શિયાળામાં શરદીમાં રાહત આપતી “બાજરા ની રાબ” આજે જ બનાવો

બાજરાની રાબ

મોટી ઉંમરે માણસને માથે વૃદ્ધાવસ્થા આવીને બેસી જતી ને પાચનતંત્ર નબળું પડતું ત્યારે બાજરાનો રોટલો એના બળ ને શક્તિને ટકાવી રાખતો. એને નવી શક્તિ બક્ષતો એટલે કહ્યું છે કે, ‘બુઢ્ઢા થયા જુવાન.’

શિયાળામાં પીવાનું સ્પેશિયલ પીણું એટલે કે આપણી બાજરા ની ગરમ ગરમ રાબ…
કે જે શરદી માં પણ રાહત આપે છે.

રાબ :

સામગ્રી:

૧ ચમચી સુંઠ નો પાઉડર,
૧ ચમચી અજમાં,
૧/૨ વાડકો ગોળ,
૧/૨ વાડકો બાજરા નો લોટ,
૨ ચમચી ઘી,
૧ગ્લાસ પાણી.

રીત:

સૌપ્રથમ અપડે સુંઠ નો પાઉડર અને અજમાં લઈસુ
હવે એક અડધો વાડકો ગોળ લઈશું.

તે ગોળ મા ૧ગ્લાસ પાણી ઉમેરી ગરમ કરી લેવું
તે ગોળના પાણીમાં એકદમ ઉફાણો આવે એટલું ગરમ કરી લો.

હવે એક બાઉલ માં બાજરાનો લોટ લો
હવે એક પેન માં ઘી ગરમ કરી બાજરીનો લોટ ઉમેરો

લોટ શેકાઈ જાય એટલે તેમાં અજમાં અને સુંઠ નો પાઉડર ઉમેરો

હવે તેને બરાબર મિક્ષ કરી દો અને એકદમ ઉકડવા દો
અને તૈયાર છે ગરમાગરમ રાબ

આ રાબ એકલી તો મસ્ત લગે જ છે પરંતુ તેની સાથે બાજરી ના રોટલા મળી જાય તો તો શિયાળા માં મજા પડી જાય.

નોંધ:

ગોળ નું પાણી એકદમ ઊકળી અને ગાડી ને જ ઉમેરવું જેથી બધું પ્રોપર મિક્સ થઈ જાય..

 

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી