“બાજરા ઈડલી” – ટેસ્ટી તો છે જ પણ હેલ્ધી પણ છે આજે જ ટ્રાય કરો..

“બાજરા ઈડલી”

સામગ્રી :

૧ કપ બાજરી,
૧ ટેબલ સ્પૂન ઈડલી ચોખા,
૧/૨ કપ દહીં,
૧/૨ કપ અડદની દાળ,
૧ ટેબલ સ્પૂન રવા,
૧ ચપટી જીરૂં,
૧ નાનું નંગ ગાજર,
મીઠું સ્વાદાનુસાર,
કોથમીર,

બનાવવાની સરળ રીત :

સૌપ્રથમ એક કડાઈને ગરમ કરો. કડાઈ ગરમ થાય એટલે તેમાં બાજરી નાખીને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. ત્યાર બાદ તેમાં ચોખા નાખીને એકાદ મિનિટ શેક્યા બાદ ગેસ બંધ કરી દો.

બાજરી અને ચોખા થોડા ઠંડા થાય ત્યાર બાદ તેને છથી આઠ કલાક માટે પલાળી દો. અડદની દાળને પણ બરાબર સાફ કરીને ધોઈને ત્રણથી ચાર કલાક માટે પલાળી દો. હવે બાજરી, ચોખા અને દહીંને મિક્ષ કરીને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. અડદની દાળની પણ સ્મૂધ પેસ્ટ બનાવી લો. બંને પેસ્ટને મિક્ષ કરીને ખીરૂં તૈયાર કરો.

પાણીની જરૂર લાગે તો થોડું ઉમેરી લો. ગાજરને છાલ કાઢીને છીણી લો. કોથમીરને પણ ધોઈને સમારી લો. બાજરીના ખીરામાં રવો, ગાજર, જીરૂં, કોથમીર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો. તૈયાર છે ઈડલીનું સ્વાદિષ્ટ ખીરૂં. ત્યાર બાદ ઈડલી કૂકરમાં વરાળથી ચઢવીને ઈડલી ઉતારી લો. ગરમા-ગરમ ઈડલીને ચટણી સાથે સર્વ કરો.

રસોઈની રાણી : નિકિતા મોદી (અમેરિકા)

શેર કરો આ હેલ્ધી વાનગી તમારા દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી