જલ્સા કરોને જેંતીલાલ

દાનવીર અઝીમ પ્રેમજી વિપ્રોના એક્ઝિક્યુટિવ ચેરમેનના પદ પરથી નિવૃત્ત થવા જઈ રહ્યા છે, જાણો શું કરશે નિવૃત્તિ પછી…

ભારતના આઈટી દિગ્ગજ વિપ્રોના ફાઉન્ડર તેમજ હાલ એક્ઝિક્યુટિવ ચેરમેન અઝીમ પ્રેમજી ચેરમેનશીપથી નિવૃત્તિ લેવા જઈ રહ્યા છે. હવે તેઓ પોતાના ધંધાની બાગદોડ પુત્રને સોંપી રહ્યા છે.

જો કે તેઓ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તો નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ફાઉન્ડર ચેરમેન તરીકે તો રહેશે જ.

વિપ્રો કંપની તરફથી ગુરુવારે નિવેદન આપવામાં આવ્યું હતું કે ઓગસ્ટ મહિનાથી દીકરો રિશદ પ્રેમજી પિતાની જગ્યા લેશે. હાલ રિશદ કંપનીના ચીફ સ્ટ્રગેટેજી ઓફિસર છે. સાથે સાથે કંપની બોર્ડના મેમ્બર પણ છે.

જો કે એમડી પદ પર હાલના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર આબિદાલી ઝેડ નીમચવાલાની નિમણુંક કરવામાં આવી છે. જો કે આ બધા નિર્ણયો લેવામાં આવ્યા છે પણ આખરી નિર્ણય શેરધારકોની મંજૂરી બાદ લેવામાં આવશે.

અઝીમ પ્રેમજી જુલાઈના અંત સુધીમાં પોતાના પદથી નિવૃત્તિ લેવા માગે છે. તમને જણાવી દઈએ કે અઝીમ પ્રેમજી વિપ્રો કંપની ના ફાઉન્ડર છે અને તેમણે કંપનીને પોતાની 53 વર્ષની સેવા આપી છે. અને તેમની આ મહેનતે વિપ્રોને આજે દેશની ટોપ કંપનીઓમાં શામેલ કરી છે.

પિતાની નાનકડી ખાધ્ય તેલ કંપનીને તેમણે સંપૂર્ણ કૂનેહથી 1.8 લાખ કરોડની આઈટી કંપનીનું સ્વરૂપ આપ્યું છે. વિશ્વની વિશાળ આઈટી કંપની સાથે વિપ્રોનો પણ ડંકો છે. અઝિમ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. તેમણે 1966માં વિપ્રોનો પાયો નાખ્યો તેમ કહી શકાય.

વિપ્રો કંપની પર્સનલ કંપ્યુટરનું ઉત્પાદન કરે છે ઉપરાંત તેઓ સોફ્ટવેયર સેવાઓનું વેચાણ પણ કરે છે.

માત્ર આટલું જ નહીં પણ વર્ષ 2004 તેમજ વર્ષ 2011માં અઝીમને ટાઇમ મેગેઝીનની વિશ્વના 100 સૌથી વધારે પ્રભાવી લોકોની યાદીમાં મુક્યા હતા.

અઝીમ પ્રેમજી ભલે એક કરોડપતિ ઉદ્યોગપતિ હોય પણ તેમના નજીકના લોકો જણાવે છે કે તેઓ એક ખુબ જ ડાઉનટુ અર્થ વ્યક્તિ છે. તેઓ મધ્યમવર્ગીય મૂલ્યોને સમજે છે. તેને ક્યારેય કોઈ ખોટો દેખાડો કરવો ગમતો નથી.

તમને અમે એ પણ જણાવા માગીએ છીએ કે તેઓ પણ બિલ ગેટ્સ તેમજ વોરેન બફેટની જેમ દાન કરવામાં જરા પણ પાછુવાળીને જોતા નથી. દાન ઉપરાંત તેઓ પોતાનું ટ્રસ્ટ પણ ધરાવે છે. તેમણે લગભગ પોતાની અરધો અરધ સંપત્તિ દાનમાં આપી દીધી હતી. અને રીટાયરમેન્ટ બાદ પણ તેમની પરોપકાર પ્રવૃત્તિ તો ચાલ્યા જ કરશે.

અઝીમજી હવે પોતાના કામનો બોજ હળવો કરવા માગે છે અને પોતાનાં પદની જવાબદારી તેઓ પોતાના સક્ષમ દીકરા રિશદને આપવા માગે છે. તેમને પોતાના દીકરા પર પૂર્ણ વિશ્વાસ છે કે તે કંપનીને હજુ વધારે આગળ લઈ જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version