બજારમાં મળતા મોંઘા સ્લિમિંગ બેલ્ટથી સાચે પેટની ચરબી ઉતરે છે? તમને પણ આવો પ્રશ્ન થાય છે મનમાં ?તો જાણો આજે એનો સાચો જવાબ….

સ્લિમિંગ બેલ્ટની જાહેરાતો તમે બધી ચેનલોમાં અને ન્યૂઝ પેપરમાં વાંચી હશે કે જોઈ હશે અથવા તો તમે કોઈના મોઢે તેના વિષે જરૂર સંભાળ્યું હશે. તમને શું સાચે આવા બેલ્ટ બાંધવાથી કે પહેરવાથી વજન ઘટતું હશે ? તમે એ પણ જોયું હશે કે જે લોકો જીમમાં જાય છે તે પણ તેમના વર્કઆઉટના સમયે એકદમ ટાઈટ આવા બેલ્ટ બાંધીને તેમણે વર્ક આઉટ કરતાં જોયા જ હશે. ઘણા લોકો એવું પણ માની રહ્યા છે કે આવા બેલ્ટના ઉપયોગથી કમરને એકદમ સ્લીમ રાખી શકાય છે.

ઘણી ચેનલોમાં જાહેરાતો જોઈને લોકો ભરમાય છે :

મોટાભાગની ટીવી ચેનલોમાં એવી રીતે જાહેરાત દેખાડવામાં આવે છે અને એવા એવા વિડીયો બનાવવામાં આવે છે કે જાણે એ બેલ્ટ પહેરીને લોકોના કેટલાય કિલો વજન કોઈપણ પ્રકારના ડાયટ વગર અને કોઈપણ પ્રકારની કસરત કર્યા વગર એમનામ જ ઘટી ગયું હોય. અને મોટા ભાગના લોકો આવી લોભામની જાહેરાત જોઈને વજન ઘટવાની લાલચમાં આવીને આ બધુ સાચું માની જતાં હોય છે ને આવા બેલ્ટ મંગાવી લેતા હોય છે. પરંતુ જો તમે આ જાહેરાતો ને ધ્યાન પૂર્વક જોશો ટી ખ્યાલ આવશે કે એ લોકોએ જે માર્કેટિંગ માટે સ્ક્રીપ્ટ લખી હતી એ જ બોલતા હોય છે. હકીકત માં એવું કશું જ બનતું નથી.

જાણો બેલ્ટ કેવી રીતે કરશે આવી રીતે તેનું કામ :

તમને એ જાણીને નવાઈ લાગશે કે હવે તમે આવા સ્લીમિંગ બેલ્ટ લેવા માટે જો કોઈ શોપમાં કે મોલમાં જશો તો તમને તેનો ડેમો પણ બતાવવામાં આવશે. જે જોઈને તમે ખરીદશો. હકીકત તો એ છે કે એ ડેમોમાં તમને તેની તાત્કાલિક અસર પણ જોવા મળશે. પરંતુ એ તાત્કાલિક ધોરણે થયેલી અસર માત્ર મિનિટો પૂરતી જ હોય છે. એવું વિજ્ઞાન કહે છે. પછી તરત જ તમે હતા એવા ને એવા જ થઈ જશો. જો તમે ટાઈટ કાપડ કે દુપટ્ટો પણ કમર પર થોડીવાર બાંધી રાખશો તો તમને તરત જ બેલ્ટ જેવી જ અસર જોવા મળશે. અને આમ કરવાથી તમને થોડીવાર એવું લાગશે કે તમારું વજન હકીકતમાં ઘટી ગયું છે.

બેલ્ટ પહેરાવવાથી આવી રીતે થશે અસર :

આ બેલ્ટ પહેરવાથી તરત જ તમને એવું લાગશે કે તમારા શરીરની ચરબી ઓછી થઈ ગઈ છે. અને તમારું વજન પણ ઓછું થઈ રહ્યું છે. પરંતુ આ બેલ્ટ પહેરવાથી તમારા શરીરની અંદર રહેલ પાણી ઓછું થાય છે ચરબી નહી. જેના કારણે તમને વજન ઘટી ગયેલું લાગે છે. જે સ્વાસ્થ્ય માટે એકદમ હાનિકારક માનવામાં આવે છે. માટે આ બેલ્ટ પહેરી ને ચરબી બાળી શકાય અને વજન ઘટાડી શકાય એ ક્યારેય માનવું નહી.