બદ્રીધામની વનતુલસીનું છે ખાસ મહત્વ, પ્રસાદી તરીકે અપાતી આ તુલસીમાં છે અનેક ઔષધિય ગુણ…

ચમત્કારીક છોડ દુનિયાભરના લોકો અને વૈજ્ઞાનિકોને છે કૂતુહલ, બદ્રીનાથ મહાદેવના યાત્રાધામમાં બન્યું શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર… બદ્રીધામની વનતુલસીનું છે ખાસ મહત્વ, પ્રસાદી તરીકે અપાતી આ તુલસીમાં છે અનેક ઔષધિય ગુણ…

બદ્રીનાથ મહાદેવનું પવિત્ર અને પૌરાણિક મંદિર હિમાલયના પ્રર્વતીય વિસ્તારોમાં હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં સૌથી વધુ જેનું મહત્વ છે એવી ચાર ધામ યાત્રામાં પૈકી આ એક અતિ મહત્વનું સ્થળ છે. બર્ફાચ્છાદિત વિસ્તારોને લીધે અહીંનું વાતાવરણ ખૂબ ઠંડું રહે છે અને અહીંનું કુદરતી સૌંદર્ય પણ અપ્રતિમ છે. પરંતુ અહીં સુધી યાત્રા અલકનંદા નદીને કિનારે આવેલું ભગવાન શ્રી વિષ્ણુની તપોભૂમિના સ્થળ સુધી પહોંચીને કરાય છે. માતા લક્ષ્મીએ પણ નારાયણ સાથે એવું કઠોર તપ કર્યું હતું. જેથી આ સ્થાન બદ્રીનારાયણ તરીકે ઓળખાય છે.


અહીં લોકો દાયકાઓથી મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ અને મોક્ષની કામના સાથે યાત્રા કરવા આવે છે. કહેવાય છે કે મહાભારતના કાળમાં પણ દ્રૌપદી સહિત પાંડવો અહીના દ્વારેથી પસાર થયા હતા અને સ્વર્ગના દ્વારે પહોંચ્યા હતા. આ સ્થળને પૃથ્વી પરનું વૈંકુઠ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેના મુખ્ય મંદિરથી ઉપરની તરફ જતાં ભવિષ્ય બદ્રી નામે નાનકડું મંદિર છે જ્યાં ભગવાન વિષ્ણુની અર્ધ મૂર્તિના આકારનો પત્થર છે. જેથી મનાય છે કે ભગવન ભવિષ્યમાં અહીં આવીને વસવાટ કરશે.


પ્રસાદીમાં અહીં વન તુલસી ચડાવવાનું ખૂબ મહત્વ છે. આ સ્થળના તુલસીમાં અનેરી સુગંધ પસરે છે જેથી અહીં પ્રસાદીમાં કાચા ચણાની દાળ, મીસરી અને તુલસીની માળા ચડાવાય છે. આ તુલસની સુગંધથી મંદિરનું વાતાવરણ ખૂબ જ પવિત્ર રહે છે. આ તુલસીના છોડને કારણે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સંશોધકોમાં કુતૂહલ છે. આ વિશિષ્ઠ પ્રકારની તુલસી વિશે જાણીએ.

શું છે આ બદ્રી તુલસીની વિશેષતા?


આપણે સૌ જાણીએ છીએ એમ કોઈપણ છોડ કે વૃક્ષને સૂર્ય પ્રકાશની હાજરીમાં હરિત કણ બનાવવાની કુદરતી રચના છે. જેમાં વૃક્ષો અને છોડ ઓક્સિજન છોડે છે અને કાર્બનડાયોક્સાઈડ ગ્રહણ કરે છે. સદીઓથી અહીં હિમાલયના વિસ્તારમાં પાંગરતી આ તુલસી કંઈક રીતે વિશે એ રીતે છે કે આપણાં ઘરમાં ઉગતાં તુલસી માતાના સામાન્ય છોડ કરતાં આ વધુ પ્રમાણમાં કાર્બન શોષે છે અને સારા એવા પ્રમાણમાં તે ઓક્સીજનની માત્રા મુક્ત પણ કરે છે. જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ ઓક્સીજનનું પ્રમાણ ઘટે એ વૈજ્ઞાનિક નિયમને આધારે વિચારીએ તો આ તુલસી કંઈક રીતે અલગ છે. અહીં શિખર પર પણ ઓક્સીજનનું પ્રમાણ જળવાઈ રહ્યું છે તે આ ખાસ પ્રકારની વન બદ્રી તુલસીને આભારી છે તેવું માનવામાં આવે છે.

વૈજ્ઞાનિકોની માન્યતા અને સંશોધનોઃ


અહીંના પહાડી અને બર્ફીલા વાતાવરણને કારણે જલવાયુ હવામાનનું સદીઓથી પરિવર્તન ચાલ્યું આવે છે. વૈજ્ઞાનિકો અને સંશોધકોનું માનવું છે કે આ બદ્રી તુલસી સામાન્ય તુલસી કરતાં ૧૨ % વધારે પ્રમાણમાં કાર્બન શોષી લે છે અને જો ત્યાંનું તાપમાન વધારે ઊંચું જાય તો તે પ્રમાણ ૨૨% જેટલું વધી પણ જાય છે. આ છોડનો આકાર છત્રીની જેમ વધે છે અને તે ૫થી ૬ ઈચ જેટલી ઊંચાઈ ધારણ કરી લે છે ત્યારે તે વધુ પ્રમાણમાં કાર્બનને અવશોષી લઈ શકે છે. આ માનવામાં ન આવે તેવું સંશોધન વૈજ્ઞાનિકો દ્વારા વન અનુસંધાન સંસ્થાન ઇકોલોજી દ્વારા કરાયું છે. જેમાં વન તુલસીના સેમ્પલ્સનું પરિક્ષણ કરાયું છે.

ઔષધિય ગુણ છે આ વન તુલસીમાં…

આ તુલસીને પ્રસાદી તરીકે સૌ કોઈ પોતાના ઘરે લઈને જાય છે. એવું મનાય છે કે આ તુલસીમાં ગુણકારી ઔષધિય તત્વો રહેલાં છે. જેમને કોઈ પ્રકારનો ચર્મ રોગ, ડાયાબિટીઝ કે હાંડકાંની તકલીફ હોય તેમને તેનો ઉકાળો કે ચાની જેમ પાણીમાં ગરમ કરીને પીવરાવી શકાય છે અથવા એમ ને એમ ચવરાવી દઈ પણ શકાય છે. ખરતા વાળની તકલીફ, તાવ, શરદી – ઉધરસ અને માથાના દુખાવામાં આ તુલસીનો ઉપયોગ અક્સીર માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ