બહુ ઓછા લોકોને ખબર છે કાર્તિક પૂર્ણિમાને કેમ કહેવાય છે દેવ દિવાળી, જાણો તમે પણ..

કાર્તીકી પુનમ – દેવ દિવાળી પાછળની પૌરાણીક કથા જાણો, જાણો શા માટે તેને દેવ દીવાળી કહેવામાં આવે છે

હીન્દુ કેલેન્ડરમાંના બારે માસના દરેકે-દરેક માસનું એક અનેરુ મહત્ત્વ છે. પણ કાર્તક મહિનાને પણ શ્રાવણ મહિનાનિ જેમ જ ખુબ પવિત્ર માનવામા આવે છે. દેવો પર અપાર અત્યારાચર ગુજારનાર રાક્ષસ એવા ત્રિપુરાસુરનો આ દિવસે એટલે કે કાર્તક મહિનાની પુનમના દિવસે શિવજીએ વધ કર્યો હતો અને માટે જ આ દિવસની ઉજવણીએ દેવતાઓએ દેવલોકમાં દીવડાં પ્રગટાવી કરી હતી. એક માન્યતા પ્રમાણે આ જ દિવસે ભગવાનવિષ્ણુએ પોતાનો મત્સ્યાઅવતાર ધારણ કર્યો હતો. ઉત્તર ભારતમાં આ દિવસે ગંગાસ્નાન કરવાનું એક અનેરુ મહત્ત્વ છે.

image source

કાર્તિકી પુનમ એટલે કે દેવ દીવાળી પાછળની પૌરાણીક કથા

હીન્દુ પુરાણોમાં દેવ દીવાળીની ઉજવણી પાછળની એક કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૌરાણિક સમયમાં તારકાસુર નામનો એકરાક્ષસ હતો. તારકાસુરના ત્રણ પુત્રો હતા, તારકક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએકે તારકાસુરનો વધ શંકર ભગવાનના મોટા પુત્ર કાર્તિકે કર્યો હતો. પિતાના વધથી તારકાસુરના ત્રણે પુત્રો સ્તબ્ધ થઈ ગયા હતા અને ભારે ક્રોધીત થઈ ઉઠ્યા હતા. પણ તેમનામાં કાર્તિક દેવ જેટલી શક્તિ તેમજ સામર્થ્ય નહોતાં અને તેમને સતત મોતનો ભય સતાવ્યા કરતો હતો.

image source

છેવટે તેમણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવવા માટે તેમની તપસ્યા કરવાની શરૂઆત કરી. છેવટે તેમની ઘોર તપસ્યા તેમને ફળી અને બ્રહ્માજી તેમની સામે પ્રગટ થયા અને તેમની પાસે વરદાન માગવા કહ્યું. તેમણે બ્રહ્માજી પાસેથી અમર થવાનું વરદાન માગ્યું. જે બ્રહ્માજી આપી શકે તેમ નહોતાં તેમણે તેમની પાસે તે સિવાય બીજું કોઈ વરદાન માગવા કહ્યું.

image source

છેવટે ત્રણે ભાઈઓએ ખુબ વિચાર કર્યો અને બ્રહ્માજી પાસે એવું વરદાન માગ્યું કે ત્રણે ભાઈઓ માટે ત્રણ અલગ અલગ નગરોના નિર્માણ કરવામાં આવે જેમાં તેઓ ત્રણે લોક તેમજ અવકાશમાં ફરી શકે. અને જ્યારે હજાર વર્ષ બાદ તેઓ ફરી મળે ત્યારે તે ત્રણેના નગરો મળી જાય અને આ નગર એવા હોય જે માત્ર ઉચ્ચ ક્ષમતા ધરાવતા કોઈ દેવતાના તીરથી જ નષ્ટ થઈ શકે અને તે જ તેમના મૃત્યુનું કારણ હોય. છેવટે બ્રહ્માજીએ તેમને આ વરદાન આપી દીધું.

image source

બ્રહ્માજીએ તરત જ તે ત્રણે માટે નગર બનાવવાનો આદેશ કર્યો. જેમાંથી સોનાની નગરી તારકક્ષને આપવામા આવી, ચાંદીની નગરી કમલાક્ષને આપવામા આવી અને લોખંડની નજગરી વિદ્યુન્માલીને આપવામા આવી. ત્રણેએ સાથે મળીને આ ત્રણે નગરી પર પોતાનો અધિકાર જમાવી લીધો. છેવટે આ ત્રણ રાક્ષસોનો ત્રાસ વધવા લાગ્યો. અને ઇન્દ્રદેવ તેમનાથી ભયભીત થઈ ગયા અને ભગવાન શંકર પાસે પોહોંચી ગયા.

image source

ભગવાન શંકરે ઇન્દ્ર દેવની સંપુર્ણ વાત સાંભળી અને છેવટે એક દિવ્યરથનું નિર્માણ કર્યું. જેના પર સવાર થઈને આ ત્રણે રાક્ષસોનો વધ થઈ શકે. આ દિવ્ય રથના નિર્માણમાં દરેક દેવતાઓએ પોતાની વિશિષ્ટતા પ્રદાન કરી. ચંદ્રદેવ અને સુર્ય દેવથી આ રથાના પૈડાં બનાવવામા આવ્યા. ચાર ઘોડાં ઇન્દ્ર, યમ, વરુણ અને કુબેરને બનાવવામાં આવ્યા. હિમાલય પર્વત તેમનું ધનુષ બન્યા જ્યારે શેષનાગ તેમના ધનુષની પણછ બન્યા. જ્યારે અગ્નિદેવને તીરની અણી બનાવવામાં આવી. છેવટે ભગવાન શંકર એ દિવ્ય રથ પર સવાર થઈ ગયા.

image source

તારકાસુરના ત્રણે રાક્ષસ પુત્રો વચ્ચે અને આ દિવ્ય રથ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. રથની સીધી જ રેખામાં જેવા આ ત્રણે રાક્ષસો આવ્યા કે તરત જ શિવજીએ બાણની પણછ છોડી અને ત્રણે રાક્ષસોનો વધ થયો. આ યુદ્ધ બાદ ભગવાન શિવને ત્રિપુરારી તરીકે ઓળખવામાં આવ્યા. કાર્તક માસની પુનમના દિવસે જ ભગવાન શંકરે આ વધ કર્યો હોવાથી આ પુનમને ત્રિપુરી પુનમ પણ કહેવાય છે.

image source

દેવ દીવાળી આ વર્ષે 12 નવેમ્બર 2019ના દિવસે ઉજવવામાં આવશે. જ્યારે પુનમની તીથીનો શુભઆરંભ 11 નવેમ્બર 2019ની સાંજે 6 વાગીને 2 મિનિટે થશે અને આ તિથિ 12 નવેમ્બર 2019ની સાંજે 7 વાગીને 4 મિનિટ સુધી ચાલુ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ