બાબુ બન્યો બેટર મેન

બાબુ બન્યો બેટર મેન

એક સુંદર ગામ હોય છે. આ ગામમાં બાબુ નામનો એક છોકરો તેના પરિવાર સાથે રહેતો હોય છે. આ બાબુ એ બહુ મસ્તિખોર અને તોફાની હોય છે. આ બાબુ શાળામા પણ બહુ તોફાન કરે છે તોફાન એટલે કે હદ વિનાનું તે ભણવામાં પણ બહુ પછાત હોય છે તે ક્ષિક્ષક અને શાળાની સ્પર્ધામાં ભાગ લેતા બાળૅકોને પજવે છે પોતાની શેરી મા ધુમ મચાવે છે.

તેના માતા પિતા પણ તેનાથી કંટાળી ગયા હોય છે. તે સાતમા ધોરણ માં ત્રણ વર્ષ કરે છે. એક દિવસ આ બાબુ ના ઘરે કડિયાકામ ચાલતુ હોય છે તે સામે બેસી નિહાળતો હોય છે. તે જુએ છે કે આ કડીયા ઇંટોની દિવાલ બનાવવા કે ઇંટોનું બેલેન્સ કરવા નીચે જમીન સમતલ કરે છે.

જો આ જમીન ઉબળ ખબળ હોય તો દિવાલ સરખી ચણાઇ શકતી નથી. આમ મારે પણ જીવન માં કઇક કરવું હશે કે કઇક બનવું હશે તો મારે મારી હરકતો,ચરીત્રો ને સમતલ(સારા) બનાવી મારે પણ મારા કરીયર નું બેંલેન્સ કરવું પડશે.

આ વિચારથી બાબુ પોતાની હરકતો અને વિચાર બદલી નાખે છે અને એક સુંદર વિદ્યાર્થી બની ભણે છે. કોઇ ને પજવતો નથી, મસ્તી કરતો નથી. શાળાની સ્પર્ધામાં ભાગ લે છે, તે પોતાનુ કરીયર સારી રીતે આગડ વધારે છે. આ રીતે બાબુ એક બેડ (ખરાબ) મેન માંથી બેટર મેન બને છે. એટલે સારો માણસ બને છે.

બોધ:-

આ વાર્તા પરથી બોધ મળે છે કે સારા વ્યક્તિ બનવા સારા વિચાર અને ચરિત્ર હોવુ જરૂરી છે.

લેખક : દર્શન પટેલ (કડી)

ટીપ્પણી