આ રીતે લપેટો નાના બાળકોને કપડામાં, થશે અઢળક ફાયદાઓ

તમારા બાળકને કપડામાં યોગ્ય રીતે વીંટાળવાની સાચી રીત અને તેના ફાયદા.

ઘણી વાર તમને એવું લાગે છે કે તમારા બાળકને કપડામાં લપેટવું યોગ્ય નથી. પરંતુ તમને એ જણાવી દઈએ કે આનાથી બાળકને ગર્ભાશયમાં મળતી સલામતી અને ગરમાવો અનુભવાય છે. તમારા બાળકને સુતરાઉ અથવા મલમલના કાપડમાં લપેટવાથી તે ગર્ભાશયની એમ્નીયોટિક કોથળીથી સુરક્ષિત હોય એવું લાગે છે. આનાથી બાળકને સરળતા ઊંઘ આવે છે. જો કે, બધા બાળકોને કપડામાં વીંટળાયેલું કે સ્વૈડલ કરવું પસંદ નથી હોતું અને ખૂબ જ જલ્દી તેઓ તેમના કેટલાક વિરોધ અથવા હાવભાવ દ્વારા તમને આ સમજાવી દે છે. જો તમારા બાળકને સ્વેડલ્સ ગમતું નથી, તો તે તમને કેટલાક સંકેતો આપી શકે છે, જે નીચે વર્ણવેલ છે.

image source

1. તમારા બાળકને કપડામાં કેવી રીતે લપેટવો:-

 • :- એક સુતરાઉ અથવા મલમલનું કાપડ લો અને તેને હીરાના આકારમાં પલંગ પર વિસાવી દો. આ કાપડનો એક છેડો તમારી તરફ અને બીજો તમારી વિરોધ તરફ હોવો જોઈએ. આની સૌથી ઉપરનો છેડો કે કિનારી 10 થી 15 સે.મી. સુધી વાળી દો.
 • :- હવે બાળકને કપડાની વચ્ચે પીઠના બળે સુવડાવો. તેના ગળાનો ભાગ કાપડના તે ભાગ પર હોવો જોઈએ જે તમે વાળીને રાખ્યો છે.
 • :- કાપડની જમણી ધાર લો અને તેને શરીર પર લપેટો, તેને બાળકના જમણા ખભા ઉપર લાવો. હવે ડાબા હાથને ઉપાડો અને તેને તેની ડાબી બગલમાં બાંધી દો.
 • :- કાપડની મધ્યમાં પેટની ઉપર ફોલ્ડ કરો અને પગ માટે થોડી જગ્યા છોડી દો.
 • :- હવે કપડાની ડાબી ધાર બાળકના ડાબા ખભા ઉપર લો. બાળકને સહેજ ફેરવો અને કાપડને તેની પીઠ નીચે લપેટીને લપેટો. તમારા બાળકના ગળા અને ચહેરાને ઢાંકશો નહીં.
 • :- જો તમે ઈચ્છો છો, તો તમે કપડાંમાંથી બાળકના હાથ પણ બહાર કાઢી શકો છો.
image source

2. બાળકને કપડામાં લપેટતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો:-

 • :- બાળકને કપડામાં લપેટવાને સ્વેડલિંગ કહેવામાં આવે છે. જ્યારે તમારા બાળકને કપડામાં લપેટો, ત્યારે હંમેશા તેને તેની પીઠના બળે જ લપેટો.
 • :- બાળકના પગ અને કુલ્લા માટે પૂરતી જગ્યા છોડી દો. બાળકને કાપડમાં એટલા માટે લપેટવામાં આવે છે જેથી તે ગર્ભાશયની જેમ રક્ષણ અને હૂંફ અનુભવે. તેને એવી રીતે કપડામાં ન લપેટો કે તે પોતાને તેમાં ફસાયેલ સમજે.
 • :- સ્વેડલિંગ દરમિયાન તમારા બાળકના ચહેરા અને ગળાને ઢાંકવાની ભૂલ ક્યારેય ન કરો.
 • :- તમારી સ્વૈડલ ન તો ઘણું ખુલ્લું રાખવાનું છે અને ન ચુસ્ત કડક. ખુલ્લા કાપડથી બાળકના ગળા અને ચહેરાને ઢાંકી શકાય છે, જેનાથી તે અસ્વસ્થતા અનુભવે છે. તેનાથી બાળકનો શ્વાસ પણ રૂંધાય છે અથવા અચાનક નવજાત મૃત્યુ સિન્ડ્રોમનું કારણ પણ બની શકે છે. બીજી બાજુ, જો સ્વેડલ ખૂબ ચુસ્ત કડક હોય, તો બાળકને શ્વાસ લેવામાં અથવા હલન-ચલનની તકલીફ થઈ શકે છે.
 • :- જો તમે તમારા બાળકને લપેટવા માટે ચાદરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો ધ્યાનમાં રાખો કે ચાદર ગરમ હોવી જોઈએ પરંતુ સાથે જ હલકી હોવી જોઈએ. સ્વૈડલિંગ બાળકને ગરમાવો આપવા માટે હોય છે, તે તેના પર કોઈ ભાર મૂકવા અથવા તેને ગરમ કરવા માટે હોતું નથી. તેથી હંમેશાં સ્વૈડલિંગ માટે યોગ્ય કાપડ પસંદ કરો.
 • :- બાળકને કપડામાં લપેટવાથી સારી ઊંઘ આવે છે. તમારે બાળકને કપડામાં લપેટીને સુવડાવ્યા પછી થોડી થોડી વારે તપાસતા પણ રહેવું જોઈએ. નિષ્ણાતો સલાહ આપે છે કે સારી અને ઊંડી ઊંઘ દરમિયાન આકસ્મિક નવજાત મૃત્યુ સિંડ્રોમનું ઊંચું જોખમ રહેલું છે.
 • :- સ્તનપાન દરમિયાન કપડાંને દૂર કરો, કારણ કે તે સમયે બાળકને માતાના સ્પર્શની જરૂર હોય છે. ત્વચાના સંપર્કથી માતા અને બાળક વચ્ચેનો સંબંધ વધારે ગાઢ બને છે.
image source

3. બાળકને કપડામાં લપેટવું ક્યારે બંધ કરવું જોઈએ:-

 • :- દરેક બાળકની જુદી જુદી ટેવો અને જરૂરિયાતો હોય છે. તમારા બાળકની તુલના અન્ય બાળકો સાથે ન કરો. તમારા બાળકની પસંદ, નાપસંદ, વર્તન અને વિકાસ તેની ઉંમરના અન્ય બાળકો કરતા અલગ હોઈ શકે છે અને આ કુદરતી કે સ્વાભાવિક પણ છે. તે જરૂરી નથી કે તમારા બાળકને પણ સ્વૈડલની હૂંફ અને સલામતી ગમતી હોય.
 • :- આ સ્થિતિમાં, તમારા બાળક દ્વારા આપવામાં આવેલા સંકેતોને સમજવાનો પ્રયાસ કરો. જો બાળક વારંવાર લાત મારતો હોય અથવા કપડામાંથી હાથ બહાર નીકળતો હોય તો તેનો અર્થ એ કે તે કપડામાં લપેટવાનું બિલકુલ પસંદ નથી કરતો.
 • :- જ્યારે બાળક ગગડવાનું (રોલિંગ) શરૂ કરે છે, ત્યારે તેને કપડાંમાં લપેટવાનું બંધ કરવું જોઈએ, કારણ કે આને લીધે તેને હલન-ચલનમાં મુશ્કેલી થઈ શકે છે. જ્યારે બાળક કાપડમાં વીંટળાયેલ હોય ત્યારે રોલ કરવાનો અથવા ખસવાનો પ્રયત્ન કરતી વખતે તે ગૂંગળામણ અનુભવી શકે છે.

4. કપડામાં વીંટાળતી વખતે શું કરવું જોઈએ:-

image source

શું કરવું?

 • :- સ્વૈડલિંગ દરમિયાન બાળકને પીઠના બળે સુવડાવો.
 • :- બાળક જ્યારે પણ સ્વેડલમાં સૂતો હોય ત્યારે તેને વારંવાર જોતા રહો. ઊંડી ને સારી ઊંઘ દરમિયાન આકસ્મિક નવજાત મૃત્યુ સિંડ્રોમનું જોખમ વધારે રહે છે.
 • :- કુલ્લા અને પગના હલન-ચલન માટે સ્વેડલમાં પૂરતી જગ્યા છોડી દો.
 • :- જો તમારા બાળકને કપડામાં લપેટવું ગમતું નથી, તો તે તમને થોડા સંકેતો આપશે, આ સંકેતોને સમજવાનો પ્રયાસ કરો.
image source

શું ન કરવું?

 • :- તમારા બાળકને સ્વેડલ દરમિયાન પેટના બળે સુવડાવવાનું ટાળો.
 • :- કપડાંને વધુ કડક રીતે ન બાંધો અને વધુ ઢીલું પણ ન રાખો.
 • :- બાળકનું ગળું અને મોં ઢાંકવા જોઈએ નહીં.
 • :- તમારા બાળકની આદતો અને વર્તનની તુલના અન્ય બાળકોની સાથે ન કરો.
 • :- જ્યારે બાળક ગગડવાનું કે રોલ કરવાનું શરૂ કરે છે ત્યારે તેમને કપડામાં વીંટવાનું બંધ કરવું જોઈએ.
 • :- બાળકને પાતળાં કાપડ માં જ લપેટો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ