જો એકવાર ફોલો કરશો આ ટિપ્સ, તો ચપટીમાં થઇ જશે પીઠનો દુખાવો દૂર…

સાવ જ કુદરતી રીતે કોઈ પણ જાતની દવાઓ લીધા વગર જ તમારા પીઠ દર્દને કહો અલવિદા, સતત પીઠ દર્દ સતાવી રહ્યો છે ? તો આ સરળ ઉપાય અજમાવી કરી દો તેને હંમેશ માટે બાય-બાય

પીઠ દર્દની સમસ્યા હવે ખુબ જ યુવાનીથી શરૂ થઈ જાય છે અને ખાસ કરીને તેવા લોકોને કે જેમને સતત બેસીને કામ કરવાનું રહેતું હોય છે અથવા તો જેમને સતત એક જ પોઝીશનમાં લાંબો સમય પસાર કરવો પડતો હોય છે. પણ તમે આ અત્યંત કુદરતી રીતે તે પણ કોઈ પણ જાતની દવા લીધા વગર જ તમારા પીઠ દર્દને ટાટા-બાયબાય કહી શકો છો.

નિયમિત વ્યાયામ કરો

image source

જેમ તમે સવારે ઉઠીને ચા-નાશ્તો, નાહવા, ઓફિસ જવાનું તેમજ બપોર-સાંજ જમવાનો નિયમ અપનાવ્યો છે તેવી જ રીતે તમારે રોજ અરધો કલાક વ્યાયામનો પણ નિયમ અપનાવી લેવો જોઈએ. તેમ કરવાથી તમે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકશો. અને એમ પણ આખો દિવસ બેસેલી સ્થિતિમાં પસાર કરવાથી એ ખુબ જ જરૂરી બની જાય છે કે તમે તમારી પીઠના મસલ્સ માટે યોગ્ય વ્યાયામ કરો. નિયમિત વ્યાયામ કરવાથી તમારી પીઠ, પેટ અને પગના મસલ્સ મજબુત બનશે. અને આ મજબુત માસપેશીઓ તમારી કરોડ રજ્જુને સપોર્ટ આપશે અને તમારા પીઠ દર્દને દૂર કરશે. તેના માટે તમે યોગા, ચાલવું, દોડવું, તેમજ કેટલીક સ્ટ્રેચીંગ એક્સરસાઇઝ પણ કરી શકો છો.

તમારા પોશ્ચરને સુધારો

image source

જો તમને એકધારો દુઃખાવો તમારી પીઠના નીચેના ભાગમાં રહેતો હોય તો તે મોટે ભાગે તમારી લાઇફસ્ટાઇલના પ્રતાપે જ હોય છે. આપણે આપણા દિવસનો મોટા ભાગનો સમય બેઠા બેઠા જ પસાર કરીએ છે. આખો દિવસ આપણે ઓફિસમાં આપણા ડેસ્કટોપ કે પછી લેપટોપ સામે બેઠા રહીએ છે અને આપણું કામ કરતાં રહીએ છે. આ ઉપરાંત ક્યાંય આવવા જવાનું હોય તો ત્યારે પણ કાર, રીક્ષા, ટુ-વ્હીલર બસ વિગેરેમાં બેસીને જ જઈએ છે આ ઉપરાંત બેસીને જમીએ છે, ટીવી પણ આરામથી સોફામાં બેઠા બેઠા જોઈએ છે ટુંકમાં આખો વખત આપણે બેઠેલી સ્થિતિમાં જ હોઈએ છે.

image source

સામાન્ય રીતે આ પીઠ દર્દ લોકોની લાઇફસ્ટાઇલમાં એવો વણાઈ ગયો હોય છે કે તેમને તેનું ભાન પણ નથી હોતું અથવા તો તેને સતત ઇગ્નોર કરતા રહે છે પણ જ્યારે આ સ્થિતિ અસહ્ય બની જાય છે ત્યારે તેઓ જાગે છે અને નક્કામી પેઇનકીલર દવાઓ લઈને આ દુઃખાવાને દૂર કરે છે. પણ તેની જગ્યાએ જો તમારું પોશ્ચર સુધારશો તો તમને તેમાંથી ઘણી બધી રાહત મળશે. જેમ કે ટટ્ટાર બેસવું, આખો સમય બેસી રહેવાનું હોવાથી તમારી બેસવાની પોઝીશનને વારંવાર બદલવી આ ઉપરાંત કલાકે-કલાકે પાંચ મિનિટની નાનકડી વોક લઈ શકો છો. આમ કરવાથી તમારી પીઠને આરામ મળશે અને તમને પણ.

તમારા ખોરાક પર ધ્યાન રાખો

image source

એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે તમારા ખોરાક અને એકધારા બેક-પેઇન વચ્ચે સીધો જ સંબંધ છે. ખોરાકમાં વિટામીન ડી, વિટામીન બી12 અને મેગ્નેશિયમની ઉણપ તમારી પીઠને જીવન ભરનું દર્દ આપે છે. માટે તમારે તમારો ખોરાક પોશકતત્ત્વોથી પુર્ણ રાખવો જોઈએ અને તે જ તમને હેલ્ધી અને ફીટ રાખી શકશે.

પુરતી ઉંઘ લો

image source

પુરતી ઉંઘ એ માત્ર તમારા શરીરને કે મનને જ આરામ નહીં આપે પણ આખો દિવસ તમારું શરીર જે બેઠેલી હાલતમાં હોય અને તે વખતે તમારી કમર તેમજ પીઠને જે તકલીફ થઈ હોય તે આ રાત્રીની ઉંઘ દરમિયાન ઠીક થઈ શકે છે. જોકે તમારા ગાદલા તેમજ તકીયા પણ જો યોગ્ય ન હોય તો તમારી પીઠ દર્દની સમસ્યા વધી શકે છે. માટે તે બાબત પણ ધ્યાનમાં રાખવી. આ ઉપરાંત તમારે રાત્રી દરમિયાન 7-8 કલાકની ઉંઘ તો ચોક્કસ લેવી.

ઉંચી હીલ પહેરવાનું ટાળો

image source

ઘણી બધી સ્ત્રીઓને હાઇ હીલ્સ પહેરવાનો શોખ હોય છે. જે તમને તો ઉંચા બનાવે છે અને તમને સુંદર પણ દેખાડે છે પણ તેના કારણે તમારા પગ તેમજ તમારી કમરને ઘણું નુકસાન થાય છે તે સમજવું જરૂરી છે. તમે ક્યારેક ક્યારેક પ્રસંગોપાત હાઇ હીલ્સ પહેરી શકો છો પણ તેનો નિયમિત ઉપયોગ યોગ્ય નથી. હાઇ હીલ્સ પહેરવાથી તમારા શરીરનું સેન્ટર ઓફ ગ્રેવીટી બદલાઈ જાય છે જે તમારી પીઠ તેમજ તમારી કમરને પીડા પહોંચાડે છે. તેમ છતાં પણ જો તમે હીલ્સ પહેરવા માગતા હોવ તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારી હીલ્સ એક ઇંચથી ઉંચી ન હોવી જોઈએ.

ઠંડી-ગરમ સારવાર

image source

ઠંડી-ગરમ સારવાર એટલે કે ઠંડો અથવા ગરમ શેક. આ થેરાપી તમારા પીઠના દર્દને ખુબ જ ઝડપથી પણ થોડા સમય માટે દૂર કરી દેશે. ઠંડી થેરાપી જેને તમે આઇસ પેક દ્વારા લઈ શકો છો તેનાથી તમારી બળતરાઓ દૂર થશે અને ગરમ થેરાપી કે જેને તમે શેક કરવાની થેલી કે પછી ગરમ પાણી દ્વારા લઈ શકો છો તેનાથી તમારા મસલ્સ રીલેક્સ થશે આ ઉપરાંત તે જગ્યાનું બ્લડ સર્ક્યુલેશન પણ સુધરશે.

image source

જો કે એવું કહેવાય છે કે પ્રથમ 48 કલાક તો તમારે આઇસ થેરાપીનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે જો તમે દુઃખાવાના કારણે સોજો આવ્યો હોય તો ગરમ શેકથી તમારી સ્થિતિ વણસી શકે છે. આઇસ થેરાપી તમારે સીધો જ બરફ વાપરીને નથી કરવાની પણ મેડીકલ સ્ટોર પર ઉપલબ્ધ આઇસ પેકનો ઉપયોગ તમે કરી શકો છો. અથવા તો આઇસ ક્યુબને કાપડમાં લપેટીને તમે ઠંડો શેક કરી શકો છો.

આ ઉપરાંત પણ તમે કેટલાક પરિવર્તનો લાવીને તમારા પીઠ-દર્દની સમસ્યાને કાયમ માટે દૂર કરી શકો છો.

image source

– સૌ પ્રથમ તો જો તમારું વજન તમારી ઉંમર કરતાં વધારે હોય એટલે કે તમે એક અસ્વસ્થ વજન ધરાવતા હોવ તો તેને ઘટાડવા માટે યોગ્ય પગલા લો. વધારે પડતું વજન તમારી કરોડ રજ્જુ તેમજ તમારી પીઠની માસપેશીઓને તાણ આપે છે.

image source

– તમારા પોશ્ચર પર ખાસ ધ્યાન આપો. ખુંધ કાઢીને બેસવું કે પછી ચાલવું, કે પછી હંમેશા ખભા નીચા રાખીને માથુ જુકાવીને ચાલવું તે યોગ્ય પોશ્ચર નથી. તમારે તમારા પોશ્ચરને હંમેશા ટટ્ટાર રાખવું જોઈએ. તમારે તમારા પોશ્ચર પર સતત વોચ રાખવી પછી તમે બેઠેલા હોવ, ચાલતા હોવ કે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોવ.

image source

– જો તમે સ્મોકિંગ એટલે કે ધુમ્રપાન કરતા હોવ તો તમને જણાવી દઈએ કે તમને પણ બેક પેઇનની સમસ્યા રહે છે પણ તમને તેનો ખ્યાલ નથી રહેતો. કારણ કે સ્મોકિંગ તમારા હાડકાને નબળા પાડે છે અને તેના કારણે જ તમને બેક પેઇન થાય છે. માટે જો તમે નિયમિત સિગારેટ પીતા હોવ તો તમારે તે છોડી દેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ