બાફીયા ગુંદા – અત્યારે ગુંદા માર્કેટમાં એકદમ સરસ મળે છે તો બનાવો આ ગુંદા ખુબ જ સ્વાદિષ્ટ છે….

બાફીયા ગુંદા : ( bafiya gunda)

ગુંદા(ગમબેરી) ને મરાઠી લોકો ભોકર/બોકર(bhokar)નાં નામે ઓળખાય છે. તેમજ ગુજરાત સાઇડ તેને ગુંદા નાં નામે ઓળખાય છે. તમે આ બાફીયા ગુંદા ને રાજસ્થાન, ગુજરાત, તેમજ મહારાષ્ટ્ર નાં અમુક ભાગ માં આ અથાણા જોવા મળે છે, આ એક રો(raw) ફ્રુટ છે, જે ઉનાળા ની સિઝન માં ૧ થી ૧.૫ મહિનાનાં લિમીટેડ સમય માટે અમુક સીલેકટેડ સીટી માં જોવા મળે છે. ગુંદાનાં અથાણાં વર્ષો થી આપણા ગુજરાતી નાં ઘરે બનાવવા ની પરંપરા ચાલતી આવી છે, અને આવી જ રીતે આ રેસીપી એક જનરેશન થી બીજી નવી જનરેશન પણ આ અથાણાં બનાવવા નું ફોલો કરે છે. ગુંદા કેરી ,બાફીયા ગુંદા, આથેલા ગુંદા અલગ-અલગ રીતે બનાવી શકાય છે. અથાણા ની સીઝના શરૂ થઇ ગઇ છે. અને માર્કેટ માં ગુંદા મળવાનું શરૂ થઇ ગયુ છે. તો ચાલો આજે જ બાફીયા ગુંદા બનવી લો.

સામગ્રી:

  • ૪૦૦ ગ્રામ – મેથીયો સંભાર,
  • ૩૦૦ થી ૪૦૦ ગ્રામ- શીંગતેલ,
  • ૫૦૦ ગ્રામ- ગુંદા,
  • ૧ tsp – રાયના કુરીયા,
  • ૧ tsp- મેથીનાં કુરીયા,
  • મીઠુ જરૂર પડે તો જ.

રીત:

૧) માર્કેટ માંથી ફ્રેશ લીલા ડીટીયા વાળા ગુંદા લો.વાસી અને પાકેલા નાં હોય એ ધ્યાન રાખવું

૨) હવે તેને કોરા કટકા બરાબર થી લુછી લો.અને તેના ડીટીયા કાઢી લો.૩) હવે તમારા હાથમાં મીઠું લો અથવા તે ગુંદા ને મીઠાં માં ડીપ કરી ને થોડુ કટ કરી તેમાંથી બી કાઢી લો. આવી જ રીતે સેમ પ્રોસેસ બીજા ગુંદા ની બી કાઢવા કરો.૪) હવે એક ડીશ માં મેથીયો સાંભાર લો ( અહીં મેં ઘરે બનાવેલો મેથીયો સાંભર લીધો છે.) તેમાં થોડા રાઇનાં અને મેથીના કુરીયા નાંખો.અને બઘુ બરોબર મિક્સ કરો.૫) હવે ગુંદામાં ભરવા માટે નો આ મેથીયો સાંભર રેડી છે. હવે ગુંદા માંથી બી કાઢયા છે. તેમાં હવે થોડુ થોડું સંભાર નાંખી આ રીતે ફોટા મુજબ ભરો.૬) હવે એક પેન માં તેલ નાંખો. જો તેલ ઓછુ લાગે તો તેલ ઉમેરવું. તેલ ગરમ થાય એટલે બધા ગુંદા નાંખો.અને થોડું હલાવી લો.૭) હવે તેમાં વધેલો બધો મસાલો ઉમેરી લો અને તેને લીડ બંધ કરી 15 થી 20 મિનીટ ધીમી આંચ પર પકવા દો.જો પાકયા ન હોય ફરી 5 મિનીટ પાકવા દો.

૮) હવે ૨૦ મિનીટ પછી લીડ ઓપન કરી ચેક કરી લો. આ રીતે પાકી જાય એટલે ગેસ બંધ કરી લો.

૯) તો રેડી છે બાફીયા ગુંદા ,તો આજે જ ઘરે બનાવો. બફીયા ગુંદા

નોંધ :
૧) આ ગુંદા માં સરખા પ્રમાણ માં તેલ લેવા માં આવે છે. જો તેલ ની માત્રા ઓછી હશે તો તે ચવડ્ડ થઇ જશે. (ડુબડુબા તેલ માં આ ગુંદા ને કરવા તેમજ શીંગતેલ ઉપયોગ માં લેવું જેથી એનો ટેસ્ટ પણ વધારે સારો આવે છે )
૨) આ ગુંદા ને બનાવ્યા બાદ ઠંડા પડે એટલે તરત જ ફ્રીઝ માં મુકી દેવા કારણ કે બહાર સ્ટોર કરશો તો તરત બગડી જશે . ફ્રીઝ માં થી સ્ટોર કરવાથી આ બાફીયા ગુંદા 3 થી 5 મહિના સુધી એવા જ ફ્રેશ રહે છે.

રસોઈની રાણી: ખુશ્બુ દોશી (સુરત)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી