કોરોના મહામારી વચ્ચે શહેરમાં આવેલા જગન્નાથ મંદિરમાં 144મી રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ સરકારે નિર્ણય જાહેર કર્યો નથી પરંતુ આ વચ્ચે રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે રથયાત્રા પહેલા થતો જળયાત્રા મહોત્સવ આજે યોજાઈ રહ્યો છે. આ માટે જગન્નાથ મંદિરેથી નીકલેળી યાત્રા જમાલપુરમાં સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી કળશમાં જળ ભરી લાવવા માટે પહોંચી છે. આ જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે.

આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા છે. મહાશક્તિશાળી બજરંગબલી હનુમાનની શક્તિના અનેક કિસ્સા જાણીતા છે. તો જાણો હનુમાનજીના પરાક્રમથી કઈ રીતે ઓરિસ્સામાં સમુદ્રના અવાજને જગન્નાથ મંદિરમાં અંદર આવવાથી રોક્યો. ચારધામમાંના એક ઓરિસ્સાના જગન્નાથ મંદિરને આખી દુનિયામાં જાણીતું માનવામાં આવે છે. તેને રાજા ઈન્દ્રયુમ્નને હનુમાનજીની પ્રેરણાથી બનાવાયું છે. કહેવાય છે કે આ મંદિરની રક્ષાની જવાબદારી પ્રભુ જગન્નાથે હનુમાનજીને આપી છે. આ રીતે હનુમાનજીને સમુદ્રના અવાજને મંદિરની અંદર આવતા રોક્યો હતો. આ ખરેખર ચમત્કાર છે કે લહેરો કેટલી પણ ઉંચી કેમ ન હોય કે વિનાશક પણ કેમ ન હોય, સમુદ્રના નજીક હોવા છતાં પણ મંદિરની અંદર તેની લહેરોનો અવાજ આવતો નથી.
પ્રભુ જગન્નાથને સૂવા ન હતો દેતો સમુદ્રનો અવાજ

સમુદ્રના અવાજ મંદિરમાં આવવા ન દેવા પાછળ પણ એક કથા છે. કહેવાય છે કે એક વાર નારદજી ભગવાન જગન્નાથના દર્શનને માટે આવ્યા તો દ્વાર પર ઊભેલા હનુમાનજીએ કહ્યું કે પ્રભુ વિશ્રામ કરી રહ્યા છે. નારદજી બહાર ઊભા રહ્યા અને રાહ જોવા લાગ્યા. થોડા સમય બાદ મંદિરની અંદર ઝાંક્યું તો પ્રભુ જગન્નાથ શ્રી લક્ષ્મીની સાથે ઉદાસ બેઠા હતા. તેઓએ પ્રભૂને તેનું કારણ પૂછ્યું તો તેઓએ કહ્યું કે આ સમુદ્રનો અવાજ સૂવા દેતો નથી.
સમુદ્રને પાછળ હટવા માટે કહ્યુ

નારદજીએ જ્યારે ભગવાનની વિશ્રામમાં આવી રહેલી ખલેલની વાત હનુમાનજીને કહી તો તેઓ ક્રોધિત થયા અને સમુદ્રને કહ્યું કે તમે અહીંથી દૂર જઈને તમારો અવાજ રોકી લો. અહીં સમુદ્ર દેવ પ્રકટ થયા અને સાથે કહ્યું કે હે મહાવીર હનુમાન, આ અવાજ રોકવાનું મારા હાથમાં નથી. હવા ચાલવાના કારણે આ અવાજ આવે છે. તો તમે તમારા પિતાને વિનંતી કરો. હનુમાનજીએ પિતા પવન દેવને કહ્યું કે તમે મંદિરની દિશામાં ન વહો. પિતાએ આ વાતને અસંભવ કહી અને સુઝાવ આપ્યો કે મંદિરની પાસે એક ગોળાકાર બનાવી દેવામાં આવે જેથી તેની અંદર અવાજ ન આવે.
એક ખાસ જગ્યાએ બંધ થઈ જાય છે અવાજ

હનુમાનજીએ પિતાનું સૂચન માનીને મંદિરની ચારે તરફ વાયુથી એક એવું ચર્ક બનાવ્યું કે સમુદ્રનો અવાજ મંદિરની અંદર જઈ શકતો નથી અને ભગવાન જગન્નાથ આરામથી વિશ્રામ કરે છે. આ ચમત્કારિક મંદિરના સિંહદ્વારમાં પહેલું પગલું રાખતા જ સમુદ્રનો અવાજ આવવાનું બંધ થઈ જાય છે પણ એક કદમ પાછળ ખસતા જ અવાજ આવવા લાગે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong