બદામ, કાજુ, અંજીર, અખરોટ જેવા ડ્રાયફ્રુટ્સ એક તરફ અને “સ્પાઇરુલિના” એક તરફ.. એવી દમદાર છે સ્પાઇરુલિના..

ફુડ સપ્લીમેન્ટ અને સુપર ફુડના નામે આપણે ત્યાં એટલાં તૂત ચાલે છે કે, ક્યારેક આપણે ચમત્કારિક ફુડ સપ્લીમેન્ટને પણ ગંભીરતાથી લેતા નથી. સ્પાઈરૂલિના આવું જ એક સુપર ફુડ છે. યુનો દ્વારા 1974માં યોજાયેલી “વર્લ્ડ ફુડ કોન્ફરન્સ”માં તેને “ભવિષ્યનું શ્રેષ્ઠ ફુડ” કહેવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક પરીક્ષણોથી પુરવાર થયું છે કે, કોઈ એક જ વનસ્પતિમાં આટલાં પોષક મુલ્યો ઠાંસી ઠાંસીને ભર્યા હોય એવું દુનિયામાં સ્પાઈરૂલિના સિવાય બીજું એક પણ ઉદાહરણ નથી. સંશોધનોએ તો એવું પણ સાબિત કર્યું છે કે, એક હજાર કિલો મિક્સ ફ્રુટ અને શાકભાજીમાં જેટલા પોષક મુલ્યો નથી મળતા એટલા માત્ર એક કિલો સ્પાઈરૂલિનામાંથી મળે છે. એટલે જ જગતનાં અનેક મહાન સ્પોર્ટ્સમેન, એથ્લીટ અને પર્વતારોહકો તેનું સેવન કરે છે.


તેના અગણિત ગુણોની સરખામણીએ તેનાં ભાવ પણ વાજબી હોય છે. સાંધાના દુખાવાથી લઇ, અશક્તિ, સ્નાયુઓની નબળાઈ, વિટામીનની ઉણપ વગેરેમાં તે અકસીર છે. ડાયેટિગ કરનારા માટે તે આશીર્વાદરૂપ છે કારણ કે, તેના થકી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે અને નબળાઈ નથી લાગતી. સૌથી અગત્યની વાત એ છે કે, વિટામીન B-12નો એ એકમાત્ર શાકાહારી ત્રોત છે. સામાન્ય રીતે દરેક શાકાહારી લોકોમાં વિટામીન B-12ની ખામી જોવા મળતી હોય છે અને તેને લીધે અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. સ્પાઈરૂલિનામાં B-12 ભરપુર પ્રમાણમાં છે. મજાની વાત એ છે કે, કોઈ વ્યક્તિને બિમારી ના હોય તો પણ એ એક ફુડ સપ્લીમેન્ટ તરીકે નિયમિત લઇ શકાય છે, તેના સેવનથી શરીરમાં એક અદ્ભુત સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

સ્પાઈરૂલિના આખરે છે શું?

સ્પાઈરૂલિના (આર્થ્રોસ્પાઈશ પ્લાન્ટેસીસ) એ એક નાના કદની, ભુરા અને લીલા રંગના મીશ્રણ જેવા વર્ણની શેવાળ છે. તેનો આકાર બિલકુલ કરોડરજજુના ગુંચળા જેવો હોય છે. જીવ વિજ્ઞાનની દ્રષ્ટીએ જોઈએ તો તે આ પૃથ્વિ પરની કેટલીક સહુથી પ્રાચીનતમ વનસ્પતિઓ માંહેની એક છે. સંશોધનો થકી જાણવા મળેલા તથ્યો મુજબ આશરે 3.6 અબજ વર્ષ પહેલા પણ આ ધરતિ પર તેની ઉપસ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. ખરૂ કહીએ તો સુક્ષ્મતમ જીવાણુંઓ અને વનસ્પતિના આવિર્ભાવ સંબંધીત ઉક્રાંતીની પ્રક્રિયામાં તે આ બન્નેને જોડતો વચ્ચેનો સેતુ છે. આફ્રીકા, મધ્ય-પૂર્વ અને અમેરિકામાં અબજો વર્ષ દરમ્યાન અનેક વખત આ પાણીની વનસ્પતિની મહત્તાનો લોકો અને વિજ્ઞાને ઉપયોગ કર્યો છે અને ન જાણે કઈ કેટલીયે સંસ્કૃતિઓને તેણે પોતાની પોષણ ક્ષમતાથી સીંચી છે. સ્પાઈરૂલિના નામની આ જળ વનસ્પતિ મોટા ભાગે જ્વાળામુખીની આસપાસના વિસ્તારોમાં આવેલા, ખનીજથી સમૃધ્ધ એવા આલ્કલાઈન સરોવરોમાં કુદરતી રીતે જ પાંગરે છે અને વિકસે છે. લગભગ દરેક ખંડોમાં આવી પરિસ્થિતિ પ્રાપ્ય હોવાથી તમામ ખંડોમાં તેનું અસ્તિત્વ આજ દી સુધી સંભવ બની ર ાðં છે. મેક્સીકોમાં ટેકસકોકો સરોવર, મધ્ય આફ્રીકામાં ચાડ સરોવરની આસપાસ અને પૂર્વ આફ્રિકામાં ગ્રેઈટ રીફટની દુર્ગમ ખીણોવાળા પ્રદેશોમાં સ્પાઈરૂલિનાના વિરાટ જંગલો જોવા મળે છે.


“આપનો ખોરાક જ આપનું ઔષધ બની રહો અને આપનું ઔષધ એ જ આપનો ખોરાક હો.”

(હીપોક્રેટસ- 460, ઈસુના 370 વર્ષ પૂર્વે)

સ્પાઈરૂલિનાને ‘સુપર ફુડ’ એટલે કે ઉત્કૃષ્ટ ખોરાક કહેવામાં આવે છે, તેની પાછળનું જે કારણ છે તે, એ છે કે આ જગતના અન્ય કોઈપણ ખાદ્ય પદાર્થ કરતા તેની પોષણ ક્ષમતા ઘણી અધિક છે. આપણા શરિરને જે પોષક દ્રવ્યોની જરૂરત પડે છે તે માંહેના અનેક આ અદભૂત વનસ્પતિમાં કુદરતે ઠાંસી ઠાંસીને ભર્યા છે. તેનું બંધારણ જોઈએ તો તેમાં 60 ટકા સંપૂર્ણ વનસ્પતિજ પ્રોટીન છે, તેમાં તમામ જરૂરી વીટામીન્સ તેમજ વિશેષ પ્રતીકાર શક્તિ આપતા દુર્લભ એવા જીએલએ સલ્ફોલીપાઈડસ અને ગ્લાયકોલીપીડસ જેવા ફેટી એસીડસ પણ છે.

માંસની ચરબી અને કોલેસ્ટરોલ વીના જ પચવામાં 60 ટકા આસાન એવું એક સંપૂર્ણ વનસ્પતિજન્ય પ્રોટીન તેમાં છે. સ્પાઈરૂલિનામાં ચરબી નહીવત છે. સ્પાઈરૂલિનામાં કેલરી નિમ્નતમ છે. સ્પાઈરૂલિના કોલેસ્ટરોલથી મુક્ત છે, જે પ્રોટીન છે તે ઝડપથી અને સહેલાઈથી પચી જાય છે. સ્પાઈરૂલિનામાં તમામ એવા જરૂરી એમિનો એસીડ છે જે શરીરમાં ઉત્પન્ન થતા નથી પરંતુ બીન જરૂરી એમીનો એસીડના સફળ નિયમન માટે જરૂરી છે. સ્પાઈરૂલિના ની કોષની દિવાલોમાં સેલ્યુલોઝ ન હોવાથી પાચનની દ્રષ્ટિએ તે ખુબ જ ઝડપી છે. લોહીમાં તેના પોષક દ્રવ્યો ખુબ જ ઝડપથી અને સહેલાઈથી ભળી જાય છે.

નેચરલ બીટા કેરોટીન (પ્રો વીટામીન – એ)


પ્રાકૃતિક બીટા કેરોટીન માટેનો સ્પાઈરૂલિના સહુથી સમૃધ્ધ ત્રોત છે. 100 ગ્રામ ગાજરમાં જે માત્રામાં આ તત્વ મળે તેના કરતા દસ ગણી માત્રામાં એટલા જ પ્રમાણની સ્પાઈરૂલિનામાંથી મળે છે. કૃત્રીસ બીટા કેરોસીન કરતા કુદરતી બીટા કેરોટીન અનેક રીતે ચડિયાતું અને બહેતર છે. કારણ કે, માનવ શરીર ફક્ત પોતાની જરૂરીયાત મુજબ જ બીટા કેરોટીનનું વીટામીન એમાં રૂપાંતર કરે છે. તેથી જ શરીરમાં ઘણી વખત કૃત્રીમ બીટા કેરોટીનનું વીટામીન એ બનતું નથી ત્યારે તે કૃત્રીમ પદાર્થ ઝેરમાં રૂપાંતર પામે છે. બીટા કેરોટીન એ એક ખુબ જ મહત્વનું વીષ પ્રતીરોધક છે. અનેક અભ્યાસ થકી એ પુરવાર થયું છે કે બીટા કેરોસીન અને વિટામિન-એથી ભરપુર ખાદ્ય પદાર્થોના સેવનથી કેન્સરના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

ગામા લાઈનોલીનીક એસીડ

માતાના દુધમાંથી મળી આવતો જુજ એવો આ ફેટી એસીડ બાળકના સ્વાસ્થ્ય સુધાર માટે ખુબ જ જરૂરી છે. શરીરની અનેક કામગીરીમાં જેની ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે તેવા સહુથી અગત્યના અને મુળભૂત એવા હોર્મોન, ‘પ્રોસ્ટેગ્લેન્ડીન્સ’ના નિયમનમાં જીએલએ અત્યંત ઉપયોગી છે. માતાના દુધ ઉપરાંત સ્પાઈરૂલિના સિવાય જીએલએ કયાંયથી પ્રાપ્ત હોવાનું આજ દી સુધી જાણમાં આવ્યું નથી.

લોહતત્વની પૂર્તિ

માટે સર્વશ્રેષ્ઠ ત્રોત


શરીરની તમામ સીસ્ટમને મજબૂત બનાવવા આયર્ન ખુબ જ જરૂરી છે. આમ છતા બહું મોટી બહુમતીના લોકો આયર્નની ખામીથી પીડાતા હોય છે. કેટલાયે અભ્યાસ પરથી એ સ્પષ્ટ થયું છે કે અન્ય કોઈ પણ આયર્ન સપ્લીમેન્ટ કરતા સ્પાઈરૂલિના માંહેનું આયર્ન 60 ટકા વધુ અસરકારક છે.

વીટામીન બી-12 અને

બી-કોમ્પ્લેકસની ઉચ્ચ માત્રા

સ્પાઈરૂલિના વીટામીન બી-12નો સહુથી સમૃધ્ધ ત્રેત છે. પ્રતિ 100 ગ્રામ આ પ્રમાણ ગાયના લીવરમાંથી મળતા બી-12 કરતા પણ ઘણું વધારે છે. રક્તકણોના વિકાસ માટે વીટામીન બી-12 ખુબ જ જરૂરી છે. પરંતુ શાકાહારી ખોરાકમાંથી બી-12ની પ્રપ્તિ મુશ્કેલ હોવાથી મોટા ભાગના શાકાહારીઓ તેની ઉણપથી પીડાતા હોય છે. સ્પાઈરૂલિના બી-12 માટેનો આદર્શ અને માનવીય સંવેદનાની સંભાળ લેતો ત્રેત છે.

ફાઈટોન્યુટ્રીઅન્ટસ

સ્પાઈરૂલિના માંહેનું ‘પોલીસેકેરીડસ’ ઈન્સ્યુલીનની દરમ્યાનગીરી વીના જ શરીર આસાનીથી શોષી લે છે. પેનફ્રીઆસ પર કોઈ વિપરીત અસર થવા દીધા વીના જ આ ફાઈટોન્યુટ્રીઅન્ટસ શરીરને ઝડપથી શક્તિ પુરી પાડે છે.

સલ્ફોલીપીડસ


સ્પાઈરૂલિના માંહેનો આ પદાર્થ માનવ શરીરના કોશ સાથે વાઈરસને જોડાવા નથી દેતો કે તેનો વિકાસ થવા નથી દેતો. આમ વાઈરલ ઈન્ફેકશન સામે તે મજબૂત રક્ષણ આવે છે અને વળી WHOના કહેવા મુજબ aids સામે પણ તે મજબૂત લડત આપી શકે છે.

ફાઈકોસીઆનીન

સ્પાઈરૂલિનાનું આ રંગસુત્ર સહુથી મહત્વનું છે. તેના બંધારણમાં મેગ્નેશ્યમ અને આયર્ન એમ બન્ને છે. આમ તે જીવનનો આધાર છે. પ્રાણી અને વનસ્પતિ બન્નેમાં આ બાબત એક સમાન રીતે જોવા મળે છે. અભ્યાસ દર્શાવે છે કે હાડકાના માવા (બોનમેરો)ની અંદરના સ્ટેમ સેલ્સ પર તેની મોટી અસર પડે છે. શરિરને ઓક્સીજન પુરી પાડવાની પ્રક્રિયા માટે જવાબદાર એવા રક્તકણો અને રોગ પ્રતીકારની દિવાલ ઉભી કરતા શ્વેતકણો, એમ બન્ને માટે સ્ટેમ સેલ્સ અનિવાર્ય છે.

ક્લોરોફાઈલ

શરિરનું શુધ્ધીકરણ કરતા તેમજ તેમાંથી ઝેરને મીટાવતા ફાઈટોન્યુટ્રીઅન્ટસ તરીકે તે ખુબ જ જાણીતું છે. સ્પાઈરૂલિનામાં તેનું પ્રમાણ 10ÿð જેટલું છે. કુદરતી ત્રેતમાં આ સહુથી વધુ માત્રા છે. તેમાં ક્લોરોફાઈલ-એનું સ્તર પણ ખુબ જ ઉંચું છે.

કેરોટીનોઈડસ

કેરોટીનોઈડ સમુહ શરીરમાં અલગ અલગ પ્રકારના ઝેર સામે સક્ષમ લડત આપી જીવનને સ્વસ્થ બનાવી રાખે છે. સ્પાઈરૂલિનામાં તેનું પ્રમાણ ઘણું ઉંચું છે.

બજારમાં સ્પાઈરૂલિના પાઉડર, કેપ્સ્યુલ, ટેબ્લેટ વગેરે અનેક સ્વરૂપે ઉપલબ્ધ છે. ધ્યાન એટલું રાખવાનું હોય છે કે, એ ઉત્પાદન વિશ્વસનીય હોવું જોઈએ. વળી એ સંપૂર્ણપણે ઓર્ગેનિક હોય એ પણ જરૂરી છે, તેનાં ઉત્પાદનમાં ઝેરીલા જંતુનાશક પણ ના હોવા જોઈએ અને તેની સુકવણી સૂર્યપ્રકાશમાં થયેલી હોવી જોઈએ. મશીનમાં સુક્વાતા સ્પાઈરૂલિના ના ગુણ ઘટી જાય છે. આવી જ ઓર્ગેનિક પદ્ધતિથી પોન્ડિચેરીના ઓરોવિલ્લેમાં તેનું ઉત્પાદન થાય છે.


સ્પાઈરૂલિનાના ઔષધીય ગુણો અને ફુડ સપ્લીમેન્ટ તરીકે તેની સર્વોપરીતા બાબતે ઓરોવિલ્લે છેક 1970થી જાગૃતી બતાવી ર ાðં છે. તે વર્ષમાં બોબ લોલોર નામના માણસે અહીંના સકસેસ કોમ્યુનિટિમાં સ્પાઈરૂલિનાની વ્યાવસાયીક ધોરણે ખેતી કરવાનો પ્રારંભ કર્યો હતો. થોડા સમય બાદ ‘દી-જાઈમા’ અને લા-ફાર્મમાં આ પ્રયોગો પર આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ઘણા લાંબા સમય સુધી તેમાં કાંઈ સફળતા મળી ન હતી. જો કે ઓરોવિલ્લેમાં આ અંગેના પ્રયાસો સતત ચાલુ જ ર ાા હતા.

આવા જ પ્રયાસના એક ભાગ રૂપે 1990માં બોનાવેન્તુરા નામના સ્વીસ નાગરિકે સ્પાઈરૂલિનાની ખેતીના લક્ષ્ય સાથે ઓરોવીલેમા સિમ્પલિસિટી નામના સ્પાઈરૂલિનાના ફાર્મની શરૂઆત કરી. સતત છ વર્ષ સુધી તેણે આ દિશામાં અથાક પરિશ્રમ ખેડયો પરંતુ તેને પણ આ બાબતે કોઈ સફળતા મળી નહીં. જો કે સ્પાઈરૂલિનાના ફાર્મીંગના વિષય પર તેની પાસે અલભ્ય પુસ્તકોનું વિશાળ કલેકશન હતું. તેણે આ વિષય પર આ પુસ્તકોનો ગહન અભ્યાસ પણ કર્યો હતો. પરંતુ તે અભ્યાસ તેને પોતાને ખાસ કામ આવ્યો નહીં.

હા, આ પુસ્તકોનું વિશાળ કલેકશન 1996માં ઓરોપીલેમાં આવી ચડેલા ટચ નાગરિક હેડ્રીકને સારૂ એવું ફળદ્રુપ નીવડયું. ઓટોવીલેના એક બીજા નીવાસી એવા તેજસ જોસેફની સાથે રહીને ‘સિમ્પલિસિટી’માં સ્પાઈરૂલિનાની ખેતીની સંભાવનાઓ બાબતે 1997માં એક દરખાસ્ત તૈયાર કરીને આ સંસ્થાના ‘ડેવલપેન્ટ ગ્રુપ’ને સુપ્રત કરી.

આજે લગભગ બે દાયકા જેટલા સમય પછી હેડ્રીકના પ્રયાસોને સારી એવી સફળતા મળી રહી હોય તેવું લાગે છે. જો કે પ્રારંભમાં ઓરોવીલેના હેલ્થ સેન્ટરે હેડ્રીકને સ્પાઈરૂલિનાની ફાર્મીંગ માટે ત્રણ ટેન્ક બાંધવા વ્યાજ વગરની લોન આપી હતી. હેડ્રીકે બોનાવેન્તુરાના સ્પાઈરૂલિનાની પરના પુસ્તક સંગ્રહનો વિશદ અભ્યાસ કર્યો હતો અને તે ઉપરાંત બીજાના અનુભવ પરથી પામી લીધેલા જ્ઞાનના કારે 1997માં જ તે સ્પાઈરૂલિનાનો પ્રથમ પાક ઓરોવીલેના હેલ્થ એન્ડ ન્યુટ્રીશન પ્રોગ્રામ અંતર્ગતના પ્રયોગો માટે સુપ્રત કરી શક્યો હતો.

આજે લગભગ 800 સ્કવેર મીટરના વિસ્તારમાં બનાવવામાં આવેલી ચાલીસ જેટલી ટેન્કમાં ઓરોવિલ્લે વાર્ષિક 4 ટન ડ્રાય સ્પાઈરૂલિના પાવડરનું ઉત્પાદન કરે છે.


વાસ્તવમાં સ્પાઈરૂલિનાની ‘ફ્યુચર ફુડ’ છે. આવનારા સમયમાં તેની ઘણી મોટી માંગ હશે. ઓરોવિલ્લે આ બાબતે જાગૃત છે અને ભવિષ્યમાં ઉત્પાદન વધારવા માટે જરૂરી પગલા પણ ઉઠાવશે.

પરંતુ એક વાત સ્વિકારવી જ પડે કે હાલમાં ઓરોવીલેમાં સ્પાઈરૂલિનાનું જે ઉત્પાદન થાય છે તેની ગુણવત્તા ખુબ જ ઉંચી છે. સ્પાઈરૂલિનાના તૈયાર પાકમાં મરક્યુરી, લીડ કે આર્સનીક જેવા ઝેરી પદાર્થો ભળી ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. ટેન્કની પાણીમાં ખાસ પ્રકારનું મીઠું અને ખનીજ નાખવામાં આવે છે. આ ઉપરાંત સ્પાઈરૂલિનાના દરેક લોટનું ઓરોવીલેના ખાસ ક્વોલીટી કન્ટ્રોલ ડીપાર્ટમેન્ટ દ્વારા પરિક્ષણ કરવામાં આવે છે.

ઓરોવીલેમાં સ્પાઈરૂલિનાના ઉત્પાદનમાં ક્યાંય પણ મશીનનો ઉપયોગ થતો નથી. આ અંગેની તમામ કામગીરી માટે આજુબાજુના વિસ્તારની મહિલાઓને રોકવામાં આવે છે. આ ત્રીઓ અભણ હોવાના કારણે તેઓને ખાસ પ્રકારની તાલિમ પણ આપવામાં આવે છે. સ્પાઈરૂલિનાની ખેતી માટે ઉષ્ણતામાનનું ખાસ મહત્વ હોવાથી આજુબાજુના વિસ્તારમાં ખાસ પ્રકારની વનસ્પતિઓ ઉગાડી, પર્યાવરણીય રીતે ઉષ્ણતામાન અને વાતાવરણનું નિયમન કરવામાં આવે છે. ટેન્કના પાણીમાં અન્ય અનીચ્છનીય જૈવીક પ્રક્રિયા આકાર ન લે તે માટે પાણીને વિશેષ આલ્કલાઈન ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. સ્પાઈરૂલિનાના પાનમાં પ્રોટીનનું પ્રમાણ વધારે અધિકતમ હોવાથી ત્યારે જ ચુંટી લેવામાં આવે છે.


ઓરોવીલેમાં જે સ્પાઈરૂલિનાનું વાવેતર કરવામાં આવે છે, તે એક વિશેષ પ્રકારની સ્પાઈરૂલિનાની જાત છે. ગ્રીકમાં તેને આર્થોસ્પાઈરા પ્લાન્ટેસીસ કહેવામાં આવે છે. આ જાત મહારાષ્ટ્રના લોનાર સરોવરની છે. જો કે આ સરોવર અત્યારે સુકાઈ ગયું હોવાથી ઓરોવિલ્લે આ જ જાત એન્ટેના ટેકનોલોજીઝ દુરાઈ પાસેથી મેળવે છે. મદુરાઈની આ પેઢી સ્પાઈરૂલિનાની આ જાત સ્વીટઝરલેન્ડની જીન બેન્ક પાસેથી પ્રાપ્ત કરે છે.

સ્પાઈરૂલિનાનું વાવેતર પર્યાવરણને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડતું નથી અને પ્રોટીનના પ્રત્યેક યુનીટ દીઠ ઓછામાં ઓછુ પાણી માંગે છે. તેના માટે સેદ્રીય ખાતરની પણ જરૂર પડતી નથી અને અંતિમ ગ્રાહકને લઘુતમ કિમતે તે મહત્તમ સ્વાસ્થ્ય આપે છે, આમ ઓરોવીલેનું આ સ્પાઈરૂલિના ફાર્મ દેશ અને દૂનિયા માટે માનવ ઉર્જા ઉત્પન કરવા ભવિષ્યમાં ઈંધણનું સર્જન કેવી રીતે કરવાનું છે તેની પાઠશાળાની ગરજ સારે છે.