જલ્સા કરોને જેંતીલાલ

બહુબલીના એક એક સ્ટન્ટ સીન પર પડી હતી તાલીઓ, પણ શું તમે તે પાછળની કરામત જાણો છો ?

બાહુબલીનો પ્રથમ ભાગ તો લોકપ્રિય રહ્યો જ હતો પણ તેના બીજા ભાગ બાહુબલી ધ બિગિનીંગે તો ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. અને ચાઈનામાં પણ ધૂમ મચાવી દીધી હતી. જેમ શોલેનો એક એક સીન લોકોને મોઢે યાદ છે તેમ બાહુબલિના સીન પણ લોકોને યાદ રહી ગયા છે અને તેના સ્ટન્ટ સીન્સની તો વાત જ શું પુછવી એક-એક સ્ટન્ટ સીન પર તાળીયો પડી હતી.


પણ આ બધા સીન પાછળ ખરી કમાલ કોની છે તે તમે જાણો છો ? તે કમાલ છે કંપ્યુટરની, તે કમાલ છે અત્યાધુનિક ટેક્નોલોજીની જે હોલીવૂડ ફિલ્મોમાં તમે તમારા મનગમતા સુપર હિરોને દુનિયાને બચાવતા જુઓ છે તે ફિલ્મોમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો જ ઉપયોગ અહીં બાહુબલી સીરીઝમાં કરવામાં આવ્યો છે જેને VFX કહે છે.


હોલીવૂડમાં મોટા ભાગની ફિલ્મોના સીન VFXની મદદથી જ બનાવવામાં આવે છે અને બોલીવૂડમાં પણ ઘણા લાંબા સમયથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરાતો આવ્યો છે. હોલિવૂડમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ ટાઈટેનિક ફિલ્મમાં ખુબ જ અસરકારક રીતે કરવામાં આવ્યો હતો. હોલિવૂડની દરેક સૂપર હીરો કેરેક્ટર ધરાવતી મૂવી હોય કે પછી કૂદરતી હોનારત પર આધારીત કોઈ મૂવી હોય તે બધામાં VFX ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે.

બાહુબલી પહેલાં VFX નો ઉપયોગ રા વન, કીક, ક્રીશ, મે હું ના વિગેરે બોલીવૂડ ફિલ્મોમાં પણ થઈ ચુક્યો છે પણ જે રીતે VFXને નીચોવીને બાહુબલીમાં જે વિઝ્યુઅલ ઇફેક્ટ આપવામાં આવી છે તેનો જવાબ બોલીવૂડની કોઈ જ ફિલ્મોમાં નથી. અને માટે જ બોક્ષ ઓફિસ પરના બધા જ રેકોર્ડ આ ફિલ્મે તોડી નાખ્યા છે.


બાહુબલીની સ્પેશિયલ ઇફેક્ટ પાછળ મકુલા વિએફએક્સ અને બીજી કેટલાએ VFX સ્ટુડિયોએ સતત ત્રણ વર્ષ મહેનત કરી હતી. આ કંપનીને ફિલ્મ મખ્ખી માટે વિઝ્યુઅલ ઇફેક્ટનો નેશનલ અવોર્ડ પણ મળી ચુક્યો છે. તેમનો સ્ટુડિયો હૈદરાબાદમાં આવેલો છે અને મગધીરા ફિલ્મ જો તમે જાણતા હોવ તો તેમની કેરીયર આ ફિલ્મથી શરૂ થઈ હતી.

તમને બાહુબલી 2 નો પેલો ઘણા બધા સાંઢવાળો સીન તો યાદ હશે કે સેંકડોની સંખ્યામાં તેઓ યુદ્ધમાં કેવા જેડાઈ ગયા હતા અને યુદ્ધમાં ફિલ્મના હીરોને કેવી મદદ કરી હતી. ઉપર દર્શાવેલી વિડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે VFX દ્વારા આ સીનને તમને અસલી માનવા પર મજબુર કરી દીધા.


પછી ભલ્લાલ દેવનો સાંઢ સાથેના સંઘર્ષ સાથેનો સીન પણ તમને ચોક્કસ યાદ હશે. તેમાં કોઈ જ શંકા નથી કે ભલ્લાલ દેવ એટલે કે રાણાદુગ્ગુબાટીનું સ્નાયુબદ્ધ શરીર ભલભલા પહેલવાનને પાડી શકે પણ આવા આક્રમક સાંઢને ઠેકાણે પાડવો તે થોડું વધારે પડતું છે. તેમ છતાં તમને આ સિન એટલો બધો વાસ્તવિક લાગ્યો હશે કે તમને ફિલ્મના વિલન માટે પણ તાળીયો પાડવાનું મન થઈ ગયું હશે.


આ ઉપરાંત ભલ્લાલ દેવની અત્યંત સુંદર માહિષ્મતિ નગરીને તો તમને કેમ ભુલી શકે. આપણા મનમાં ખરેખર ખર એવી લાગણી થઈ આવે છે કે વાસ્તવમાં ભૂતકાળમાં માહિષ્મતિ નામની નગરી હતી અથવા આવી નગરી ખરેખર હોય તો કેવું સારું પણ આ માહિષ્મતિ નગરીની દરેકે દરેક બારીકી પર VFX ટેક્નિશિયનોએ કમાલ કરી બતાવ્યો છે.


તેના મોટા મોટા હાથીઓ, તેના મહેલ તેમજ નગરીમાં આવેલા સુંદર તળાવો, તેનું બજાર, ઇવન મહેલની છત પર આવેલા જરુખાઓની નાનામા નાની કાંગરીઓમાં પણ જાણે કોઈ શિલ્પકારની કારીગરી કરવામાં આવી હોય તેવી બારીકી દર્શાવવામાં આવી છે.


બાહુબલી 1માં દર્શાવવામાં આવેલું પ્રભાસ અને તમન્નાનું પેલું રોમેંટિક સોંગ તો તમને યાદ જ હશે. તેમાં દર્શાવવામાં આવેલું વિશાળ ઝરણું અને તેની આગળ જ નૃત્ય કરતાં તમન્ના અને પ્રભાસ. આ ગીતમાં કૂદરત તો જાણે સોળે કલાએ ખીલી ઉઠી હતી.


માહિષ્મતિનો ભવ્ય દરબાર આજ સુધીના ફિલ્મિ ઇતિહાસમાં આવો ભવ્ય દરબાર શું તમને ક્યાંય જવા મળ્યો છે. આ જાણે પૃથ્વી પરની કોઈ નગરીનો દરબાર નહીં હોઈને સ્વર્ગનો દરબાર હોય તેવું વધારે લાગતું હતું. તેટલો જ ભવ્ય તેટલો જ સુંદર તમારી-મારી કલ્પનાઓથી ક્યાંય દૂર.


અને આ દરબારમાં ગુનેગારના કઠેડામાં સાંકળો બાંધીને ઉભી રાખેલી દેવસેના. અને તે વખતે પ્રભાસના ચહેરા પરની જે નારાજગી દર્શાવવામાં આવી છે ! આપણને તો જે બતાવવામાં આવ્યું છે તે જ જોઈશું પણ આ ફોટોમાં તમે જોઈ શકશો કે અહીં VFX ઇફેક્ટે કેવું કામ કર્યું છે.

આજે દરેક ક્ષેત્રે ટેક્નોલોજીએ એટલી પ્રગતિ કરી છે કે કશું જ તમારી પહોંચ બહાર નથી રહ્યું તમારે માત્ર તમારી કલ્પનાઓને જ વિકસાવવાની છે બાકી બધું કામ આ આધુનિક ટેક્નોલોજી કરી આપશે. હોલીવૂડ ફિલ્મમાં તો આખોને આખો ગ્રહ તેના પરના માણસો તેના પરના જીવો બધું જ આ VFX ટેક્નોલોજીના સહારે જ બનાવવામાં આવ્યું હતું અને દર્શકોને તે વાસ્તવિક છે તેવું માનવા પર મજબુર કરી દીધા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version