આ કંપનીએ લોન્ચ કરી વિશ્વની સૌથી મોંઘી બેગ, કિંમત જાણીને તમારી પણ આંખો થઇ જશે પહોળી

ઇટાલીની એક લક્ઝરી બ્રાન્ડે દુનિયાની સૌથી મોંઘી બેગ ડિઝાઇન કરી છે. કંપનીએ હાલમાં જ આ બેગ લોન્ચ કરી છે. આ બેગની કિંમત 53 કરોડ રૂપિયા છે. સમુદ્રને બચાવવાની જાગૃતિ અભિયાન અંતર્ગત બેગ બનાવવામાં આવી છે.

વિશ્વની સૌથી મોંઘી બેગ લોન્ચ કરી

image source

હકીકતમાં, લક્ઝરી ઇટાલિયન બ્રાન્ડ બોરીની મિલનેસીએ 6 મિલિયન યુરો (લગભગ 53 કરોડ રૂપિયા) ની કિંમતે બનાવવામાં આવેલી વિશ્વની સૌથી મોંઘી બેગ લોન્ચ કરી છે. શાઇની લુકિંગ બેગમાં 130 કેરેટ હીરા અને 10 સફેદ ગોલ્ડ પતંગિયા લગાવવામાં આવ્યા છે. બેગનું ઉત્પાદન દરિયાઇ પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા માટે કરવામાં આવ્યું છે.

800 હજાર યુરો સમુદ્રની સફાઇ માટે દાન કરવામાં આવશે

image source

ઇન્સ્ટાગ્રામ પર બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં બોરીની મિલનેસીએ લખ્યું છે કે સમુદ્રને બચાવવા અને જાગૃતિ લાવવા માટે અમારી બેગનું અનાવરણ કરવામાં અમને ગર્વ છે. તે 6 મિલિયન યુરોની બેગ છે. આગળ લખ્યું છે કે તેની આવકમાંથી 800 હજાર યુરો સમુદ્રની સફાઇ માટે દાન કરવામાં આવશે.

બેગમાં સોનાના પતંગિયા પણ લગાવવામાં આવ્યા

image source

આ બેગની સુંદરતા એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વિડિયો દ્વારા બતાવવામાં આવી છે. આછા વાદળી રંગમાં દેખાતી આ બેગમાં સોનાના પતંગિયા પણ લગાવવામાં આવ્યા છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. આ સિવાય આ બેગ બંધ કરવા માટે એક હૂક પણ લગાવવામાં આવ્યો છે.

નવી બેગની કિંમત હાલમાં ચર્ચામાં

image source

તમને જણાવી દઈએ કે ઇટાલિયન બ્રાન્ડ બોરીની મિલનેસી બેગ બનાવતી બ્રાન્ડ છે. કંપનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી સુંદર બેગ બતાવવામાં આવી છે. ઘણી બેગના ભાવ પણ ત્યાં બચાવવામાં આવ્યા છે. આ નવી બેગની કિંમત હાલમાં ચર્ચામાં છે.

દુનિયાની સૌથી મોંઘી બેગની હરાજી 1.46 કરોડ રૂપિયામાં થઈ

image source

એમ તો દુનિયામાં હરાજી ચાલતી જ રહેતી હોય છે, પણ અમુક હરાજી ઘણી સ્પેશિયલ હોય છે અને એ આખી દુનિયાનું ધ્યાન ખેંચે છે. આવું જ એક ઓકશન વર્ષ 2018માં થયું હતું. ત્યારે એક પર્સની હરાજી 1 કરોડ 46 લાખ રૂપિયામાં થઈ હતી. પર્સ વિશે ખાસ વાત એ હતી જે-તે 10 વર્ષ જૂનું હતું. સ્મોકી ગ્રે રંગના હર્મેસ બર્કિનની આ બેગમાં વ્હાઈટ ગોલ્ડનો ઉપયોગ કરાયો હતો, જેને લીધે એનો દેખાવ ઘણો આકર્ષક છે. બેગની લંબાઈ 30 સેમી છે. એમાં ઉપયોગમાં લીધેલું તાળું 18 કેરેટ વ્હાઈટ ગોલ્ડમાંથી બન્યું છે. તેનું વજન 68.4 ગ્રામ છે. એની ચારેબાજુ 40 રાઉન્ડ ડાયમન્ડ જડેલા છે. બેગના ત્રણ અલગ-અલગ ભાગમાં 8.2 કેરેટના 200થી વધારે ડાયમન્ડ લાગેલા છે.

1981માં બેગ ડિઝાઈન કરી હતી

image soucre

ફ્રાંસના લકઝરી ફેશન હાઉસ હર્મેસે વર્ષ 1981માં એક બેગ ડિઝાઈન કરી હતી જેને બર્કિન નામ આપ્યું હતું. તેનું નામ એક્ટર અને સિંગર ઝેન બર્કિન પરથી રાખવામાં આવ્યું હતું. એ દુનિયાભરમાં ફેમસ થઈ. સામાન્ય રીતે નવી બર્કિન બેગ આશરે 6.30 લાખ રૂપિયાથી શરુ થાય છે, પણ આ સ્પેશિયલ બેગને ખરીદવા માટે કસ્ટમરને લાંબા વેટિંગ લિસ્ટમાંથી પસાર થવું પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ