આજે અમે તમને એક એવા બાળક વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જે હાથમાં બંદુકની ગોળી લઈને પેદા થયો છે. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે પણ આ વાત બિલકુલ સાચી છે. આપણે જણાવી દઈએ કે આ ઘટના બિહારના મુઝફ્ફરપુરમાં બની છે. મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલા એક સગર્ભા મહિલા મુઝફ્ફરપુરની એક ખાનગી હોસ્પિટલમાં બાળકની સુવાવડ માટે આવી હતી.

જ્યારે ડિલિવરી સામાન્ય ન થઈ રહી હતી ત્યારે ડોક્ટરોએ બાળકને ઓપરેશનમાંથી બહાર કાઢ્યું હતું. ડિલિવરી યોગ્ય રીતે થયા પછી જ્યારે ડોક્ટરોની નજર બાળકના હાથ તરફ ગઈ ત્યારે ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ડોક્ટરોએ જોયું કે બાળકની મુઠ્ઠીમાં તો બંદુકની ગોળી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકની માતાને પૂછ્યું ત્યારે મહિલાએ કહ્યું કે તેનો કોઈ ગુનેગાર વ્યક્તિ સાથે કોઈ જ સંબંધ નથી. આવી સ્થિતિમાં આ ઘટના આશ્ચર્યજનક છે. આ બાળકની ડિલિવરી કરનાર ડોક્ટર કહે છે કે આ હોસ્પિટલનો જ નહીં પણ મારા જીવનનો આ પહેલો કેસ છે.

બીજા એક બાળકનો કિસ્સો પણ ભારે ચર્ચામાં આવ્યો હતો. આ દુનિયામાં દરેક માણસ જન્મતાની સાથે જ કોઈને કોઈ રીતે તો ખાસ હોય જ છે. આ જ કારણ છે કે, દુનિયા રહેવા માટે આટલી શાનદાર છે. આજના સમયમાં આ વાત જરાં પણ જરૂરી નથી કે, તમારું બાળક કેવું છે. જો કે, અમુક બાળક જન્મતાની સાથે જ તે લોકોમાં આકર્ષણ ઉપજાવતું હોય છે. હંગેરીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.અહીં બાળકે હોસ્પિટલમાં ગ્રે વાળ સાથે જન્મ લીધો છે, તે બાળક હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઈન્ટરનેટ પર આ બાળકની તસ્વીરો વાયરલ થઈ રહી છે.

જો જોવા જઈએ તો, હંગેરીના લોકોના વાળ ખૂબ કાળા અને ભરાવદાર હોય છે. ત્યારે આ બાળકના ભૂરા વાળ પર દરેકની નજર ગઈ છે. આ બાળકનું નામ બેંન્સ છે. જ્યારે આ બાળકનો જન્મ થયો તો, મા બાપની સાથે સાથે ડોક્ટર પણ હેરાન થઈ ગયા હતા.આ બાળકની ખાસયિત એ છે કે, તેના વાળ ભૂરા તો છે જ સાથે સાથે ભરાવદાર પણ છે .આ બાળક તેના મા બાપને ત્રીજું સંતાન છે. તેઓ પણ બાળકના આવા વાળ જોઈ આશ્ચર્યજનક થઈ ગયા હતા. ડોક્ટર્સે પણ આ અંગે વધું તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, આ બાળકની નોર્મલ ડિલીવરી થઈ છે. તે ઉપરાંત પ્રેગન્સી દરમિયાન માને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી. બેંન્સના મા બાપને તેના સ્વાસ્થ્યને લઈ ચિંતા થઈ રહી છે. પણ જ્યારે ડોક્ટર્સે કહ્યું કે, કોઈ ચિંતાનું કારણ નથી, ત્યારે તેના મા બાપને શાંતિ થઈ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ