બદલાતા વાતાવરણમાં સ્વસ્થ રહેવા માટે પીઓ ફુદીનાની ચા, કેવીરીતે બનાવશો જાણો…

ફુદીનાની ચા પીઓ, ૫ બેમિસાલ લાભ લો ફુદીનાનો ઉપયોગ સ્વાદથી લઈને સ્વાસ્થય અને સૌંદર્ય વધારવા માટે પણ કરવામાં આવે છે. તમે તેનો ઉપયોગ ચટણી, શરબત કે રાયતાનાં રૂપમાં તો કર્યો હશે, પરંતુ ફુદીનાની ચા બાબતમાં ખૂબ ઓછા લોકો જાણતા હશે. અને એ પણ, કે ફુદીનાની આ ચા મજેદાર સ્વાદ સાથે જ અનેક બહેતરીન ફાયદાઓ માટે પીવામાં આવે છે. તો તમે પણ જાણી લો ફુદીનાની ચા અને તેના બેમિસાલ લાભ-

૧. પેટ સબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ જેમ કે પેટમાં દુ:ખાવો, ઉલ્ટી, ઝાળા, મરડો, ગેસ વગેરા માટે ફુદીનાની ચા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સૌથી ખાસ વાત એ છે કે તેમાં તમે કેફીનની જરાપણ માત્રા નથી લેતા.

૨. તાજગી અને ઠંડક આપવામાં આ ચા નો કોઈ તોડ નથી. વિશ્વાસ રાખો આ તમને તુરંત રિફ્રેશ કરે છે અને પેટની ગરમી શાંત કરી ઠંડક જાળવી રાખે છે. તેનાથી પેટમાં બળતરાની તકલીફમાં પણ રાહત મળે છે.

3.ત્વચા સબંધિત ઘણી મુશ્કેલીઓનું નિવારણ પણ છે ફુદીનાની ચા પાસે. ત્વચામાં બળતરા, સોજા, મુંહાસા અને અન્ય સમસ્યાઓને આ સમાપ્ત કરવામાં સહાયક છે.

૪. જો તમે મેદસ્વિપણું ઓછું કરવા ઈચ્છો છો, ત્યારે તો તમારે ચોક્કસપણે આ ચા પીવી જોઈએ. આ વગર કોઈ આડઅસરે વજન તો ઓછું કરશે જ, તણાવથી પણ રાહત અપવાશે.

 

૫. આ મગજ માટે પણ ફાયદાકારક હોઈ છે. થોડા જ દિવસની અંદર આ તમારી યાદશક્તિમાં વધારો કરશે અને તમે દિવસભર તાજગી અનુભવ કરશો.

આવી રીતે બનાવો ફુદીનાની સ્વાસ્થયવર્ધક ચા.. ફુદીનાનો ઉપયોગ આપણે અવારનવાર ચટણી બનાવવા માટે કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છે કે ભોજનમાં સ્વાદ આપવા સાથે સાથે આ ખૂબ ફાયદાકારક પણ છે. આવો જાણીએ તેની ચા બનાવવાની રીત અને તેના ફાયદા..

૮-૧૦ – ફુદીનાનનાં પાન

અડધી નાની ચમચી કાળું મરચું

અડધી નાની ચમચી સંચળ

૨ કપ પાણી

વિધિ : ફુદીનાની ચા બનાવવા માટે ધીમા તાપમાં એક તપેલીમાં પાણી ઉકાળવા માટે રાખો. પાણીમાં ફુદીનાનાં પાન, કાળુ મરચું અને સંચળ નાખો અને પાંચ મિનિટ સુધી ઉકાળીને ગેસ બંધ કરી દો. ચા ગળણીથી ગાળીને એક કપમાં કાઢી લો. ફુદીનાની ચા તૈયાર છે.

નોંધ:- તમે આ ચા માં દૂધ અને ખાંડ ઉમેરીને પણ બનાવી શકો છો. એવું કરવાથી આ ચા સામાન્ય ચા જેવી જ બનશે. તમે મિંટ ટી બેગનો પણ ઉપયોગ કરી શકો છો.

એક્સપર્ટ પણ જણાવે છે તેના ફાયદા. ફુદીનામાં મેંથોલ મળી આવે છે જેનાથી ત્વચાને ઠંડક મળે છે. જો તમને એલર્જીની તકલીફ છે તો એક કપ ફુદીનાની ચા ખૂબ લાભદાયક છે.

-ફુદીનાની ચા વજન ઘટાડવામાં પણ કારગર છે.

-ફુદીનાની ચા શરીરમાં શર્કરાને પણ બરાબર રાખે છે. મુસાફરી કરતા પહેલા એક કપ ફુદીનાની ચા પીવાથી ઉલ્ટી કે ચક્કરની ફરિયાદ પણ નથી રહેતી.

-સુંદર વાળ માટે પણ ફુદીનાની ચા ફાયદાકારક છે.

-ફુદીનાની ચા પેટમાં દુ:ખાવો, એસિડીટીમાં આરામ અપાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ