‘તારક મહેતા…’ની બબીતાજીના આ ફોટાના ફેન્સ થયા દિવાના, જોઇ લો લેટેસ્ટ તસવીરો તમે પણ

કોમેડી શો માં નંબર વન અને ટીવી પરનો સૌથી લોકપ્રિય શો એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અવારનવાર કંઈકને કઈક બાબતે ચર્ચામાં રહે છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા બાર વર્ષથી આ શો દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ શોમાં દરેક પાત્ર ખૂબ જ ખાસ છે અને દરેક પાત્રએ દર્શકોના દિલમાં પોતાની અલગ જગ્યા બનાવી લીધી છે, એવું જ એક પાત્ર છે બબીતાજી એટલે કે મુનમુન દત્તાનું.

image source

આ સીરિયલમાં બબીતાજીના પાત્રની જેઠાલાલ સાથેની મસ્તી-મજાકને લોકો ખૂબ જ પસંદ કરે છે. અને એ જ કારણે બબીતાજી અને જેઠાલાલનું પાત્ર લોકોમાં ખૂબ જ જાણીતું પણ છે. એવામાં હાલમાં જ બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar) on

વાત જાણે એમ છે કે હાલમાં જ આપણી સૌની લાડકી બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ બોલ્ડ ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં મુનમુન દત્તા એકદમ અલગ જ રૂપ રંગમાં દેખાઈ રહી છે. મુનમુને શેર કરેલા ફોટામાં તેણે રક ખૂબ જ સુંદર બ્લૂ રંગનો ડ્રેસ પહેર્યો છે અને એટલું જ નહીં આ ફોટોઝમાં મુનમુને સિઝલિંગ પોઝ આપીને ફોટોશૂટ કરાવ્યુ છે.

image source

આ ઉપરાંત આ ફોટામાં મુનમુને ખૂબ જ આકર્ષક એવો મેકઅપ પણ કર્યો છે. મુનમુન દત્તાએ શેર કરેલા આ ફોટા તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે અને એટલું જ નહીં આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar) on

આ બોલ્ડ ફોટો શેર કરતા જ મુનમુન કેપશનમાં પોતાના ડિઝાઈનર અને સ્ટાઈલિશનો પણ આભાર માની રહી છે. મુનમુન દત્તાના આ ફોટા પર તેમના ફેન્સ ખૂબ જ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એટલું જ નહીં કેટલાક સેલિબ્રિટીસ પણ મુનમુન દત્તાના આ ફોટાન વખાણ કરી રહ્યા છે.

image source

તારક મહેતાની બબીતાજી એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર એ સારું એવું ફેન ફોલોઇંગ પણ ધરાવે છે.અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ફેન્સ સાથે અવારનવાર ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે. એમના ફેન્સ પણ મુનમુન દત્તાના અવનવા ફોટા અને વીડિયો પર જાત જાતની પ્રીતિક્રિયા આપતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ