રંથિ કામ કરી શકતી નથી. જેના થી મગજ ના વિકાસ માં તેની અસર જોવા મળે છે. તો તરત જ તમારા બાળક માં આવા લક્ષણો દેખાય તો ડોક્ટર ની મુલાકાત લો

નોંધઃ આ આર્ટિકલમાં કહેલ દરેક વાત વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે. દરેક વ્યક્તિ પર આયુર્વેદિક, નેચરલ કે અન્ય દવાઓ તથા નુસખાઓની અસર જુદી જુદી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version