આગળનો અભ્યાસ પૂરો કરવા આ યુવતી વેચે છે ચા….

ગમે તેવી કપરી સ્થિતિમાં પણ સફળતા મેળવી શકે તેવી જ વ્યક્તિ ઇતિહાસમાં પોતાની એક નવી ઓળખ ઉભી કરી શકે છે. આપણી આસપાસ કેટલાએ એવા લોકો હશે જે અગણિત મુશ્કેલીઓ છતાં પણ પોતાનું લક્ષ પામવા માટે જરા પણ પાછી પાની કરતા નથી અને સતત આગળ વધવાનો પ્રયાસ ચાલુ રાખે છે.

આપણે આજે એવી જ એક બહાદૂર છોકરીની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે પોતાના લક્ષ આડે આવતા અનેક પડકારોનો સામનો કર્યો અને લોકો માટે પ્રેરણા પ્રદાન કરનારી એક આશાનું કીરણ બની.

વાત છે ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં રહેનારી આરતીની. આરતી શિક્ષણ પ્રત્યે એટલી સમર્પિત છે કે તે ચા વેચીને પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે. માત્ર આટલું જ નહીં તે પોતાની સાથે જ પોતાના બે જોડિયા નના ભાઈઓ લવ અને કુશના અભ્યાસને લઈને પણ ખુબ જ જાગૃત છે.
આરતી પોતાના કુટુંબની સાથે નવાપુરની એક ચાલીમાં રહે છે. તેના પિતા અપંગ છે અને માતા ગંભીર બિમારીથી પિડિત છે. તેવામાં કુટુંબની મોટી દીકરી હોવાના કારણે બધી જ જવાબદારી આરતીના ખભા પર છે. કુટુંબની જીવનજરૂરિયાતો પૂર્ણ કરવાનો કોઈ સ્થીર આર્થિક સ્ત્રોત નથી તેમ છતાં આરતીએ પોતાના ભાઈઓનો પ્રવેશ કેન્દ્રીય વિદ્યાલયમાં કરાવ્યો છે.

સ્વાભિમાનનો જીવતો જાગતો દાખલો આરતી પોતાના અને પોતાના કુટુંબનો ખર્ચ કાઢવા માટે અફીણના કારખાનાની બાજુમાં જ ચા વેચે છે. સાથે સાથે ઘરનું કામ અને અભ્યાસ પણ કરે છે. કેટલાક સમય પહેલાં આરતીએ સહજાનંદ કોલેજમાંથી બીકોમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
આરતી તે વખતે લાઇમલાઇટમાં આવી જ્યારે કેન્દ્રીય દૂરસંચાર રાજ્ય મંત્રી મનોજ સિન્હાએ તેની ચાની દુકાન પર જઈ ચા પીધી હતી અને તેને સરકારી સ્કેલરશિપ હેઠળ 40,000 રૂપિયાની મદદ કરી હતી.

કેટલાક દિવસ પહેલાં જ્યારે કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા ગાજીપુરહ જિલ્લામાં લાઇફ લાઇન એક્સપ્રેસ દ્વારા સારવારના ઔપચારિક ઉદ્ઘાટન સમારંભમાં આવ્યા હતા ત્યારે તે દરમિયાન તેમની મુલાકાત આરતી સાથે થઈ હતી. વાસ્તવમાં તે પહેલાં તેમના પર્સનલ સચિવ સિદ્દાર્થ રાયે તેમને આરતી વિષે જણાવ્યું હતું.

“આરતી એક સ્વાભિમાની છોકરી છે તેમણે કહ્યું કે “તે ઇચ્છતી હતી કે મંત્રીજી તેના ટી સ્ટોલ પર આવી ચા પીવે.” અને મનોજ સિન્હાએ પણ તેનો સ્વીકાર કર્યો અને જ્યારે ગાજીપુરની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે આરતીની મુલાકાત લીધી અને તેની બનાવેલી ચા પણ પીધી
મનોજ સિન્હા અફીણના કારખાના સામે આવેલી આરતીની ચાની કીટલીએ પહોંચ્યા અને ઠેલાની બાજુમાં જ લાગેલા બાકડા પર બેસી તેમણે ચાની ચુસ્કીઓ લીધી. ચાના પૈસા આપતા તેમણે કહ્યું કે તે આરતીની ઇચ્છા પ્રમાણે તેનો અભ્યાસ પૂર્ણ કરાવવામાં પૂરતો સહયોગ આપશે. આ અવસર પર ત્યાં લોકોના ટોળા ઉમટી આવ્યા હતા અને દરેક એ જોઈ ચકિત હતું કે મોટા મંત્રી પોતાનો પ્રેટોકોટ તોડી એક નાનકડા રસ્તા પર આવેલી ચાની કીટલી પર કેમ આવ્યા હતા, પણ જ્યારે તેમને ખબર પડી કે તે આરતીને મળવા આવ્યા હતા તો બધાને તેમના આ વિચાર પર ખુબ જ ગર્વ થયો.

ખરેખર આપણા દેશમાં આરતી જેવા સ્વાભિમાની લોકો હાર માનીને ઘરમાં બેસી જનારા લોકો માટે પ્રેરણારૂપ દાખલો પુરો પાડે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી પ્રેરણાદાયી પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી