પિતાનો 18 હજાર પગાર, હવે બાળકનો જીવ બચાવવા જોઈએ છે 16 કરોડનું ઈન્જેક્શન, લોકો આવ્યાં મદદે

સ્પાઈનર મસ્ક્યુલર એટ્રોફી નામની આ બીમારીથી ગુજરાતમાં સામાન્ય લોકો હમણા સુધી અજાણ હતા. પરંતુ જ્યારે ધૈર્યરાજ નામના બાળકને આ બીમારી થઈ અને તેમને 16 કરોડનું ઈન્જેક્શન આપવાની જરૂર પડી ત્યારે સમગ્ર રાજ્યમાંથી મદદનો વરસાદ થયો અને ધૈર્યરાજની જિંદગી બચી. ત્યારથી લોકોને આ બીમારી વિશે જાણવા મળ્યું અને લોકોને ખબર પડી કે આ બીમારી કેટલી જોખમી છે અને તેનાથી વધુમાં તેની સારવાર કેટલી ખર્ચાળ છે.

image soucre

જો કે ભગવાનની કૃપા અને લોકોએ કરેલી મદદથી ધૈર્યરાજની તો જિંદગી બચી ગઈ પરંતુ હવે પ્રાપ્ત માહિતી અનુસાર ગિર સોમનાથમાં વધુ એક બાળકને સ્પાઈનર મસ્ક્યુલર એટ્રોફીને આ બીમારીએ પોતાની ઝપેટમાં લીધો છે અને તેમને પણ 16 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. આ અંગે શોસિયલ મીડિયા પર કેમ્પેઈન પર ચલાવવામાં આવી રહ્ય છે. નના મોટ મોટા સૌ પોતાની યોગ્યતા પ્રમાણે મદદ પણ કરી રહ્યા છે.

image socure

આ અંગે વિગતે વાત કરી એ તો, આ પરિવાર ગીર સોમનાથના આલીદર ગામનો રહેવાસી છે અને તે બાળકનું નામ છે વિવાન. મધ્યમ વર્ગના પરિવાર માટે 16 કરોડ રૂપિયા એટલે જાગતા સપના જોવા જેવુ લાગે. ગીર સોમનાથ જિલ્લાના આલિદર ગામનો અઢી માસનો વિવાન ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. SMA (સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી) નામની ગંભીર બીમારીને લઈ બાળક વિવાન સહિત ચાર લોકો પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે. તમને જણાવી દઈએ કે, કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા વિવાનના પિતા અશોકભાઈ વાઢેળ પોતાના એકના એક દીકરાનો જીવ બચાવવા લોકોની મદદ માગી રહ્યા છે. પરંતુ આ પરિવારની મદદે આવ્યા છે હવે ગુજરાતી ગાયક જીગ્નેશ કવિરાજ. તો બીજી તરફ એક માહિતી મુજબ વિવાનના પિતાએ કહ્યું કે તેમની પાસે હાલ ૩ કરોડની આસપાસ રૂપિયા ભેગા થઇ ગયા છે જે લોકોએ જ મદદ કરી હતી પરંતુ હજુ પણ લાંબી મંજીલ કાપવાની જરૂર છે અને ઘમા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે.

તો બીજી તરફ જીગ્નેશ કવિરાજે પણ વિવાનની મદદ કરવા માટે તેમના એક પ્રોગ્રામમાંથી જે કઈ પણ આવક થાશે તે બધી આવક આ બાળકની સારવાર માટે આપવાની જાહેરાત કરી છે. આમ હવે જીગ્નેશ કવિરાજની મદદથી આ બાળક માટે જે 16 કરોડ રૂપિયા ભેગા કરવાના છે તેમા ઘણી મદદ કરશે.

આ અંગે વિવાનના પિતા અશોકભાઇના કહેવા મુજબ થોડા સમય પહેલા વિવાન બીમાર પડ્યો હતો. નોંધનિય છે કે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેથી તેને જુનાગઢ ખાતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જૂનાગઢમાં કરવામા આવેલા રિપોર્ટ ચેન્નઈ ખાતે મોકલાયા હતા. બાદમાં જાણવા મળ્યું કે વિવાન SMA (સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી) નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આજ બીમારીથી ધૈર્યરાજૉ પણ પિડિત હતો, તે જ બીમારી વિવાનને પણ છે. નોંધનિય છે કે, ભાગ્યે જ જોવાં મળતી SMA નામની બિમારીથી વિવાનને બચાવવા 16 કરોડનું ઈન્જેકશન આપવું પડશે તેવું ડોક્ટરોએ જણાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong