મહિલાએ 108માં ત્રણ બાળકોને આપ્યો જન્મ, એ પણ ગીરના જંગલોમાં 18 સિંહોની વચ્ચે, વાંચો વધુમાં તમે પણ

અદ્ભુત ઘટના – ગર્ભવતિ મહિલાએ ગીરના જંગલમાં 18 સિંહોની વચ્ચે 108માં આપ્યો ત્રણ બાળકોને જન્મ

કોરોનાની મહામારીએ ભલે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું હોય પણ કુદરત તેનું કામ જેમ પહેલાં કરતી હતી તેમ આજે પણ કરી રહી છે. આજે લોકો મૃત્યુ પામી રહ્યા છે તો સામે બાળકો જન્મ પણ લઈ રહ્યા છે. અને ગમે તેવી પ્રતિકુળ સ્થિતિમાં પણ જે થવાનું હોય તે થઈને જ રહે છે. તાજેતરમાં અમરેલીમાં આવેલા સાસણ ગીરના ગાઢ જંગલમાં એક અદ્ભુત ઘટના ઘટી છે.

image source

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા સાસણ ગીરના ઘટાદાર જંગલોની વચ્ચે આવેલા રળિયામણાં દેદાણ ગામમાં એકાએક ખુશીનો હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો. કારણ કે અહીંની એક ગર્ભવતિ મહિલાએ એક નહીં બે નહીં પણ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. અને તેના કારણે ગામના લોકોના આનંદનો કોઈ પાર નથી રહ્યો.

અને તમને જણાવી દઈએ કે આ અદુભુત ઘટના ગત રવિવારે એટલે કે 10મી મે એટલે કે મધર્સ ડેના રોજ ઘટી છે. અને આ ત્રણે બાળકો સંપુર્ણ સ્વસ્થ જન્મ્યા છે. જો કે ગર્ભવતિ મહિલાની પ્રસુતિ અત્યંત ગંભીર હતી. કારણ કે તેણી એક તો અંતરિયાળ ગામડામાં હતી, નજીકની હોસ્પિટલ કેટલાએ કીલોમીટર દૂર હતી. બીજી બાજુ તેણીની પ્રસવ પીડા પણ શરૂ થઈ ગઈ હતી અને તેણી પીડાની મારી કણસી રહી હતી.

image source

પણ આ ઘટનાની ગંભીરતા તમને ત્યારે સમજાશે જ્યારે તમે તેના અસમાન્ય સંજોગો વિષે જાણશો. ગર્ભવતિ મહિલાને પીડા ઉપડતાં 108 બોલાવવામાં આવી હતી. અને સમયસર 108 આવી પણ ગઈ હતી અને તેણીને તેમાં લઈ જવામાં આવી રહી હતી. એક બાજુ તેણીની પ્રસવ પીડા ચાલી રહી હતી તો બીજી બાજુ એક સાથે 18 સિંહો ગર્જના કરી રહ્યા હતા.

image source

108માં ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશિયનની ફરજ બજાવતા, ગોવિંદ બાંભણિયા આ ઘટનાની વીગતો આપતા જણાવે છે કે મહિલાને પ્રસવ પીડા ઉપડતાં જ તેમના પતિ નરસી બારૈયાએ 108 પર ફોન કર્યો હતો કે તેમની પત્ની દયાને પીડા શરૂ થઈ છે અને તેઓ તરત જ 108 લઈને દેદાણ ગામે પહોંચી ગયા હતા. પણ ત્યાં પહોંચતા જ ગોવિંદ ભાઈને ખ્યાલ આવ્યો કે હોસ્પિટલ જવા જેટલો સમય તેમની પાસે નહોતો. અને તેમણે પોતાના અનુભવના આધારે જ 108માં જ મહિલાની પ્રસુતિ કરાવી.

image source

ગોવીંદ બાંભણીયા વિગતે જણાવતા કહે છે કે, તેમને સ્થિતિ સમજાતાં તેમણે તરત જ 108 કોલ સેન્ટર પર સંપર્ક કર્યો અને તેમણે ગાયનેકોલોજીસ્ટ સાથે વાત કરી, અને તરત જ ગાયનેકોલોજીસ્ટે ગોવિંદભાઈને પ્રસૂતિ માટેના સૂચનો આપવાનું શરૂ કર્યું. અને તેમને જે જે કહેવામાં આવ્યું તેમ તેમ તેઓ કરતા ગયા. અને તેમણે મહિલાના એક પછી એક ત્રણ બાળકોની ડીલીવરી કરાવી.

image source

આ ઘટના રવિવારે રાત્રે બની હતી. ગોવિંદ ભાઈએ તો ડીલીવરી કરાવી દીધી પણ 108ના ડ્રાઈવર રાજુ બોરીસાગરને હજુ પણ વિશ્વાસમાં નથી આવતું કે આવું પણ ઘટી શકે છે. તેઓ પોતાના આ અનુભવને ખૂબ જ અસામાન્ય ગણે છે અને કહે છે કે તેમને આ અનુભવ આજીવન યાદ રહેશે. તેઓ જણાવે છે કે તેમની 108 એમ્બ્યુલન્સ ગીરના જંગલો વચ્ચે ઉભી રાખવામાં આવી હતી. આજુ બાજુ ખુબ જ અંધારુ હતું. અને મહિલાને વારંવાર પીડા ઉપડી રહી હતી. જેટલીવાર તે પ્રસુતા પીડાથી કણસતી તેટલીવાર બહાર ઉભા રહેલા સિંહ પણ તેણી સાથે ગર્જના કરતા જાણે તેણીની પીડાનો જવાબ આપી રહ્યા હોય.

image source

આ બાબતે અમરેલી 108 સર્વિસના પ્રોગ્રામ મેનેજર ચેતના ગઢે જણાવે છે કે. આ ડીલીવરીમાં સૌથી મોટી સમસ્યા એ હતી કે પ્રસવ પીડા ભોગવી રહેલી મહિલાને ખાંભાની હોસ્પિટલ લાવી શકાય તેટલો સમય નહોતો બચ્યો, તેણીના ગામથી ખાંભાની હોસ્પિટલ 18 કિલોમીટર દૂર આવેલી છે. માટે 108માં હાજર ટેક્નિશિયને જ મહિલાની ડીલીવરી કરાવવી પડી હતી. આ ઘટના ખરેખર અદ્ભુત છે. 18 સિંહોની વચ્ચે જન્મનાર આ ત્રણ ત્રણ બાળકો પણ સિંહ જેવા જ બળુકા થાય તેવી ઇશ્વરને પ્રાર્થના.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ