મમ્મી સ્નાન કરવા ગઈ અને બિલાડી બાળકને ઉપાડી ભાગી ગઈ, પછી થઈ કુદરતની આવી કરામત

ગુરુવારે આ ઘટના બની હતી, એક નવજાત શિશુને બિલાડી ઉઠાવીને એક બંધ મકાનમાં લઈ ગઈ હતી, પરંતુ તએક મોટી વાત છે તે બિલાડીએ બાળકને કોઈ જ નુકસાન પહોંચાડ્યું નથી અને તે બાળક બંધ મકાનમાં રડતો રહ્યો. જ્યારે બાળકના કાકાએ તેની તરફ જોયું, બિલાડી તેની પાસે બેઠેલી હતી, તેથી તે ત્રીજા માળેથી કૂદી ગયો. ખૂબ ગંભીર સ્થિતિને કારણે તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાળક હાલમાં સલામત છે.

image source

શહેરના આલૂ મસાલા સુનારો વાળી ગલીમાં ગુરુવારે આ સમગ્ર ઘટના બની હતી. જેમાં બાળકના પિતા સંતોષે જણાવ્યું હતું કે તેના પુત્રનો જન્મ એક મહિના પહેલા થયો હતો. છોકરાનું નામ નવીન કુમાર છે. તેની માતા બાથરૂમમાં ગઈ. સવારે 6 વાગ્યે આ ઘટના બની જ્યારે બાળક એકલો પલંગમાં હતો, ત્યાંરે માતા પાસે ન હોવાના કારણે બાળક રડી રહ્યો હતો

image source

તેના કાકા હેમંત કે જે 26 વર્ષનો છે તે આ ઘટના જોઈને ચોંકી ગયો અને ત્રીજા માળેથી કૂદી ગયો, જેના કારણે તેની કરોડરજ્જુને ઇજા પહોંચી. પરંતુ તે બાળકનો એક પણ વાળ વાંકો નથી થયો. હેમંતને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાળકને પણ એકવાર હોસ્પિટલના ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરે કહ્યું કે બાળક આટલા લાંબા સમય વીત્યા પછી પણ તેને કોઈ ઈજા થઈ નથી.

image soucre

જો કે આ કેસમાં તો બિલાડી હતી, પરંતુ આવી રીતે બાળકો ગુમ થવાના પણ ઘણા રિપોર્ટ સામે આવે છે ત્યારે આ વર્ષે રાજ્ય પોલીસને મોટી સફળતા મળી કે ગુમ થયેલા કે અપહરણ થયેલા 533 બાળકોને પોલીસે 22 દિવસની ડ્રાઈવમાં શોધી કાઢ્યા હતા. ૬ ઓગસ્ટથી ૨૭ ઓગસ્ટ દરમિયાન યોજાયેલી પોલીસ ડ્રાઈવમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી હતી. સુરતના સૌથી વધુ 88 બાળકો બનાસકાંઠામાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં 45 અને દાહોદનાથી 42 બાળકો ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં આવ્યા હતા. એક વરસ થી 18 વર્ષ સુધીના સગીર બાળકો જે ગુમ થયા હતા તેમને શોધી કાઢવામાં આવ્યા છે. અમરેલી માં 2016માં 14 વર્ષના બાળકનું અપહરણ ફર્યા બાદ બાળકની કરાયેલી હત્યાના આરોપીઓને પણ પકડી પાડવામાં સફળતા મળી હતી.

image source

પોલીસ બેડામાં મોટા પ્રમાણમાં બદલીઓ કરવામાં આવી હતી. ત્યાર બાદ તમામ અધિકારીઓ દ્વારા પોતાની પકડ મજબુત કરવા માટે જિલ્લામાં વિવિધ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેના અનુસંધાને ગુમ થયેલા બાળકોની ડ્રાઇવ પણ ચાલવવામાં આવી હતી. દરેક જિલ્લાઓનાં અધિકારીઓએ પોત પોતાનાં જિલ્લામાં ગુમ થયેલા બાળકોના કેસ પ્રાથમિકતાના આધારે શોધવા માટે આદેશ અપાયા હતા.

image source

જેના અનુસંધાને સમગ્ર રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકોના કેસ પર વધારે ધ્યાન આપવા માટેના આદેશ અપાયા હતા. જેના અનુસંધાને પોલીસ દ્વારા આ કેસને પ્રાથમિકતાના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય પોલીસને ખુબ મોટી સફળતા મળી હતી. 533 ગુમ થયેલા બાળકો મળી આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ