બાળ કથાકાર: 11 વર્ષની ભાવિકાએ 4 રામકથા કરી, અને અયોધ્યામાં રામમંદિર માટે એકત્રિત કર્યા અધધધ..લાખ

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનનાર છે. તેના માટે દેશભરમાં હાલ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત મંદિર નિર્માણ માટે ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં વિશ્વ હિંદૂ પરિષદ, આરએસએસ તેમજ સંઘના કાર્યકર્તાઓ દિવસ રાત એક કરી રહ્યા છે.

આ અભિયાન 27 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. ત્યારે રામ મંદિર માટે ફંડ દેશભરના ભક્તો પણ આપી રહ્યા છે. ભવ્ય રામ મંદિર માટે ગુજરાતની એક બાળકીએ પણ અનોખી રીતે ફંડ એકત્ર કર્યું છે.

image source

આ બાળકી છે સુરત શહેરની 11 વર્ષની દીકરી ભાવિકા. 11 વર્ષની આ નાનકડી દીકરીએ રામ મંદિર માટે 50 લાખ રૂપિયાની માતબર રકમ એકત્ર કરી છે. હવે વિચાર આવશે કે આ રમક તેણે કેવી રીતે જમા કરી… તો જણાવી દઈએ કે આ રકમ તેણે 4 રામકથા કરીને એકત્ર કરી છે.

આ જમા થયેલા 50 લાખ તે રામ મંદિર નિર્માણમાં દાન તરીકે આપશે. ભાવિકા રામ કથા કરે છે અને આ દરમિયાન તે લોકોને ફાળો આપવા કહે છે. તેની કથાનું રસપાન કરવા આવતા લોકોએ ફૂલ નહીં પણ ફૂલની પાંખડી એમ ફંડ આપી 50 લાખ રૂપિયા એકત્ર કરી દીધા છે.

image source

રામ મંદિર માટે લાખો રૂપિયા દાનમાં આપનાર અનેક દાનવીરના કિસ્સા તમે અત્યાર સુધી સાંભળ્યા જ હશે પરંતુ તેમાં આ 11 વર્ષીય ભાવિકાનો કિસ્સો સૌથી અલગ છે. ભાવિકા રામ ભક્ત છે અને તેણે ધોરણ 6નો અભ્યાસ લોકડાઉન દરમિયાન કરતાં કરતા ભગવત ગીતાનું અધ્યયન શરુ કર્યું હતું.

image source

ત્યારબાદ તેણે રામાયણનું પઠન કર્યું. આ સાથે જ તેણે ભગવાન રામના મહાન વ્યક્તિત્વને જાણ્યું અને તેને અંતસ્ફુર્ણા થઈ કે હવે જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે તો તે પણ તેમાં યોગદાનનું માધ્યમ બનશે. આ સાથે જ 11 વર્ષની ભાવિકાએ રામકથાનું વાંચન કરવાનો નિર્ણય કરી લીધો.

image source

ભાવિકાએ અત્યાર સુધીમાં 4 રામકથા કરી છે અને આટલા સમયમાં તેણે 50 લાખ રૂપિયા એકત્ર કર્યા છે. આ રકમ તેણે રામ મંદિર નિધિ કોષમાં આપ્યા છે. ભાવિકાની રામ કથા જેણે જેણે સાંભળી છે તે તમામ લોકોનું કહેવું છે કે દેશમાં કદાચ પહેલી 11 વર્ષની નાની વયની રામ કથાકાર હશે જે આટલું સરસ રીતે કથાનું રસપાન કરાવી શકે છે.

ભાવિકાના પિતાએ તેની દીકરીના નિર્ણય વિશે કહ્યાનુસાર નાની ઉંમરમાં તેણે રામકથા કરવાનું વિચાર્યું અને રામ મંદિર માટે ફંડ એકત્ર કરવાની ઈચ્છા વ્યક્ત કરી તે વાત જાણીને તેમને ખૂબ જ ગર્વ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ