જલ્સા કરોને જેંતીલાલ

ભાગ્યે જ બને છે બદ્રીનાથ મંદિરમાં આ ઘટના, લોકો માની રહ્યા છે ચમત્કાર

ચારધામમાનું એક ધામ એટલે બદ્રીનાથ. લાખો લોકો અહિયા દર્શન માટે આવે છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે વર્ષમાં આઠ મહિના સુધી ચાર ધામના કપાટ બંધ હોય છે. ચાર ધામ પૈકી બદ્રીનાથના કપાટ 15 મેંના રોજ વૈદિક મંત્રોચ્ચારો અને વિધિ-વિધાન સાથે સવારે 4.30 વાગ્યે ખોલવામા આવ્યા હતા. બદ્રીનાથના કપાટ ખોલતી વખતે એક એવી ઘટના ઘટી જે એક ચમત્કાર જ છે.

ઘી યથાવત રહે તેને શુભ માનવામાં આવે છે

image source

કપાટ ખોલવાના દિવસે ભગવાન બદ્રીનાથના દર્શન બિલકુલ અલગ હોય છે. આવા દર્શન ભગવાન બદ્રીનાથના મંદિરમાં માત્ર બે દિવસ જ થઈ શકે છે. જેના સાક્ષી માત્ર એ શ્રદ્ધાળુઓ હોય છે જે કપાટ ખુલતા અને બંધ થતી વખતે બદ્રીનાથ ધામમાં હાજર હોય છે. તે દિવસે બાબાની પૂજા, અર્ચના, શ્રૃંગાર, કઈ પણ થતા નથી. દર્શનોમાં મુખ્યત્વે અખંડ જ્યોતિ અને ભગવાન બદ્રીનાથના નિર્વાણ દર્શન હોય છે. બદરીનાથ ધામના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલએ જણાવ્યું હતું કે, બદ્રીનાથ ધામનાં કપાટ બંધ કરતી વખતે ભગવાન બદરીનાથની મૂર્તિને ધૃત કંબલ (ઘીનો લેપ લગાવેલ ઊનનો ધાબળો) ઓઢાડવામાં આવે છે. બીજા વર્ષે મંદિરના કપાટ ખુલે ત્યારે બદ્રીનાથની પ્રતિમા પર ઘી યથાવત રહે તેને શુભ માનવામાં આવે છે.

બરફવર્ષા હોવા છતાં ઘી સૂકાય નહીં એ એક ચમત્કાર

તો બીજી તરફ ભગવાનની મૂર્તિ પર આ વખતે ઘી હતું, જે દેશના ઉજ્જવળ ભવિષ્યની આશા દર્શાવે છે. ધર્માધિકારીએ જણાવ્યું હતું કે, દર વખતે આવું નથી થતું. ઘણાં વર્ષોમાં ભાગ્યે જ આવું થાય છે. બહાર આટલી બરફવર્ષા હોવા છતાં ઘી સૂકાય નહીં એ કોઇ ચમત્કાર કરતાં જરા પણ ઓછું નથી. ધામનાં કપાટ ખૂલ્યા તે સમયે 11 લોકો જ અખંડ જ્યોતિનાં સાક્ષી બન્યાં હતા. જ્યારે આખા મંદિર પરિસરમાં માત્ર 28 લોકો જ હાજર હતા. બદરીનાથ ધામના દક્ષિણ દ્વારથી ભગવાન કુબેરની ઉત્સવ ડોલી અને તેલ કળશ યાત્રાએ પરિક્રમા સ્થળમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કુબેરજીની પ્રતિમાને બદરીનાથ પંચાયત (ગર્ભગૃહ) માં સ્થાપિત કરવામાં આવી.

સોશિયલ ડિસ્ટન્સિગનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું

image source

લોકડાઉનના કારણે ધામનાં કપાટ સાદગીપૂર્ણ રીતે ખોલવામાં આવ્યાં હોય આ સમયે ચારેય તરફ સન્નાટો હતો. ઉત્સાહ અને ઉલ્લાસ ક્યાંય ન જોવા મળ્યો. મહિલાઓનું પારંપારિક નૃત્ય પણ ન થયું. કપાટ ખોલતી વખતે સોશિયલ ડિસ્ટન્સિગનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું હતું. કપાટ ખોલતાં પહેલાં આખા મંદિર પરિસરને સેનેટાઇઝ કરવામાં આવ્યું. બદરીનાથ મંદિરને ચારેય તરફથી ગલગોટાના ફૂલોથી શણઘારવામાં આવ્યું હતું.

આ વર્ષે નહિ થાય બદ્રીનાથ યાત્રા

image source

લોકડાઉન હોવાના કારણે આ વર્ષે ભક્તોને બદ્રીનાથ યાત્રા કરવાની પરવાનગી આપવામાં આવી નથી. તેથી આ વખતે સૌથી ઓછા લોકોની હાજરી માં જ દ્વાર ખોલવામાં આવ્યા છે, દરવર્ષે ભગવાન ના દ્વાર ખોલતી વખતે ત્યાં હજારો ની સંખ્યામાં ભક્તો હાજર હોય છે અને ઉત્સાહ તેમજ ધૂમધામ થી ધામનો દ્વાર ખોલવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અહીં વિષ્ણુ નું નિવાસ સ્થાન હતું. દરવર્ષે આ મંદિર ના દરવાજા 6 મહિના માટે ખોલવામાં આવે છે અને શિયાળો શરુ થતા જ પૂજા વિધિ કરીને આ મંદિર ને 6 મહિના સુધી બંધ કરી દેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version