આ પરફેક્ટ રીતે થવો જોઇએ 6 મહિનાના બાળકનો વિકાસ, જાણો તમે પણ

6 મહિનાના બાળકનો વિકાસ:-

image source

હવે તમારું બાળક તેની પહેલા વર્ષની સફરનો અડધો ભાગ પાર કરી ચૂક્યો છે. તમારું છ મહિનાનું બાળક હવે વધારે ઝડપથી વિકસી રહ્યું છે. હવે તેના ખાવાની અને સૂવાની રીત વધુ સારી રહેશે. કેમ કે, તમારું બાળક આ સમયે ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે, તમને તેના શરીરમાં ઘણા ફેરફારો થતા જોવા મળશે.

હવે આ મહિનામાં તમે પ્રથમ વખત તમારા બાળકને નક્કર ખોરાક આપી શકશો. તમને તમારા બાળકના નીચલા જડબામાં નાના દાંત પણ જોવા મળશે. આનો અર્થ એ કે હવે તે વધુ અવાજ કરશે. જેમ જેમ દાંત આવવા શરૂ થશે તેમ તેમ, શબ્દો બનાવવાનું વધુ સરળ બનશે અને ટૂંક જ સમયમાં તમે બાળકના મોંમાંથી પ્રથમ શબ્દો સાંભળી શકશો.

image source

બાળકને કેટલીક નક્કર વસ્તુઓ ખવડાવવી ખૂબ જરૂરી હોય છે, પરંતુ તેને યોગ્ય રીતે ખવડાવવી એ વધુ મહત્વપૂર્ણ હોય છે. તમારે તેને છૂંદેલા કેળાથી લઈને છૂંદેલા ચોખા સુધી ખવડાવવાનું રહેશે, જેથી તમે જાણતા થાવ કે બાળકને શું ખાવું સારું લાગી રહ્યું છે.

જ્યારે બાળકના દાંત બહાર આવે છે, ત્યારે તેને ઘણી બધી તકલીફો પણ થાય છે. તમારા બાળકના જડબામાં દુખાવો થશે અને તે તેને ઘટાડવા માટે કોઈ ચીજ મોંમાં રાખીને ચાવશે. આ સમયે તમે તેને એવા રમકડા આપી શકો છો, જે ચાવવાથી બાળકને કોઈ જાતનું નુકસાન ન થાય.

image source

છઠ્ઠા મહિના સુધી સ્તનપાન કરાવતા રહેવું, કારણ કે હજી બાળકને નક્કર ખોરાક લેવાની ટેવ લેવામાં થોડો સમય લાગશે. આ સમયે , તમારે તમારી જાતની પણ સારી સંભાળ લેવી પડશે.

આ મહિનામાં, બાળકને કાળી ખાંસી, રોટાવાયરસ અને પોલિયો માટે રસીનો ત્રીજો સેટ આપવામાં આવશે. બાળકના શરીરની સંપૂર્ણ તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

છ મહિનાના બાળકની સંભાળ કેવી રીતે રાખવી તે સંબંધિત બધી બાબતો આ લેખમાં આગળ વિસ્તૃત સમજાવવામાં આવી છે.

1. છ મહિનાના બાળકનો વિકાસ:-

image source

આ સમય સુધીમાં, તમારા બાળકનું વજન જન્મ સમયના વજન કરતા બમણું થઈ જશે. તેના સ્નાયુઓ અને મગજનું સંકલન વધુ સારું થઈ જશે. બાળક વધુ સક્રિય બનશે અને રમવામાં વધુ સમય આપશે. હવે બાળકની દ્રષ્ટિ પણ સારી રીતે વિકસિત થશે અને વધુ રીતે સાંભળવાનું પણ શરૂ કરશે. આ સમય સુધીમાં, તમે જોશો કે બાળક અવાજોનો સારો પ્રતિસાદ આપશે અને કેટલીક વખત તમારી નકલ પણ કરશે.

આ સમય દરમિયાન બાળક બધું જ ચાવવા લાગે છે, જેના કારણે સ્તનપાન વધુ મુશ્કેલ બને છે. આ તે તબક્કો છે જ્યારે તમે બાળકને નક્કર ખોરાક આપવાનું શરૂ કરી શકો છો. આમ ધીમે ધીમે તેને તમે જે ખાશો તે ખાવાની ટેવ પડી જશે.

A. છ મહિનાના બાળકનું વજન:-

image source

એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બધા બાળકો સમાન રીતે વિકાસ પામે છે અને પૂર્વ-પરિપક્વ (પ્રિ-મેચ્યોર) બાળકો સામાન્ય રીતે ધીરે ધીરે વિકાસ પામે છે. બાળકનો વિકાસ જન્મના ચોથા મહિનાથી છઠ્ઠા મહિના સુધી ખૂબ જ ઝડપથી થાય છે, પરંતુ આ પછી પ્રક્રિયા ધીમી પડી જાય છે.

આ સમયે તમારા બાળકનું (બેબી બૉય) વજન 7.9 કિલો સુધીનો હશે, જ્યારે તમારી બાળકીનું (બેબી ગર્લ) વજન 7.5 કિલો સુધી હશે. જો તમારા બાળકનું વજન અહીં જણાવ્યા કરતા થોડું વધારે કે ઓછું હોય તો તમારે તેની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. પરંતુ જો તમે હજી પણ તેના વિશે ચિંતિત છો, તો તમે ડૉક્ટર સાથે વાત કરી શકો છો.

B. બાળકનું મગજ અને સ્નાયુઓનું સંકલન (મોટર કૌશલ્ય વિકાસ):-

image source

હવે તમારું બાળક કોઈ ટેકો લીધા વિના અથવા થોડું ટેકો લઈને બેસી શકશે. તે પોતાની જાતને ઊંચો કરવાના પ્રયત્નો કરશે.

પાંચમા મહિનામાં, બાળક તેના પેટના બળે ફરી શકે છે. તે છઠ્ઠા મહિનામાં હજી વધુ પ્રગતિ કરી શકશે. હવે તે પેટ અથવા કમરના બળે ફરી શકશે.

આ સમય સુધીમાં, બાળક તેના પેટના બળે ચાલવાનું શરૂ કરી શકે છે. હવે તે પોતાનું વજન ઉપાડી શકે છે. ખાતી વખતે અથવા રમતી વખતે બાળક ઉછળતું દેખાય શકે છે.

આ સમય સુધીમાં, તેને વસ્તુઓ પકડતા વધુ સારી રીતે આવડી જાય છે, તેમજ રમકડા અથવા અન્ય વસ્તુઓ પકડીને કે ઊંચી ઉઠાવીને, તે આસપાસ પણ ફેંકી શકે છે.

image source

C. છ મહિનાના બાળકની આંખોનો વિકાસ:-

છેલ્લા કેટલાક મહિનાઓમાં તમારા બાળકની આંખોનો ઘણો વિકાસ થયો છે. હવે તે વસ્તુઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. હવે બાળકની આંખોનું સંકલન પણ વધુ સારું રહેશે અને હવે તે કોઈ પણ એક પદાર્થ કે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

હવે તમારું બાળક ચહેરા અને વસ્તુઓને ઓળખવાનું શરૂ કરશે અને રંગોને પણ વધુ સારી ઓળખવા માટે સમર્થ બનશે.

બાળકના હાથ અને આંખોના સમન્વયમાં પણ સુધારો થયો છે, જેનાથી તેના માટે રમવું વધુ આનંદદાયક બનશે.

હવે તમે બાળકને વિવિધ રંગીન ચિત્ર પુસ્તકો બતાવીને, તેની સાથે વાત કરીને, તેને નવી જગ્યાએ લઈ જઈને તેની આંખોના વિકાસમાં સહાય કરી શકો છો. આનાથી તેને જુદા જુદા ચિત્રો જોવા, સમજવાનો સમય મળશે.

image source

D. બાળક સંદેશાવ્યવહાર કુશળતા (ગતિવિધિ) :-

આ સમય સુધીમાં, તમારા બાળકની સાંભળવાની ક્ષમતા વધુ વિકસિત થઈ ગઈ છે અને હવે તે તમારા અવાજને વધુ સારી રીતે ઓળખી શકશે. છઠ્ઠા મહિનામાં, તમારું બાળક અવાજ પકડવાનું શરૂ કરશે. હવે તે સમજી શકશે કે શબ્દમાંથી વાક્ય કેવી રીતે રચાય છે. આ સમય સુધીમાં, તે તમારા અવાજોની નકલ પણ કરી શકશે.

આ સમયે તમારું બાળક બોલવાનું શીખવાની પ્રારંભિક તબક્કે છે, તેથી તમે શબ્દોને પુનરાવર્તિત કરીને અને શક્ય તેટલું બાળક સાથે વાત કરીને બોલવામાં તેને મદદ કરી શકો. આ તે સમય છે જ્યારે બાળકને વધુ લોકો સાથે પરિચય કરાવવો જોઈએ, જેથી તે નવા અવાજો પણ સમજી અને ઓળખી શકે.

image source

E. 6 મહિનાના બાળકના દાંતનો વિકાસ:-

આ સમયે તમારા બાળકના દાંત બહાર આવવાની શરૂઆત થઈ જાય છે. નીચલા જડબાના આગળના દાંત પ્રથમ દેખાય છે. આ પછી, પ્રથમ ટોચનો દાંત આવશે. દાંત બહાર આવે તે પહેલાં, એવાં કેટલાક લક્ષણો બાળકના શરીરમાં દેખાશે, જે બતાવે છે કે બાળકના દાંત આવી રહ્યા છે. તેમાંથી કેટલાક નીચે મુજબ છે, જેની તરફ તમારું ધ્યાન જવું જરૂરી છે:-

1. પેઢામાં સોજો (જીંજીવાઇટિસ)

2. વર્તનમાં ચિડચિડાપણું આવવું

3. બધી વસ્તુઓ મોં માં લેવી

image source

4. ખાવાની ટેવ બદલવી

5. ઊંઘની સમસ્યા

6. અતિસાર, તાવ, ફોલ્લીઓ (અસામાન્ય લક્ષણો)

જો તમારા બાળકને ઝાડા, તાવ અથવા ત્વચા પર ફોલ્લીઓ દેખાય છે, તો તરત જ તેને ડૉક્ટરની પાસે લઈ જાઓ. કેમ કે, દાંત નીકળવાની પ્રક્રિયા ખૂબ પીડાદાયક હોય છે અને તે એક લાંબી પ્રક્રિયા છે, આ સમય દરમિયાન તમારે તમારા બાળકની સ્વચ્છતાની સારી કાળજી લેવી પડશે, જેથી કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે. તમે નીચેના પગલાં લઈ શકો છો:-

image source

:- તમારા બાળકને એવાં રમકડા આપો જે ચાવી શકાય, પરંતુ ખાતરી કરો કે તે સખત રબરના બનેલા હોય અને સલામત હોય.

:- બાળક જે પણ રમકડાંથી રમતું હોય તેને હંમેશા ગરમ પાણીથી સાફ કરો.

:- તમારા બાળકને અણીદાર અને જંતુયુક્ત વસ્તુઓથી દૂર રાખો.

:- તમે તમારા બાળકની ચાવવાની વસ્તુઓ જેમ કે, રબરના રમકડા અને શાકભાજી જેવા કે કાકડીઓ, ગાજર વગેરે ફ્રીઝરમાં રાખી શકો છો. ઠંડા તાપમાનથી સોજાનું જોખમ ઘટે છે.

:- બાળકના પેઢાની માલિશ હળવેથી તમારી આંગળીથી કરો. તમે આ માટે નાળિયેર તેલ અથવા ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો.

:- સુન્ન કરી દે તેવી જેલ્સ અથવા દાંતના દુખાવા માટેની દવાઓ ન આપો, કારણ કે તે સલામત હોતી નથી. યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ જણાવ્યું છે કે આ દવાઓમાં બેલાડોના હોય છે, જે બાળકના શરીરમાં ઝેરી દવા પેદા કરી શકે છે.

image source

2. છ મહિનાના બાળકને શું ખવડાવવું જોઈએ:-

છઠ્ઠા મહિનામાં, તમારા બાળકનું પેટ પણ સારી રીતે વિકસવાનું શરૂ કરે છે અને આમાં તમે તેને નક્કર ખોરાક આપીને તેની મદદ કરી શકો છો. ભારત સહિત ઘણા અન્ય દેશોમાં, બાળકને પ્રથમ વખત ખવડાવવા સાથે જોડાયેલા ઘણા રીત-રિવાજો છે. ભારતમાં સૌ પ્રથમ બાળકને બાફેલા અને છુંદેલા ચોખા આપવામાં આવે છે. યાદ રાખો કે તમારા બાળક માટે આ એક નવો અનુભવ છે, તેથી તેની ઇચ્છા વિના તેને ખવડાવવા માટે વધુ દબાણ કરવાનો પ્રયાસ કરશો નહીં. બાળકને નક્કર ખોરાક આપતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જે નીચે મુજબ છે:-

:- બાળકો સામાન્ય રીતે પ્રથમ મીઠી વસ્તુ ખાય છે, તેથી તમે તમારા બાળકને છૂંદેલા કેળા, ગાજર, ચોખા, સફરજન વગેરેથી ખવડાવવાની શરૂઆત કરી શકો છો. આ ઉપરાંત તમે તેને દાળનું પાણી પણ આપી શકો છો, તે ખૂબ જ પૌષ્ટિક હોય છે. ખાતરી રાખો કે, ખોરાક સારી રીતે રાંધવામાં આવેલો હોય અને છૂંદેલો હોય.

image source

:- તમારા બાળકના ખોરાકમાં ખાંડ ના ઉમેરશો. તેને ફક્ત કુદરતી મીઠી વસ્તુઓ આપો જેમ કે , ફળો વગેરે. તેનાથી તમારા બાળકને હેલ્ધી ખોરાક ખાવાની ટેવ પડશે અને તે ખાંડથી પણ દૂર રહેશે.

:- બજારમાં ઘણાં પ્રકારનાં બેબી ફૂડ મળે છે, પરંતુ તમે તે ડૉક્ટરને પૂછ્યા વિના ન લો. મોટાભાગના પેકેજ્ડ ખોરાકમાં ઉપરથી પ્રિઝર્વેટિવ્સ અને સ્વીટનર્સ હોય છે. તેનાથી તમારા બાળકને મુશ્કેલી ઉભી થઈ શકે છે. સારું એ રહેશે કે, તમે પ્રથમ વર્ષમાં ઘરે બનાવેલા (હોમમેઇડ) ખોરાકને પ્રાધાન્ય આપો.

:- જ્યાં સુધી બાળક એક વર્ષનું ન થાય ત્યાં સુધી તેને મધ આપવું નહીં. તેનાથી બાળકને બોટુલિઝ્મ થઈ શકે છે.

:- તમારા બાળકને ચમચીથી ખવડાવો અને ધ્યાન રાખો કે ચમચી વધારે ન ભરો. થોડું થોડું ખવડાવો, જેથી તેને સ્વાદની ખબર પડે અને તે મોંમાંથી ખોરાકને બહાર ન નીકાળે અથવા ગળામાં અટકી કે ફસાઈ ન જાય.

image source

:- ખવડાવતા સમયે તમારા બાળક સાથે વાત કરો. તમારા બાળકની સાથે અથવા તેની બાજુમાં ખાવ, ખાસ કરીને જ્યારે તમે કોઈ ફળ અથવા શાકભાજી ખાતા હોવ. આ બાળકમાં ટેવ રોપવાનો એક સારો માર્ગ છે.

:- બાળકને તેની ઇચ્છા વિના ખવડાવશો નહીં. તેને બધો ખોરાક પૂર્ણ કરવા માટે આગ્રહ ન કરો, તેના બદલે તેને તેની ઇચ્છા મુજબ જ ખવડાવો.

:- આ સમયે બાળકની પાચક શક્તિ બદલાઈ રહી છે, તેથી બાળકને ઝાડા, કબજિયાત અને ગેસ પસાર થવો એ સામાન્ય બાબત છે. ડૉક્ટર સાથે સંપર્કમાં રહો અને જો લક્ષણો ગંભીર દેખાય છે, તો તરત જ ડૉક્ટરને મળો.

:- એવું નથી કે તમારા બાળકને હવે દૂધની જરૂર નથી. જ્યાં સુધી તમારું બાળક પોષણ માટેના ખોરાક પર સંપૂર્ણ નિર્ભર નથી રહેતું, ત્યાં સુધી તેને સ્તનપાન કરાવતા રહો.

3. છ મહિનાના બાળકને સ્તનપાન:-

image source

જ્યારે તમે બાળકને નક્કર ખોરાક આપવાનું શરૂ કરો છો, ત્યારે તમે ધીમે ધીમે સ્તનપાન બંધ કરી શકો છો. અચાનક સ્તનપાન બંધ કરવાનો પ્રયાસ ન કરો, કારણ કે આનાથી માતા અને બાળક બંનેના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર બાળકને જન્મ પછીના છ મહિનામાં સારી રીતે સ્તનપાન કરાવવું જોઈએ અને એક વર્ષના થાય ત્યાં સુધી સ્તનપાન ચાલુ રાખવું જોઈએ. એકવાર બાળકને નક્કર ખોરાક ખાવાની આદત થઈ જાય, પછી સ્તનપાનની જરૂરિયાત જાતે જ ઘટશે. જો તમે કોઈ કારણસર સ્તનપાન ન કરાવી શકતા હોવ અથવા તમને સ્તનપાન કરાવવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તમે ફોર્મ્યુલા દૂધ પણ શરૂ કરી શકો છો. જો કે, બજારમાં ઉપલબ્ધ ફોર્મ્યુલા દૂધમાં એન્ટિબોડીઝ નથી હોતી જે માતાના દૂધમાં હોય છે.

સ્તનપાન દ્વારા જ બાળકમાં પાણીની જરૂરત પૂર્ણ થતી હોય છે, તેથી તેમને પાણી આપવાની જરૂર પડતી નથી. તેથી જો ડૉક્ટર કહે, તો તમે હવે બાળકને પાણી આપી શકો છો. ખાતરી રાખો કે પાણી ઉકાળેલું હોય અથવા ફિલ્ટર થયેલ હોય. તમારા બાળકને પેકેજ્ડ જ્યુસ ન આપો, કારણ કે તેમાં મીઠાશ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે.

image source

4. છ મહિનાનું બાળક કેવી રીતે સૂઈ જાય છે:-

છઠ્ઠા મહિના સુધીમાં, ઘણા બાળકો આખી રાત ઉંઘવાનું શરૂ કરી દે છે. આની સાથે, તે દિવસમાં બેથી ત્રણ વખત નાની નાની ઉંઘ પણ લે છે. આનાથી માતાપિતાને રાહત થાય છે, પરંતુ એસઆઈડીએસના જોખમને પણ ધ્યાનમાં રાખો. ખાસ કરીને હવે કારણ કે બાળક સૂતી વખતે પણ પેટના બળે આગળ વધી શકે છે. જ્યાં પણ બાળક સૂઈ રહ્યો છે, તે સ્થળ એકદમ સલામત હોવું જોઈએ. તેની આસપાસ કોઈ રમકડા, ઓશિકા અથવા ધાબળા વગેરે ન રાખો.

દાંત આવવાની પ્રક્રિયા પણ બાળકની ઉંઘને અસર કરી શકે છે. જો બાળક ઊંઘમાંથી જાગી જાય છે, તો તેને સ્તનની ડીંટડી કે ચૂસણી, ફ્રોઝન રમકડું આપીને અથવા તેના પેઢાની માલિશ કરીને તેને શાંત કરી શકો છો.

image source

5. છ મહિનાના બાળકની આપવામાં આવતી રસી:-

છઠ્ઠા મહિનામાં, રસીકરણની ત્રીજી માત્રા બાળકને આપવામાં આવે છે. આ નીચેના રોગો માટે આપવામાં આવે છે.

1. રોટા વાયરસ

2. ન્યુમોકોકલ રોગ (પીસીવી 13)

3. ડિપ્થેરિયા, ટિટાનસ અને હૂપિંગ કફ (પેર્ટ્યુસિસ)(ડીટીએપી)

4. હીમોફીલસ ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર બી (એચઆઈબી)

5. પોલિયો (આઈપીવી)

image source

રસીકરણ દરમ્યાન બાળકને સારી રીતે પકડી રાખો. જેથી તે સલામતી અનુભવે અને તે ઈન્જેક્શન આપતાં સમયે હલે નહીં. બાળકમાં ઇંજેક્શન આપ્યા પછી પ્રતિક્રિયાઓ કે રિએક્શન આવી શકે છે. જેમ કે તાવ, ત્વચા પર ફોલ્લીઓ અને ઇન્જેક્શનવાળા વિસ્તારમાં સોજો આવવો. આ લક્ષણો હંગામી હોય છે. આઈસ પેક લગાવી, સ્તનપાન કરાવી, સ્વેડલિંગ (કપડામાં લપેટી) નાં ઉપયોગથી તેઓને મટાડી શકાય છે. ઈન્જેક્શન આપ્યા પછી ચોવીસ કલાક સુધી, બાળક કંઈપણ ખાવા માંગતો નથી અને આ ખૂબ સામાન્ય બાબત છે. જો કે, આમાંના કોઈપણ લક્ષણોમાં વધારો થતો દેખાય છે, તો તમે ડૉક્ટરને બતાવી શકો છો.

6. છ મહિનાનાં બાળક માટે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો:-

image source

હવે, તમારું બાળક છ મહિનાનું થઈ ગયું છે, તો તેના મગજ અને સ્નાયુઓમાં સારી સુમેળતા આવી ગઈ હોય છે. આ સમયે તે જરૂરી છે કે તમે ઘરની એવી વસ્તુઓ બાળકની પહોંચથી દૂર કરો, જેનાથી તે પોતાને નુકસાન પહોંચાડી શકે છે. હવે તે સમય દૂર નથી જ્યારે બાળક આખા ઘરમાં ઘૂંટણ ભરતા ફરતો જોવા મળશે. પરંતુ આવું થાય ત્યાં સુધી, નીચેની બાબતો ધ્યાનમાં લેવી યોગ્ય છે.

:- એવી વસ્તુઓને બાળકની પહોંચથી દૂર રાખો કે જે સરળતાથી તૂટી જાય અથવા તીક્ષ્ણ હોય. વિદ્યુત સોકેટ્સ અને વાયરને બાળકથી દૂર રાખો.

:- પ્રયત્ન કરો અને કાળજી લો કે બાળક ગમે ત્યાંથી પડવાથી પોતાને નુકસાન ન કરી શકે. આ સમય દરમિયાન તમારા બાળકને એકલા ન છોડો.

:- બાળક સાથે તેના રૂમમાં જ સૂઈ જાઓ, પરંતુ તે જ પલંગ પર સૂશો નહીં. પુખ્ત વ્યક્તિની પથારી બાળક માટે યોગ્ય હોતી નથી.

image source

:- આ સમય દરમિયાન, દાંત બહાર આવવાના કારણે તમારું બાળક બધી જ વસ્તીઓ ચાવવાની કોશિશ કરે છે. તેથી ધ્યાનમાં રાખો કે તે જે રમકડાઓને ચાવે છે તે બિલકુલ જંતુનાશિત હોય.

:- હવે તમે તમારા બાળકને નક્કર ખોરાક આપી રહ્યા છો, તેથી ધ્યાનમાં રાખો કે ખોરાક સારી રીતે રાંધવામાં આવેલો હોય અને વધુ ગરમ ન હોય.

7. છ મહિનાના બાળક માટે અલગ થવાની ચિંતા (સેપરેશન એંગઝાયટી):-

તમે અને તમારા પરિવારજનો તમારા બાળક સાથે વિશેષ સંબંધ બનાવવામાં રોકાયેલા છો. હવે તમારું બાળક જાણે છે કે તે તમારા પર કેટલું નિર્ભર છે. જ્યારે પણ તમે અથવા તમારા ઘરના અન્ય સભ્યો બાળકની નજીક ન હોય ત્યારે બાળક અસલામતી અનુભવે છે.

image source

તેની ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા બાળકને ટૂંકા સમય માટે જતા રહ્યા છો અને તમે જલ્દી જ પાછાં આવશો તે બતાવીને તેને આ બાબતે સરળ બનાવશો.

:- જો તમે બહાર જતાની સાથે જ બાળક રડવાનું શરૂ કરે છે, તો પછી તેનાથી થોડી થોડી વારે દૂર જાઓ અને તેને આની આદત પાડો. તેથી, તમારું બાળક સમજી શકે કે તમે પાછા આવવાના છો.

:- દર વખતે જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે, તેને બાય કહીને જાવ, જેથી તે જાણી શકે કે તમે જઈ રહ્યા છો. આનાથી તમે તમારા બાળક સાથે સકારાત્મક સંબંધ બનાવી શકશો. જ્યારે પણ તમે જાઓ છો ત્યારે બાળક રડશે અને તે ધીમે ધીમે ટેવાઈ જશે. જ્યારે પણ તમે જાઓ, તેની સાથે કોઈ રમકડા વગેરે આપીને જાવ.(ખાતરી કરો કે રમકડું સલામત હોય).

image source

:- કેટલાક બાળકોને રાત્રે પણ સેપરેશન એન્ગઝાયટી થઈ શકે છે, જેના કારણે તેઓને સુવામાં તકલીફ થઈ શકે છે. તેઓ રાત્રે ઘણી વાર જાગી શકે છે. બાળકને શાંત કરવાનો પ્રયાસ કરો અને તેને તમારી હાજરીનો અનુભવ કરાવો. બાળકને વ્હાલ કરો, તેને ગીત ગાઈને સંભળાવો અને તેને પારણામાં સૂવા દો. કોઈ પણ સંજોગોમાં, તમારા બાળકને તમારી સાથે સુવડાવવું તે સારો ઉપાય નથી, તેનાથી બાળકને ગૂંગળામણ થઈ શકે છે.

બાળક બેથી ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી, તમે તેની સામે હોતા નથી, તો પણ તે જાણે છે કે તમે થોડી વારે આવશો એટલે તે રડશે નહીં. આ રીતે સેપરેશનની અસ્વસ્થતાને દૂર કરવામાં મદદ મળે છે. ત્યાં સુધી, ધીરજ રાખો અને બાળક સાથે પ્રેમથી વર્તો.

8. છ મહિનાના બાળક સાથે તમારી જાતની સંભાળ કેવી રીતે રાખવી:-

image source

હવે તમારું બાળક છ મહિનાનું થઈ ગયું છે, તો તમે આખી રાત સૂઈ શકો છો. આ સમયે તમે પહેલાં કરતાં વધુ સારી રીતે સૂઈ શકો છો. ધ્યાનમાં રાખો કે તમે આ સમયે યોગ્ય રીતે ખોરાક લો અને કસરત કરી રહ્યાં છો. બહાર આવો જાઓ, મિત્રોને મળો અને સંતુલિત આહાર લો. આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

જો તમે વર્કિંગ વુમન છો, તો હવે તમે તમારા કામ પર પાછા જઇ શકો છો. આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે તમે ઘરે આવ્યા પછી, બાળક સાથે પૂરતો સમય પસાર કરવો જોઈએ. બાળકને ખુશ કરવા માટે, તેને રમકડા ખરીદીને ન આપો, અથવા તેઓ જે માંગે છે તે બધું ન આપો. આનાથી ભવિષ્યમાં વ્યવહાર સંબંધી સમસ્યાઓ બની શકે છે.

આ સમયે, તમારા બાળકના દાંત બહાર આવી રહ્યા છે અને જો તમે હજી પણ સ્તનપાન કરાવતા હોવ તો સંભવ છે કે બાળક દૂધ પીતા સમયે તમને દાંત મારી શકે છે. અહીં કેટલીક એવી વસ્તુઓ છે જે તમને પોતાને નુકસાનથી બચાવી શકે છે.

image source

:- તમારા બાળકને સ્તનપાન કરાવતા પહેલા ચાવવા માટે રમકડાં આપો, ખાસ કરીને ફ્રોઝન રમકડાં આપો.તમે સ્તનપાન કરાવતા પહેલાં અથવા તે દરમિયાન તમારા બાળકના પેઢાની માલિશ કરી શકો છો.

:- જે બાળક સ્તનપાનની યોગ્ય તકનીકને જાણે છે તે સ્તનને બચકું ભરતો નથી.એ ખાસ ધ્યાન રાખો કે બાળક યોગ્ય રીતે સ્તનને પકડતો હોય.

:- બાળક ત્યારે પણ સ્તનને બચકું ભરી શકે છે જ્યારે તે દૂધ પી રહ્યો હોય, આ તરફ ધ્યાન આપો અને તેનું પેટ ભરાઈ ગયા પછી સ્તનપાન ન કરાવો.

image source

:- સ્તનપાન કરાવતી વખતે, તમારું ધ્યાન સંપૂર્ણપણે બાળક પર હોવું જોઈએ. આ સમયે તમારે કોઈ અન્ય કામમાં સામેલ ન થવું જોઈએ જેમ કે ટીવી જોવું, ફોન પર વાત કરવી વગેરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ