આઝાદીની 72મી વર્ષગાંઠ નિમિતે જાણો, કયા-કયા પ્રસંગે રાષ્ટ્રગીત ગાવામાં આવે છે.

એક ભારતીય નાગરિક તરીકે આપણી એ ફરજ બને છે કે આપણને આપણું રાષ્ટ્રગાન આવડવું જોઈએ. ભારતના સંવિધાનમાં નાગરિકોના મૂળભુત હક્કોની સાથે સાથે નાગરિકોની ફરજો પણ અંકિત કરવામાં આવી છે જેમાં દેશના સમ્માનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણે આપણા દેશની અસ્મિતાના સમ્માન માટે કેટલાક અનુશાસનને ફોલો કરવાના હોય છે.

રાષ્ટ્રગાન ગાતી વખતે આપણે હંમેશા ઉભા રહેવાનું હોય છે અને સાવધાનની મુદ્રામાં ઉભા રહેવાનું હોય છે. જ્યારે જ્યારે પણ સિનેમાઘરમાં કે ગમે ત્યાં કોઈ પ્રસંગે “જનગણ મન…” ગવામાં આવે છે ત્યારે એક સાચ્ચા નાગરિકની આંખો રાષ્ટ્રપ્રેમમાં ભીની થઈ જાય છે તેનું હૃદય ભરાઈ આવે છે. તો ચાલો જાણીએ કે આપણુંરાષ્ટ્રગીત કયા કયા પ્રસંગોએ ગાવામાં આવે છે.

રાષ્ટ્રગીત સરકાર દ્વારા યોજવામાં આવતા ઔપચારિક રાજ્ય કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોમાં જ્યારે રાષ્ટ્રપતિ આવવાના હોય ત્યારે તેમજ કેટલાક સરકારી સામૂહિક કાર્યક્રમોમાં ગાવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ મહેમાન બનનીને આવ્યા બાદ પરત ફરી રહ્યા હોય તો તેવા સમયે પણ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે.

જ્યારે રાષ્ટ્રના મહત્ત્વના પદ પર બિરાજમાન વ્યક્તિઓ જેમ કે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન રાજ્યોના રાજ્યપાલ, સૈન્યના કોઈ ગવર્નરને જ્યારે સમૂહ દ્વારા સલામી આપવામાં આવે છે તો તેવા અવસરે પણ રાષ્ટ્રગાન ગાવામાં આવે છે.

રાજ્યોની અંતરગત યોજવામાં આવેલા કાર્યક્રમોમાં જ્યારે ક્યાંય રાજ્યપાલ, લેફ્ટેનન્ટ ગવર્નર મહેમાન તરીકે આવ્યા હોય ત્યારે તેમના આવવા તેમજ તેમના પાછા જવા પર રાષ્ટ્રગીત ગાઈને તેમનું સમ્માન કરવામાં આવે છે.

આજે કદાચ આપણે બધા સ્થાનિક એફએમ રેડીયો વધારે સાંભળતા હોઈએ છીએ પણ ઓલ ઇન્ડિયા રેડિયો પર જ્યારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રને સંબોધિત કરે છે તેની પહેલાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે અને તેમનું સંબોધન પૂર્ણ થયા બાદ પણ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે.

જ્યારે કોઈ રાષ્ટ્રિય પર્વ પર પરેડમાં તિરંગાને લગાવવામાં આવે તે વખતે રાષ્ટ્રગાન ગાવામાં આવે છે.

તમને કદાચ ખ્યાલ હશે કે મિલેટ્રી દ્વારા પણ સેનાનું બળ પ્રદર્શન વર્ષ દરમિયાન ઘણીવાર થતું હોય છે અને તેવા વખતે જ્યારે રેજિમેંટના રંગોનું પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે પણ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે.

આ ઉપરાંત ભારતીય નૌસેના એટલે કે ઇન્ડિયન નેવીના વિવિધ રંગોને ફરકાવવામાં આવે છે ત્યારે પણ રાષ્ટ્રગાન ગાવામાં આવે છે અને વંદન કરવામાં આવે છે.

અને છેલ્લે આપણે બધા જેના અવારનવાર સાક્ષી બનીએ છીએ તેવા સિનેમાહોલમાં પણ ફિલ્મ શરુ થાય તે પહેલાં રાષ્ટ્રગાન ગાવામાં આવે છે. અને આપણે સમગ્ર પરિવાર સાથે ઉભા રહીને રાષ્ટ્રગીતને સમ્માન આપીએ છીએ.

ચાલો સાથે સાથે જાણી લઈએ રાષ્ટ્રગાન સાથેની કેટલીક અત્યંત મહત્ત્વની બાબતો

રાષ્ટ્ર ગિતની અવધી

રાષ્ટ્રગાન લગભગ 52 સેકન્ડમાં પૂર્ણ થઈ જાય છે. કેટલાક અવસરપર તેને ટુંકમાં પણ ગાવામાં આવે છે જેમાં પ્રથમ અને અંતિમ પંક્તિઓ જ બોલવામાં આવે છે જેમાં માત્ર 20 સેકન્ડનો જ સમય લાગે છે.

કાયદાની દ્રષ્ટિએ રાષ્ટ્રગીત

ભારતના સમ્માનને જાળવવા માટે ખાસ કાયદો ઘડવામાં આવ્યો છે જે છે પ્રિવેંશન ઓફ ઇનસલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971. આ કાયદાની કલમો પ્રમાણે જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રગીતમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કરે અથવા કોઈને રાષ્ટ્રગાન ગાતા રોકવાનો પ્રયાસ કરે, તો તેને વધારેમાં વધારે ત્રણ વર્ષની સજા અથવા તો દંડ અથવા તો બંન્ને સજાની જોગવાઈ કરવામાં આવી છે.

જો કે આ કાયદામાં એવી કોઈ કલમ નથી કે જે કોઈ વ્યક્તિ પર બળજબરી રાષ્ટ્રગીત ગાવાનું દબાણ કરી શકે. જો કે એટલી તો એક ભારતીય નાગરિક પાસે અપેક્ષા રાખવામાં આવે જ છે કે તે રાષ્ટ્રગીત ન ગાઈ શકે તો કંઈ નહીં પણ તે સાવધાનની મુદ્રામાં ઉભો તો રહી જ શકે.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રગાનના અપમાનને લઈને ઘણા બધા કેસો અવારનવાર નોંધાયા કરતા હોય છે. 2016માં અમિતાભ સામે પણ રાષ્ટ્રગાનના અપમાન માટે કેસ કરવામાં આવ્યો હતો. તેમાં તેણે પાકિસ્તાન સામેની ભારતની 20-20 મેંચમાં રાષ્ટ્રગાનને થોડી અલગ રીતે ગાવા પર કેસ કરવામાં આવ્યો હતો. જો કે આ મામલે ફરિયાદીને કંઈ હાથ નહોતું લાગ્યું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ