આ યુવાન પાસે બધી જ વસ્તુઓ છે સોનાની, લાઇફ સ્ટાઇલ જોઇને તમારી આંખો પણ થઇ જશે પહોળી

સોનુ કઈ વ્યક્તિને પસંદ નથી ? સોનુ હંમેશાથી જ બધાના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આપણે સોનાની પાછળ પાગલ થતા ઘણા બધા વ્યક્તિઓ જોયા છે. જો આપણે કોઈ વ્યક્તિને વધારે સોનુ પહેરેલ જોઈએ છીએ તો આપણે તેની તુલના બોલીવુડના સિંગર બપ્પી લેહેરી સાથે કરવા લાગીએ છીએ. ત્યારે આજે અમે આપને એક એવી વ્યક્તિ વિષે જણાવીશું જે સોનાની પાછળ પાગલ છે.

image source

આ વ્યક્તિ મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરના પિંપરીમાં રહે છે. આ વ્યક્તિનું નામ સની વાઘચૌરે. સની વાઘચૌરેને સોનાનો જબરદસ્ત ક્રેઝ ધરાવે છે. સની વાઘચૌરે પાસે ઓડી કારથી લઈને આઈફોન સુધીની બધી જ વસ્તુઓ ગોલ્ડમાં છે. સની વાઘચૌરે અંદાજીત ત્રણ કિલો જેટલા વજન ધરાવતી ગોલ્ડ જ્વેલરી હંમેશા માટે પહેરી રાખે છે.

image source

પુણે શહેરના પિંપરીમાં પોતાનો ધંધો કરી રહેલ સની વાઘચૌરે પાસે માત્ર કાર અને આઈફોન જ ખાલી ગોલ્ડના નથી ઉપરાંત સની વાઘચૌરે પાસેની બધી જ વસ્તુઓ ગોલ્ડ માંથી બનાવેલ વસ્તુઓનો ઉપયોગ કરે છે. સની વાઘચૌરે રોજ નિયમિત રીતે ઢગલાબંધ સોનાની ચેઈન, હાથમાં સોનાનું બ્રેસલેટ અને સોનાની જ ઘડિયાળ પહેરવાનું પસંદ કરે છે. ઉપરાંત સની વાઘચૌરે પગમાં પણ સોનાના જ જૂતા પહેરવાનું પસંદ કરે છે.

સની વાઘચૌરેના શરીર પર આખા દિવસ અને ચોવીસે કલાક સોનાથી જ ઢંકાયેલું રહે છે. જેના કારણે સની વાઘચૌરેની આસપાસના વ્યક્તિઓ સનીને ‘ગોલ્ડમેન’ કહીને બોલાવે છે. આજની તારીખમાં સની વાઘચૌરે કરતા મોટો અન્ય કોઈ સુવર્ણપ્રેમી અત્યાર સુધી થયા નથી.

image source

સની વાઘચૌરે મોટાભાગે બોલીવુડ સેલેબ્રીટીસની સાથે જ જોવા મળે છે. એટલું જ નહી, અભિનેતા વિવેક ઓબેરોય સની વાઘચૌરેના નજીકના મિત્ર છે. તેમજ સલમાન ખાન, કરીના કપૂર, સોહેલ ખાન જેવા બોલીવુડ સેલેબ્રીટીસ સાથેના કેટલાક ફોટોસ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતી જોવા મળે છે. સની વાઘચૌરેના કેટલાક રાજનેતાઓ સાથે પણ ઘર જેવા સંબંધો ધરાવે છે.

image source

સની વાઘચૌરે આ બાબતે વાત કરતા કહે છે કે, ‘મને નાનપણથી જ સોનુ ગમે છે એટલા માટે હું મારો શોખ પૂરો કરવા માટે આટલું સોનુ પહેરું છું.’ સની વાઘચૌરેને પોતાના ડર વિષે જણાવતા કહે છે કે, પોતાના શરીર પર આટલું બધું સોનુ પહેર્યા પછી તેની સાથે કઈ ખોટું ના થઈ જાય તે વાતને ધ્યાનમાં રાખીને સની વાઘચૌરે હંમેશા ચાર બોડીગાર્ડથી ઘેરાયેલો રહે છે.

image source

સની વાઘચૌરે મોટાભાગે પોતાની લાઈફસ્ટાઈલના કેટલાક ફોટોઝ અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરતા રહે છે. સની વાઘચૌરેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજારોની સંખ્યામાં ફેન ફોલોઈંગ ધરાવે છે.

image source

સની વાઘચૌરેને સોનુ પહેરવા સિવાય બોડી બિલ્ડીંગનો શોખ ધરાવે છે. સની વાઘચૌરે ઘણીવાર બોડી બિલ્ડીંગ કોમ્પિટીશનમાં પાર્ટીસીપેટ કરતા જોવા મળે છે. સની વાઘચૌરે કેટલીક વાર ટીવી શોમાં પણ જોવા મળ્યા છે.

image source

મીડિયા રીપોર્ટ પ્રમાણે, જયારે વર્ષ ૨૦૧૬માં નોટબંધી કરવામાં આવી હતી ત્યારે સની વાઘચૌરે પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સની વાઘચૌરેએ જેટલું સોનુ ખરીદ્યું છે તે કાળાનાણાથી ખરીદવામાં આવ્યું છે. ત્યાર પછી સની વાઘચૌરેએ સ્પષ્ટ કર્યું હતું કે, તેણે જેટલું પણ સોનુ પહેર્યું છે તે બધું તેણે જાતે જ ખરીદ્યું છે અને આ બધી વસ્તુઓનો રેકોર્ડ સરકાર પાસે પણ છે.

image source

ઉલ્લેખનીય વાત છે કે, મહારાષ્ટ્રમાં સની વાઘચૌરે જેવા ઘણા બધા ગોલ્ડમેન વસે છે. દત્તા ફૂગે નામની વ્યક્તિએ પોતાના માટે એક સોનાનો શર્ટ પણ તૈયાર કરાવ્યો છે. ત્યાર પછી પંકજ પારીખ જેઓ નાસિક શહેરમાં રહે છે અને પંકજ પારીખ પોતાના શરીર પર રોજ ૪.૧ કિલો જેટલા વજનની ગોલ્ડ જ્વેલરી પહેરે છે.

સની વાઘચૌરેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હજારોની ફેન ફોલોઈંગ ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ