પોતાના નોકરો સાથે આવું ગંદુ વર્તન કરે છે બોલિવૂડના સ્ટાર્સ?? – Shocking !!!

ચમક-દમક પાછળની સચ્ચાઈઃ

બોલિવુડની ચકાચૌંધ કરી દેનારી દુનિયામાં નકાબ પહેરેલા અનેક ચહેરા છુપાયેલા છે. બુકમાયબાઈ.કોમ નામના મુંબઈના એક સ્ટાર્ટઅપને આ વાત સારી રીતે સમજાઈ ગઈ છે. બુકમાયબાઈ.કોમ એ ઘરકામ કરતા નોકર પૂરા પાડતી એક વેબસાઈટ છે. બે વર્ષ સુધી વ્યવસ્થિત કામકાજ કર્યા બાદ આ વેબસાઈટે ઘોષણા કરી દીધી છે કે તેઓ બોલિવુડ સેલેબ્સને ઘરેલૂ નોકર કે નોકરાણીની સેવા નહિં પૂરી પાડે.

મારપીટ, ગાળાગાળી કરે છે સ્ટાર્સઃ

બોલિવુડ સેલેબ્સ કામવાળા સાથે મારપીટ, ગાળાગાળી કરતા હોવાની અને તેમને સમયસર પગાર ન આપતા હોવાના તથા તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હોવાના કિસ્સા વધી રહ્યા છે. બુકમાયબાઈ.કોમના કો-ફાઉન્ડર અનુપમ સિંઘલે બોલિવુડ પર બેન અંગેની જાણકારી બ્લોગપોસ્ટ પર આપી હતી. તેમની પાસે 25થી વધુ એવા કિસ્સા છે જેમાં બોલિવુડ કે ટીવી સેલેબ્સે તેમના કામવાળા સાથે દુર્વ્યવહાર કર્યો હોય.

અંતિમ સંસ્કારમાં પણ ન જવા દીધોઃ

એક સેલેબ્સે તો પોતાના નોકરને પોતાની માતાના અંતિમ સંસ્કારમાં પણ જવા નહતો દીધો. પછી જ્યારે એજન્સીએ બીજો નોકર મોકલાવ્યો ત્યારે તેને માના અંતિમ સંસ્કારમાં જવાની છૂટ આપી. એક એક્ટ્રેસ તો પોતાની નોકરાણીને ભોજનમાં માત્ર ચા અને બ્રેડ જ આપતી હતી. તેણે છ મહિનામાં એજન્સી પાસે સાત નોકરો બદલાવી દીધા હતા. એક એક્ટ્રેસ રોજ પોતાના નોકરની ધોલધપાટ કરતી હતી.

ગરીબોનું શોષણ કરે છે સ્ટાર્સઃ

સિંઘલે બોલિવુડ સેલેબ્સ સાથે કામ કરવાના અનુભવને ભયાનક ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે નોકરો સાથે આવુ વર્તન કરનારા કેટલાંય કલાકારો તો નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, “મને લાગ્યું કે સેલેબ્સ ગરીબ અને અસહાય લોકોનું શોષણ કરવા પોતાની પહોંચનો દુરૂપયોગ કરે છે. અમે આ કલાકારોના અસલી ચહેરા જોવા માંગતા હતા જે આપણા રોલ મોડલ્સ છે, જેની આપણે આટલી કદર કરીએ છીએ. દુઃખની વાત એ છે કે તેમને લોકો સાથે કેવું વર્તન કરવું તે પણ નથી ખબર પડતી.”

એક્ટ્રેસ રોજ કરતી મારઝૂડઃ

તેમણે પોતાના બ્લોગપોસ્ટમાં લખ્યું કે, “એક સેલેબ્રિટી રોજ પોતાની નોકરાણીની મારઝૂડ કરતી હતી. મને જેવી આ વિષે ખબર પડી, મેં તેને આ કામ જલ્દીથી જલ્દી છોડીને આવી જવા જણાવ્યું. તે અમારી ઑફિસ પહોંચી તો તેના શરીર પર મારપીટના નિશાન સ્પષ્ટ દેખાતા હતા.” જો કે પીડિતા પોતે એફઆઈઆર નોંધાવવા ન માંગતી હોવાને કારણે 50,000 જેટલા નોકરો ધરાવતી આ કંપનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી નહતી. સિંઘલે જણાવ્યું, “હું તો કેસ નોંધાવી કાનૂની કાર્યવાહી કરવા માંગુ છું પણ બાઈને બીક રહે છે કે પોલીસ તેને હેરાન કરશે.”

સોશિયલ મિડીયા પર બદનામી કરીઃ

સિંઘલે દાવો કર્યો છે કે તેમને પણ કેટલાંક બાઉન્સરોએ ધમકાવ્યો હતો. સોશિયલ મિડીયા પર તેની બદનામી પણ કરવામાં આવી હતી અને પોલીસ કેસ કરીને નોટિસ મોકલી પૈસા પાછા આપવાની ધમકી પણ આપવામાં આવી હતી.

સૌજન્ય : આઈ એમ ગુજરાત

મિત્રો, આ વિષય માં તમારો મત અચૂક આપજો…શું આવું વર્તન આટલા ફેમસ લોકો કરે એ કેટલું યોગ્ય ?

ટીપ્પણી