જલ્સા કરોને જેંતીલાલ

એન્ટરટેઈનર નંબર 1 બન્યો Tiktok સ્ટાર બાબા જેક્સન, જાણો કેટલા કરોડ રૂપિયાનુ મળ્યુ ઇનામ

એન્ટરટેનર નંબર વન બન્યો ટિક ટોકનો સ્ટાર બાબા જેક્શન, જીત્યો એક કરોડ રૂપિયાનું ઇનામ.

ફ્લિપકાર્ટ દ્વારા એક અલગ જ પ્રકારના સ્ટે એટ હોમ રિયાલિટી શો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર અઠવાડિયે એક વિજેતાને 10 લાખ રૂપિયા અને મેગા વિનર બનનારને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત ફ્લિપકાર્ટ દ્વારા કરવામાં આવી હતી.

image source

જોધપુરમાં વસવાટ કરતા યુવરાજ ઉર્ફે બાબા જેક્સને ફ્લિપકાર્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલી એન્ટરટેનર નંબર વન સ્પર્ધા જીતી લીધી છે. આ કોમ્પિટિશનને બોલિવુડના જાણીતા અભિનેતા વરુણ ધવન હોસ્ટ કરી રહ્યા હતા, વરુણ ધવને થોડા સમય પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની એક પોસ્ટમાં વિજેતાના નામની જાહેરાત કરી છે. આ કોમ્પિટિશન જીતનાર યુવરાજ ઉર્ફે બાબા જેક્શનને એક કરોડ રૂપિયાની ધનરાશિ ઇનામ રૂપે આપવામાં આવશે.

image source

ફ્લિપકાર્ટ એ યુનિક સ્ટે એટ હોમ રિયાલિટી શો નું આયોજન કર્યું હતું જેમાં દર અઠવાડિયે એક વિજેતાને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવાનું હતું અને મેગા વિનર બનનારને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત ફ્લિપકાર્ટ દ્વારા કરવામાં આવી હતી. યુવરાજ ઉર્ફે બાબા જેક્સન આ કોમ્પિટિશનમાં વિજેતા બન્યા છે એવી ખબર બહાર આવતાની સાથે જ એના સમગ્ર પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો.

એક કરોડ રૂપિયા ઇનામ રૂપે જીતવા વાળા બાબા જેક્શન પાછલા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ઘણા જાણીતા બન્યા હતા. બાબા જેક્શન એક ટિક ટોક સ્ટાર છે અને ટાઇગર શ્રોફને પોતાના આદર્શ માને છે. ટાઇગર શ્રોફ પણ બાબા જેક્શનના વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં શેર કરી ચુક્યા છે. યુવરાજના પિતા મજૂરીનું કામ કરે છે અને ઘરે ઘરે જઈને ટાઇલ્સ લગાવવાનું કામ કરે છે.

આ વીડિયો થયો હતો ખૂબ વાયરલ.

વરુણ ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની જે પોસ્ટમાં બાબા જેકસનના નામની વિજેતા તરીકે જાહેરાત કરી હતી એને 9 લાખથી વધુ લોકોએ લાઈક અને શેર કરી છે. એ વીડિયોમાં ખુદ વરુણ ધવન પણ યુવરાજનું નામ વિજેતા તરીકે જાહેર કરતી વખતે ઘણા એક્સાઇટેડ નજરે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે યુવરાજ સોશિયલ મીડિયા સેન્સેશન છે અને ટિક ટોક પર એમના ઘણા બધા ફોલોઅર્સ છે જેમના દિલો પર યુવરાજ ઉર્ફે બાબા જેક્શન રાજ કરે છે.

image source

પોતાના વિશે યુવરાજ જણાવે છે કે “હું યુ ટ્યુબ પર વીડિયો જોઈને ડાન્સ શીખ્યો હતો. મેં 5 6 મહિના MJ style ડાન્સની પ્રેક્ટિસ કરી હતી. પછી હું મારા રૂમમાં ઉઘાડા પગે ડાન્સ કરતો. પછી મેં શૂઝ ખરીદ્યા અને ધાબા પર જઈને વિડીયો બનાવવા લાગ્યો.મારા વિડીયો વાયરલ થયા પછી દિલ્હીના એક ડાન્સ ગ્રુપે મને એમની સાથે સામેલ કરી દીધો”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version