જલ્સા કરોને જેંતીલાલ

જો તમે ભાડે રહેતા હોય કે ભાડે મકાન આપતા હોય તો આ કાયદો જાણવો ખુબ જ જરૂરી, નહિં તો..

દેશમાં મકાનમાલિક અને ભાડૂત વચ્ચેના સંબંધને કાયદેસર રીતે વ્યાખ્યાંકિત કરવાની હાલની પ્રણાલીમાં ઘણી ભૂલો છે. આ ભૂલોને દૂર કરવા માટે, દેશમાં ભાડાની સંપત્તિના બજારને નિયંત્રિત કરવા, ભાડાની મિલકતોની ઉપલબ્ધતામાં વધારો કરવા, ભાડુઆત અને મકાનમાલિકોના હિતોનું રક્ષણ કરવા, ભાડાની મિલકતના વિવાદોથી અદાલતો પરના બોજને દૂર કરવા, તેમજ તેમના ઝડપી નિકાલ માટે મોદી સરકાર આ નવો કાયદો લાવી છે. આ કાયદાનો ઉદ્દેશ્ય ભાડાની મિલકતના વ્યવસાયને સંગઠીત કરવાનો પણ છે. જાણો તેમાં શું શું જોગવાઈઓ છે.

image source

ભાડા પર મિલકત આપવા-લેવાના કામને રેગ્યૂલેટ કરવા માટે આ કાયદામાં જિલ્લા કક્ષાએ એક રેટ ઓથોરિટી’ સ્થાપવાની જોગવાઈ છે. આ ઓથોરિટી ‘રેરા’ ની તર્જ પર બનાવવામાં આવશે જે સ્થાવર મિલકત બજારને નિયંત્રિત કરે છે. રેંટ ઓથોરિટી બન્યા બાદ જ્યારે પણ કોઈ મકાન માલિક અને ભાડૂઆત ભાડા કરાર કરશે તો તેમણે ઓથોરિટી સામે હાજર થવું પડશે. બન્ને પક્ષોએ કરાર થયાની તારીખથી બે મહિનાની અંદર રેંટ ઓથોરિટીને જાણ કરવાની રહેશે. આ રીતે આ ઓથોરિટી મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે કામ કરશે. એટલું જ નહીં, આ ઓથોરિટી તેની વેબસાઇટ પર ભાડા કરારથી સંબંધિત ડેટા પણ રાખશે.

નવા કાયદામાં મકાનમાલિક અને ભાડૂત વચ્ચેના કોઈ વિવાદની સ્થિતિમાં ઝડપી સમાધાનની જોગવાઈ છે. વિવાદના કિસ્સામાં, કોઈપણ પક્ષ પહેલા રેંટ ઓથોરિટીનો સંપર્ક કરી શકે છે. જો કોઈ પણ પક્ષ રેંટ ઓથોરિટીના નિર્ણયથી નાખુશ છે તો તે રેંટ કોર્ટ અથવા ટ્રિબ્યુનલને રાહત માટે અપીલ કરી શકે છે. આ માટે દરેક રાજ્યમાં રેંટ ટ્રિબ્યુનલ્સ બનાવવામાં આવશે.

image source

ઘણીવાર જોવામાં આવે છે કે ભાડુઆત અને મકાનમાલિક વચ્ચેના વિવાદની સ્થિતિમાં, આ બાબત ઘણા વર્ષો સુધી ચાલે છે. નવો ટેનન્સી કાયદો આ સમસ્યાનું કાયમી સમાધાન પૂરૂ પાડે છે. કાયદામાં જે રેંટ કોર્ટ અથવા ટ્રિબ્યુનલ વિશે વાત કરવામાં આવી છે, તેણે કેસની સુનાવણી 60 દિવસની અંદર કરવાની રહેશે. એટલું જ નહીં, કાયદો સ્પષ્ટ કરે છે કે રેંટ કોર્ટ અથવા ટ્રિબ્યુનલની રચના પછી, આવા કેસો સિવિલ કોર્ટના અધિકારક્ષેત્રમાં આવશે નહીં. એટલે કે, હવે વિવાદનું સમાધાન 60 દિવસમાં શક્ય થઈ જશે.

નવો ભાડૂઆત કાયદો મકાનમાલિકોને મકાન પર કબજો થઈ જવાના ડરથી મુક્ત કરે છે. કાયદામાં એક જોગવાઈ છે કે જો મકાનમાલિક કરાર મુજબ ભાડૂઆતને અગાઉથી નોટિસ આપે છે, તો કરાર સમાપ્ત થાય છે ત્યારે ભાડૂઆતે તે જગ્યા ખાલી કરવી પડશે. નહિંતર, મકાનમાલિક આગામી બે મહિના માટે ભાડુ બમણુ કરી શકે છે અને ત્યારબાદ તેનાથી ચાર ગણુ વધારી શકે છે.

image source

મોડેલ ભાડૂઆત એક્ટમાં, મકાનમાલિકને વધુ એક સલામતી આપવામાં આવી છે. જો ભાડૂઆત સતત બે મહિના સુધી ભાડુ ચૂકવશે નહીં, તો મકાનમાલિક પોતાનું સ્થાન ખાલી કરાવવા માટે રેંટ કોર્ટમાં સંપર્ક કરી શકે છે. આટલું જ નહીં, કાયદો ભાડૂઆતોને મકાનમાલિકની સંમતિ વિના, બીજા વ્યક્તિને પ્રોપર્ટીનો કોઈ ભાગ કે બધી મિલકત ફરીથી ભાડા પર આપવા એટલે કે Sub-let કરવાથી રોકે છે.

મકાનમાલિકો અને ભાડૂઆતો વચ્ચેના વિવાદોનું એક મુખ્ય કારણ સિક્યોરિટી ડિપોઝિટ પણ છે. તેથી, કાયદામાં ભાડૂઆતોની પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. કાયદામાં ભાડાની સંપત્તિના સંદર્ભમાં સિક્યોરિટી ડિપોઝિટની મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. હમણાં તે શહેરો અનુસાર અલગ છે. દિલ્હીમાં જો આ એક મહિનાનું વધારાનું ભાડુ છે, તો બેંગ્લોરમાં ત્રણથી છ મહિનાનું એડવાન્સ ભાડું. પરંતુ નવા કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રહેણાંક સંપત્તિ માટે મહત્તમ બે મહિનાનું ભાડૂ સિક્યોરિટી ડિપોઝિટ હોઈ શકે છે અને બિન-રહેણાંક મિલકત માટે તે છ મહિનાનું મહત્તમ ભાડૂ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે હોઈ શકે છે.

image source

સૌ પ્રથમ એ જાણવું મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારનો આ કાયદો એક મોડલ એક્ટ છે. તેનો અમલ કરવાનું રાજ્ય સરકારનું કામ છે. હમણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે આ કાયદાને મંજૂરી આપી દીધી છે. હવે તે રાજ્યો પર છે કે તેઓ ક્યારે અને કયા સ્વરૂપમાં તેનો અમલ કરશે. તેમ છતાં, તેને લાગુ કરવાની કામગીરી કેટલાક સ્થળોએ શરૂ થઈ ગઈ છે, જેમ કે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ દ્વારા આ કાયદાના અમલીકરણની કામગીરી ખૂબ પહેલા શરૂ થઈ ગઈ છે. પરંતુ ચોક્કસ આ કાયદો રાજ્યો માટે ભાડૂઆત કાયદાના અમલ માટે માર્ગદર્શક પરિબળ તરીકે કાર્ય કરશે.

image source

આ કાયદામાં ભાડૂઆતોને બીજી સુવિધા આપવામાં આવી છે. ભાડા પર મકાન આપ્યા પછી, મકાનમાલિક અથવા મિલકત મેનેજર જ્યારે પણ ઇચ્છે ત્યારે ભાડૂઆત પાસે જઈ શકશે નહીં. મકાનમાલિકે ભાડૂઆતને મકાનની મુલાકાત લેવાના 24 કલાક પહેલાં લેખિતમાં અથવા મેસેજ મોકલીને ભાડૂઆતને જાણ કરવી પડશે.

આ કાયદામાં મકાનમાલિકો જ્યારે ઈચ્છે ત્યારે ભાડામાં વધારો કરી શકશે નહીં. હવે મકાનમાલિક કરારના સમયગાળાની મધ્યમાં ભાડામાં વધારો કરી શકશે નહીં. જો તેઓ આમ કરે છે, તો પછી આ માહિતી કરારમાં આપવી પડશે. એટલું જ નહીં, ભાડુ વધારતા પહેલા મકાનમાલિકે ત્રણ મહિનાની અગાઉથી નોટિસ આપવી પડશે.

image source

ભાડાની સંપત્તિને કોણ રિપેર કરાશે તેની જોગવાઈ નવા ભાડૂઆત કાયદામાં પણ કરવામાં આવી છે. કાયદા મુજબ ભાડુઆત અને મકાનમાલિક બંનેને ભાડાની મિલકત રહેવા યોગ્ય સ્થિતિમાં રાખવી પડે છે. પરંતુ જો ત્યાં કોઈ સ્ટ્રક્ચરલ મેંટેનેંસની સમસ્યા હોય તો તે મકાનમાલિકની જવાબદારી રહેશે.

કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ દેશભરમાં ૧ કરોડથી વધુ મકાનો ખાલી છે. આ મકાનો MTA થી ભાડા માટે ઉપલબ્ધ થશે. કારણ કે ઘણા લોકો પોતાનું મકાન ભાડા પર આપતા નથી કારણ કે તેઓને ડર લાગે છે કે પાછું નહીં મળે તેનાથી ડરતા હોય છે. આ કાયદો તેમનો ભય દૂર કરશે.

image source

રિયલ એસ્ટેટ ડેવલપરોના સંગઠન નારેડકોના પ્રમુખ નિરંજન હિરાનંદાની કહે છે કે કાયદા હેઠળ ખાલી મકાનમાંથી નવા ભાડુઆત ભાડા માટે ઉપલબ્ધ થશે. આ ભાડાકીય મકાનોનું વ્યવસાય મોડેલ બનાવશે. આ સેગમેન્ટમાં ખાનગી ભાગીદારી વધશે. આનાથી દેશમાં રહેણાંકની અછતને પહોંચી વળવામાં મદદ મળશે. તે ભાડા પર મકાનો આપવાના કામને ઓપચારિક બજારમાં રૂપાંતરિત કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version