શું તમે કોરોનામાં બાળકને સાથે લઈને કરી રહ્યા છો મુસાફરી? તો ભૂલથી પણ ના કરતા આવી ભૂલ, નહિં તો…

કોરોનાને કારણે યાત્રાઓ પર લગામ લાગી ચુકી છે પરંતુ ઘણા ખરા લોકોને જરૂરી કામ અર્થે પોતાના ગામથી બીજા ગામ જવાની જરૂર પડી રહી છે. પરિવારમાં દુઃખની ઘડી હોય કે એકના એક ભાઈના લગ્ન હોય જેવા પ્રસંગોએ હાજરી આપવી જરૂરી બની જાય છે. આવી પરિસ્તિથીમાં એવી મહિલાઓ માટે મુશ્કેલીઓ ઉભી થાય છે જેના નાના બાળકો માતા વિના રહી નથી શકતા અને તેઓને પણ યાત્રામાં સાથે લઈ જવાના હોય છે. જો તમે પણ આવી જ એક મહિલા કે બાળકના પિતા છો અને જરૂરી પ્રસંગે તમારા બાળક સાથે જ યાત્રા કરવી પડી રહી છે તો બાળકની સલામતી માટે સાવચેતીના પગલાં લેવા આવશ્યક છે. ખાસ કરીને આ કોરોના કાળમાં નાના બાળકોની સંભાળ બહુ અગત્યની છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને અમુક એવા સૂચનો જણાવી રહ્યા છીએ જે ઉપરોક્ત મુદ્દે તમારા માટે ઉપયોગી બની રહેશે.

બાળકોનો જરૂરી સામાન સાથે લઈને જવો

image source

યાત્રા કરતી વખતે નાના બાળકોનો જરૂરી હોય તેવો બધો સામાન સાથે લઈને જ જવું. જેમ કે દૂધની બોટલ, ડાયપર, દવાઓ, હળવો નાસ્તો, પાણી પીવા માટે કપ, ખાલી બોટલ વગેરે.. ઘર સિવાયની બહારની ખરીદેલી વસ્તુ બાળકને ખવડાવવી હાલના સમયમાં જોખમ ભરેલું છે. ટ્રેન અથવા બસમાં યાત્રા કરી રહ્યા હોય તો અન્ય મુસાફર પાસેથી કોઈ ખાવાપીવાની ચીજવસ્તુ ન લેવી, જેમ કે પાણીની બોટલ વગેરે..

હાથના મોજા પહેરાવવા

image source

તમે જાણો જ છો કે નાના બાળકો આપણે કહેલી વાતને બહુ ગંભીરતાથી નથી લેતા અને આવા કોરોનાના સમયમાં ના કહેવા છતાં જે તે વસ્તુઓને અડકી જતા હોય છે અને બાદમાં તે હાથ વડે જ મોઢું અને નાક પણ અડી લે છે. આવી પરિસ્તિથીમાં ગંભીર પરિણામ ટાળવા માટે બાળકોને હાથના મોજા અવશ્ય પહેરાવવા. આમ પણ હાલ તો ઠંડીની સીઝન છે એટલે મોજા પહેરવાથી બાળકને ઠંડી પણ નહીં લાગે અને તેના હાથ સ્વચ્છ રાખવામાં પણ સહાયતા મળશે.

અન્ય વ્યક્તિના હાથમાં બાળક ન આપવું

image soucre

ભલે ગમે તેટલું જરૂરી કામ કેમ હોય પણ હાલના કોરોનાકાળમાં નવજાત શિશુને કોઈપણ અન્ય અજાણ્યા મહિલા કે પુરુષના હાથમાં ન સોંપવું. બહુ જરૂરી જ હોય તો તમારા પરિવારના સદસ્યના હાથમાં જ બાળકને આપવું. અને ક્યાંક જવું જરૂરી હોય તો બાળકને પણ સાથે જ લઇ જવું.

વારંવાર હાથ ધોવડાવવા

image source

તમારા બાળકે ભલે કોઈ ચીજવસ્તુને ન અડકી હોય તેમ છતાં થોડા થોડા સમયના અંતરે તેના હાથ સ્વચ્છ સાબુ વડે અવશ્ય ધોવડાવો. જો કે સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું ટાળવું કારણ કે તેમાં થોડો ભોગ જ્વલનશીલ હોવાથી ક્યારેક તે જોખમકારક પણ બની શકે. બાળકની સાથે સાથે બાળકની માતા કે પિતાએ પણ વારંવાર હાથ ધોવાની ટેવ બાળક અને વાલી બન્ને માટે ફાયદાકારક છે.

બાળકના ચેહરાને સ્પર્શ કરવાનું ટાળવું

image source

એ યાદ રાખવું કે યાત્રા દરમિયાન તમે તમારા ઘરે તો નથી જ એટલે જો નવજાત શિશુ વારંવાર રડતું હોય તો તેને ચૂપ કરવા તેના ચેહરાને સ્પર્શ કરવાનું ટાળવું. કારણ કે યાત્રા દરમિયાન ટ્રેન કે બસમાં આપણે ક્યાં ક્યાં અડ્યા છીએ તે આપણે પણ જાણતા નથી હોતા એટલા માટે જ્યાં સુધી હાથને વ્યવસ્થિત રીતે સ્વચ્છ ના કરી લો ત્યાં સુધી ખાસ કરીને બાળકના ચેહરાને ન અડવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ