“બાજરી ના વડા” – આજે બનાવતા શીખો આ ખુબ ટેસ્ટી અને નવીન રેસીપી..

“બાજરી ના વડા”

આ વડા શિયાળા માં જ નહિ , આખું વર્ષ નાસ્તા માં કે જમવામાં વાપરી શકાય . આ વડા બહુ વધારે દિવસ માટે સાચવી ના શકાય … પણ જો વધારે કડક કરવા માં આવે તો સાચવી શકાય .. મારા ઘરે આ વડા સવારે નાસ્તા માં બહુ જ પ્રિય છે .

આ વડા ઘણી રીતે અને ઘણા લોટ મિક્ષ કરી બનાવી શકાય .. હું કાયમ બાજરી , ઘઉં અંને મકાઈ નો લોટ થી બનવું છું . આપ પણ બનાવી જોજો ..

સામગ્રી :

• ૩ વાડકા બાજરી નો લોટ,
• ૧.૫ વાડકો ઘઉં નો લોટ,
• પોણો વાડકો મકાઈનો લોટ,
• મીઠું,
• ૨ ચામચી સફેદ તલ,
• ૧ વાડકો તાજું દહીં,
• ૧.૫ ચમચી આદુ મરચા ની પેસ્ટ,
• ૧/૪ ચમચી હિંગ,
• ૨ ચમચી લાલ મરચું,
• ૧/૨ ચમચી હળદર,
• પોની ચમચી ધાણાજીરું,
• ૩ ચમચી તેલ,
• તળવા માટે તેલ,

રીત :

બધા લોટ અને મસાલો ભેગો કરી લોટ બાંધો..

ધીરે ધીરે જરૂર મુજબ પાણી ઉમેરવું ..

લોટ બહુ કઠણ ના બાંધવો .. ૫-૭ min માટે ઢાંકી ને રાખી મુકો ..

રોટલી વણવા ના પાટલા પર એક પાતળું કપડું ભીનું કરી પાથરવું . લોટ માંથી નાના નાના લુવા લો .

આંગળીઓ પાણી થી ભીની કરી લુવા ને દબાવો, વડા બહુ જાડા ના કરવા ..

ગરમ તેલ માં માધ્યમ આંચ પર તળો .. હલકા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળો ..


ઠરે એટલે ડબ્બા માં ભરો ..

નોંધ :

પાટલા પર કપડુ પાથરી વડા બનાવવા , એક સેહલો રસ્તો છે . આપ આપણી અનુકુળતા પ્રમાણે બનાવી શકો . મારી મમ્મી આવી રીતે બનાવે છે તો મને પણ આ જ આદત છે .

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી