શિયાળું સ્પેશિયલ બાજરી ચુરમાના લાડુ બનાવવાની પરફેક્ટ રેસિપી

આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “શિયાળું સ્પેશિયલ બાજરી ચુરમાના લાડુ” જોતા જ મોઢામાં પાણી આવી ગયુંને??ફટાફટ ખાવાનું મન પણ થઈ જઈ એવા હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તેમજ મીઠા મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા લાડુ એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ ખાધા જ રાખશે.એટલા મસ્ત મજેદાર લાગશે.એકવારઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???


સામગ્રી

  • બાજરીનો લોટ
  • ગોળ
  • ઘી

રીત-

1- સૌથી પહેલાં આપણે બાજરીના રોટલા બનાવીશું.પછી તેનું ચુરમુ બનાવીશું.અને પછી લાડુ વાળીશું. સૌથી પહેલા દોઢ કપ બાજરીનો લોટ લઈશું. તેમાં પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું.

2- હવે સરસ લોટ બંધાઈ ગયો છે. રોટલા ને વધારે સારા બનાવવા માટે હાથની હથેળીથી મસળી લઈશું. જેથી રોટલા સરસ બનશે. હવે આપણે એક ગુલ્લુ લઈશું.અને બાજરી ના લોટ નું અટામણ લઈશું.


3- હવે તેને હલકા હાથે વણી લઈશું.હવે આ સ્ટેજ પર થોડું પાણી લગાવી લઈશું.જેના થી ક્રેક ના પડે.હવે પાણી વાળી સાઈડ તવી પર મુકીશું. મૂક્યા પછી જે પાછળ ની સાઈડ છે કોરી દેખાય છે તેના ઉપર પણ પાણી લગાવી લઈશું.

4- હવે આ પાણી આખું સુકાઈ જશે પછી તેને પલટાવી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાણી સુકાઈ ગયું છે હવે તેને પલટાવી લઈશું. હવે ગેસ ફાસ્ટ કરી દઈશું. હવે આપણે રોટલી ની જેમ ફુલાવી દઈશું. હવે સરસ રોટલો ફુલી ગયો છે. હવે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. હવે તેની પર ઘી લગાવી દઈશું. ત્યારબાદ આપણે તેનું ચૂરમું બનાવીશું.

5- જો તમારી પાસે વધેલો રોટલો હોય તો પણ તમે યુઝ કરી શકો છો. હવે તેના કકડા કરી લઈશું. હવે મિક્સરમાં પીસી લઈશું અને તેનું ચુરમુ બનાવી લઈશું. હવે તેના લાડવા બનાવીશું. સૌથી પહેલા એક પેન લઈશું. એક ચમચી ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઇ ગયું છેતો તેમાં એક મોટી ચમચી ગોળ નાખીશું.

6- આપણે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે. પહેલા આપણે ગોળને ઓગળવા દઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો ગોળ ઓગળી ગયો છે. હવે થોડો ગેસ ફાસ્ટ કરીશું. આખા ગોળમાં બબલ્સ આવે ત્યારે ચુરમુ એડ કરીશું.તમે જોઈ શકો છો કે ગોળ ફૂલી ગયો છે.પાછો ગેસ ધીમો કરી દઈશું.અને ચુરમુ એડ કરીશું.અને ફટાફટ મિક્સ કરી લઈશું.


7- હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આવી રીતે લાડુ બનાવી એ તો તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આ બરાબર મિક્સ થઈ ગયું છે હવે તેના લાડુ વાળી દઈશું.

8- હવે આ મિક્સર થોડું ઠંડુ થાય એટલે લાડુ વાળી દેવાના.હવે લાડુ વાળી લઈશું.તમારે જે સાઇઝ ના જોઈએ તે સાઈઝના વાળી શકો છો. હવે આ લાડુ તૈયાર થઈ ગયા છે. હવે તેને એક પ્લેટમાં મુકતા જઈશું.

9- હવે તેવી જ રીતે બધા લાડુ વાળી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા બાજરી ચૂરમા ના લાડુ તૈયાર થઈ ગયા છે.તો તમે જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.