રૂપિયા બાબતે આટલું ધ્યાન રાખો ક્યારેય ધન નહીં ખૂટે ! ચાણક્ય નિતિ અપનાવી હંમેશા ધનવાન રહો

જો પૈસા બાબતે આટલી વાતોનું ધ્યાન રાખવામાં આવશે તો ક્યારેય કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે

ચાણક્યની નીતીઓને આજે આધુનિક જગતમાં તેટલી જ કારગર માનવામા આવે છે. ચાણક્ય એક મહાન રાજનિતિજ્ઞ, અર્થશાસ્ત્રી અને જ્ઞાનિ હસ્તી હતા. તેમણે પોતાની નિતિઓને લઈને કેટલાક પુસ્તકો લખ્યા છે જે આધુનિક સમયમાં ઘણી ઉપયોગી છે. જો તેમની નિતિઓને યેગ્ય રીતે સમજીને તેનો ઉપયોગ જીવનમાં કરવામાં આવે તો જીવનમાં સફળ થતાં તમને કોઈ જ નહીં રોકી શકે. તો ચાલો જાણીએ ચાણક્યએ રૂપિયા બાબતે શું કાળજી રાખવાનું જણાવ્યું છે.

યોગ્ય રસ્તે ધન ઉપાર્જન

સાચા રસ્તે કમાયેલું ધન ક્યારેય ખૂટતું નથી અને ખોટા રસ્તે કમાયેલા ધનની આવરદા લાંબી નથી હોતી. ખોટા રસ્તે કમાયેલું ધન એક જ દાયકામાં નષ્ટ થઈ જાય છે જે તમારા વ્યક્તિત્વ, તમારામાં રહેલી સારપ અને માનવતાને પણ લઈ ડુબે છે.

ધનનો સંગ્રહ નહીં પણ ધનનો ઉપયોગ કરો

ચાણક્યએ પોતાની અર્થશાસ્ત્રની નિતિઓમાં સ્પષ્ટ કહ્યું છે કે માણસે ક્યારેય ધનનો સંગ્રહ ન કરવો જોઈએ પણ તેનો તેવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે તેમાંથી ઓર વધારે ધન ઉપજે. તેમજ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ધનનો અમુક હિસ્સો દાનપૂણ્યમાં પણ વાપરવો જોઈએ જેની પણ સલાહ ચાણક્યએ આપી છે. તે જણાવે છે કે ધનનો ઉપયોગ દાન, રોકાણ તેમ જ પોતાના રક્ષણ માટે કરવો જોઈએ.

ધનના મોહથી દૂર રહેવું

ઘણા લોકને પોતાના રૂપિયાનો એટલો મોહ હોય છે કે તેઓ રૂપિયા કમાવા પાછળ પોતાની આગળ પાછળ કશું જ નથી વિચારતા. આવી વ્યક્તિ પોતાના ધનથી અહંકારી બની જાય છે જેના કારણે તેની પાસેનું ધન વધારે સમય નથી ટકતું. તેમે હંમેશા કોઈ ફળ આપતાં વૃક્ષ સમાન વર્તન કરવું જોઈએ.

પૈસા બાબતે કોઈની પણ શરમ ન રાખવી

તમારા આર્થિક વ્યવહારોને તમારે હંમેશા તમારા અંગત સંબંધો કે સામાજિક સંબંધોથી અલગ જ રાખવા જોઈએ. ચાણક્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પૈસાની લેતી-દેતી બાબતે લોકની શરમ કે સમાજનો ભય ન રાખવો. જે વ્યક્તિ આ બધી બાબતોની ચિંતા કરે છે તે ક્યારેય ધનવાન નથી બની શકતો.

આ રીતે તમારા ધનને વાપરો

ચાણક્ય એ પોતાની નિતિમાં સ્પષ્ટ કહ્યું છે કે જો તમારે તમારું ધન બચાવવું હોય તો તમારે તેનો વ્યય કરવો જ પડશે. જેમ તળાવ કે વાસણમાં કે પછી ખાબોચિયામાં ભરાયેલું પાણી સડી જાય છે અને ઉપયોગ વગરનું રહી જાય છે તેવું જ ધનના સંગ્રહથી થાય છે. પણ ધનનો ઉપયોગ નદીની જેમ કરવો જોઈએ. તમે જેટલું જ તમારી બુદ્ધિ વાપરીને તેનો યોગ્ય વપરાશ કરશો તેમ તમારા ધનમાં વધારો થતો જશે.

આજે વોરેન બફેટનું નામ દુનિયાના નંબર વન ઇનવેસ્ટરમાં ગણવામાં આવે છે. તેઓ જણાવે છે કે તમારે જો યોગ્ય ઉંમરે રિટાયર્ડ થવું હોય તો તમારે તમારા રૂપિયાનું એવી રીતે રોકાણ કરવું જોઈએ કે તમે કશું જ ન કરતા હોવ એટલે કે તમે ઉંઘતા હોવ તે દરમિયાન પણ તેમાં વધારો થતો જાય. નહીંતર તમે જીવનમાં ક્યારેય રીટાયર્ડ નહીં થઈ શકો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ