આજે અમે આપને એક એવી વાત જણાવીશું જે જાણીને આપને ખૂબ નવાઈ લાગી શકે છે. આ વાત એક પાલતુ જાનવર સાથે જોડાયેલી છે આ જાનવરે તેના બે મોંઢાવાળા બાળકને જન્મ આપ્યો છે આ પાલતુ પ્રાણી છે ગાય.
દક્ષિણ ભારતમાં એક ખેડૂતના ઘરે એક વાછરડાનો જન્મ થયો છે આ વાછરડાના સમાચાર જેમ જેમ ફેલાઈ રહ્યા છે તેમ તેમ આ વાછરડાને જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને ખેડૂતનું ખેતર તો જાણે કોઈ પર્યટન સ્થળ બની ગયું હોય તેવું લાગે છે.
આ ઘટના દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં કન્યાકુમારી પાસે આવેલ ગામ પારસલાઈ ગામના ભાસ્કર નામના ખેડૂતના ઘરે ગયા અઠવાડિયે એક ગાયે ખેતરમાં પોતાના વાછરડાને જન્મ આપ્યો. ભાસ્કર કહે છે કે વાછરડાના જન્મ પછી જ્યારે આ વાછરડાને જોયો તો તેઓ પણ એકદમ ચોંકી ગયા હતા.
ખેડૂત ભાસ્કરની ગાયે એક એવા વાછરડાને જન્મ આપ્યો છે જેને બે મોંઢા છે અને ચાર આંખો ધરાવે છે. પારસલાઈ ગામમાં આ વાત જેમ જેમ ફેલાતી ગઈ તેમ તેમ લોકો જોવા આવવા લાગ્યા. ગામના ઘણા લોકો આને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.
ખેડૂત ભાસ્કરના આ વાછરડાને બે જીભ હોવાથી તેને દૂધ પીવામાં ખૂબ તકલીફ પડી રહી હોવાથી ભાસ્કર વાછરડાને બોટલ દ્વારા દૂધ પીવડાવે છે. જેથી વાછરડાને થોડી ઓછી તકલીફ પડે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ