હવે પાકિસ્તાનીઓના અપલખણ બધા સામે છતાં થઈ ગયા, આ સ્ટારે છોડી દીધું પાકિસ્તાન, કહ્યું- ત્યાંના લોકો તો એકદમ…

આપણે ઘણા એવા સ્ટાર જોયા છે કે જેણે બોલિવૂડને બાય બાય કહ્યું હોય, પછી નોનવેજને બાય બાય કહ્યું હોય. પરંતુ આજે એક એવી માહિતી સામે આવી છે કે જે સાંભળીને તમે ચોંકી જશો. કારણ કે હવે એક ટિકટોક સ્ટારે એક દેશ છોડી દીધો છે. જો કે એના પાછળનું કારણ પણ અજીબ છે. તે દેશના લોકો જ અપલખણા છે. પાકિસ્તાનની ટિકટોક સ્ટાર જન્નત મિર્ઝા પાકિસ્તાનથી જાપાન શિફ્ટ થઈ ગઈ છે. 22 વર્ષની જન્નત ટિકટોક પર 1 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતી પ્રથમ પાકિસ્તાની યુઝર છે. તેથી તેના ફેન્સ આ નિર્ણયથી નારાજ છે.

1 મિલિયનથી વધુ ફોલોઅર્સ

image source

ઇન્સ્ટાગ્રામ પર પણ જન્નતના 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે અને વાયરલ પણ થતી રહે છે. જન્નતે હાલમાં કહ્યું હતું કે જ્યારે ટિકટોક પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકાયો હતો, ત્યારે તે જાપાનમાં હતી. જન્નતે હવે સ્પષ્ટ કરી દીધું છે કે તેણે નક્કી કર્યું છે કે તે જાપાનમાં જ રહેશે. જન્નાતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જેમાં ઘણા ચાહકોએ તેમને પૂછ્યું હતું કે તે ક્યારે પાકિસ્તાન પરત આવી રહી છે.

તમે પાકિસ્તાન કેમ છોડી રહ્યા છો

image source

જ્યારે પાકિસ્તાનનો સવાલ કર્યો ત્યારે પ્રતિક્રિયા આપતા જન્નત મિર્ઝાએ કહ્યું છે કે તે જાપાન શિફ્ટ થઈ ગઈ છે. જન્નતને એક ફેન્સએ સવાલ કર્યો કે, તમે પાકિસ્તાન કેમ છોડી રહ્યા છો? આ અંગે જન્નતે કહ્યું હતું – કારણ કે પાકિસ્તાન ખૂબ જ સારો અને પ્યારો દેશ છે પણ પાકિસ્તાનની પ્રજાની માનસિકતા સારી નથી. અગાઉ જન્ન્ત મિર્ઝાએ પાકિસ્તાનમાં ટિકટોક પર પ્રતિબંધને ટેકો આપ્યો હતો.

લોકોની આજીવિકા પણ આ એપ્લિકેશન દ્વારા ચાલે છે

image source

જન્નતે કહ્યું હતું કે હું જાતે જ પાકિસ્તાનમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવા માંગતી હતી, પરંતુ તે કાયમી ધોરણે ન હોવો જોઈએ. તેણે કહ્યું હતું કે- મને પાકિસ્તાનમાં ટિકટોક પ્રતિબંધ હોવાના સમાચાર મળ્યા છે, હાલમાં હું જાપાનમાં છું. જન્નતે એમ પણ કહ્યું હતું કે ઘણા લોકોની આજીવિકા પણ આ એપ્લિકેશન દ્વારા ચાલે છે અને આ એપ્લિકેશનને કારણે ઘણા નવા પ્રતિભાશાળી લોકો વિશે દુનિયાને જાણકારી મળે છે. જો કે આ એપ્લિકેશન પર કેટલીક વીડિયોઝની ગુણવત્તા ઘણી નબળી પણ છે.

પગલા લીધા બાદ ટિકટોક પ્રતિબંધ હટાવી શકાય

image source

આગળ વાત કરતાં મિર્ઝાએ કહ્યું કે આ સમયે ટિકટોક પર પ્રતિબંધ જરૂરી છે. પરંતુ પછીથી વીડિયોનું એક માપદંડ નક્કી કરી એપ પરના વીડિયો પર નજર રાખવામાં આવવી જોઈએ. મિર્ઝાએ કહ્યું કે આ અરજી અંગે કેટલાક જરૂરી પગલા લીધા બાદ ટિકટોક પ્રતિબંધ હટાવી શકાય છે.

પાકિસ્તાનમાં પણ ટિકટોક પર પ્રતિબંધ મુકાયો

image source

ભારત અને અમેરિકાના પગલે પાકિસ્તાને પણ ટિક-ટોક પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ બધા વચ્ચે પાકિસ્તાને પોતાના મિત્ર દેશ ચીનને મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાન સરકારે ચાઇનીઝ એપ ટિકટોકને બેન કરી છે. પાકિસ્તાનના દૂરસંચાર વિભાગને ટિકટોક ઉપર અનાતિક, અશ્લીલ અને અભદ્ર સામગ્રીની ઘણી ફરિયાદો મળી હતી. ત્યારબાદ પાકિસ્તાન સરકારે ટિકટોકને થોડા દિવસો પહેલા ચેતવણી આપી હતી. આમ છતા તેમાં સુધારો ના થતા ટિકટોકને બેન કરવામાં આવી છે. તેની પાછળ મુખ્ય કારણ અશ્લિલતા ફેલાવવાનું આપવામાં આપ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ